________________
૨૧૪
શારદા સુવાસ મેદાનમાં મારી સામે આવી જા. પેલે પુરૂષ વિદ્યાધર હતું. એટલે તેની પાસે ઘણી વિદ્યાઓ ને શક્તિ હતી. તેથી છાતી ફુલાવીને તેણે કહ્યું–જે તારે જીવતા રહેવું હોય તે તું આવ્યું છે તે ચાલ્યો જા. હજુ તે વધારે બેલવા જતો હતો ત્યાં તે કુમાર તલવાર ખેંચીને તેની સામે ધ. બંને જણે લડવા લાગ્યા. ખગયુદ્ધમાં કઈ કઈને હરાવી શકયું નહિ ત્યારે પગ મૂકી દઈને બને ભુજાથી લડવા લાગ્યા પણ કેઈની હાર કે જીત ન થઈ. બંને સરખા ઉતર્યા. હવે વિદ્યાધર એની વિદ્યાને પ્રયોગ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આજે માસખમણના ઘરને પવિત્ર દિવસ છે. આપણે ત્યાં ભાઈઓને ને બહેનોને તપશ્ચર્યાની મંગલ શરૂઆત થઈ ગઈ છે. જેમને માસખમણ તપની આરાધના કરવી હોય તેને આજથી કરવાની છે. આપણું આત્માને જગાડનારું આ ધર છે. તપ વગર કર્મ બળવાના નથી. તપની ગાડીમાં બેસી જાવ. ઘણા ભાઈ–બહેને તપ આરાધનામાં જોડાઈ ગયા છે.
તપની ગાડી ઉપડશે, બેસવા આવજે રે લોલ, મલાડ શહેરથી ઉપડશે, બેસવા આવ રે લોલ
વ્યાખ્યાન ન-૨૫ શ્રાવણ સુદ ૭ને ગુરૂવાર
તા. ૧૦--૭૮ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ફરમાવે છે કે હે આત્માઓ ! ભૂતકાળમાં અનંતીવાર મનુષ્ય બનીને સંસાર સુખ માટે અનંતા પ્રયત્ન તમે કર્યા છતાં પણ સુખ સ્થિર થયું નહિ. હા, તમારું માનેલું સુખ મળ્યું ને અંતે ચાલ્યું ગયું. આ સુખ કંઈ સાચું સુખ કહેવાય? સાચું સુખ તે મિક્ષનું સુખ છે. સાચું સુખ મેળવવું હોય તે પહેલાં ચિત્તની સ્થિરતા જોઈશે. ચિત્તને સ્થિર કરીને બાર ભાવનાઓ ઉપર વિચાર કરે. બાર ભાવનામાં સૌથી પહેલી અનિત્ય ભાવના છે. તેમાં પ્રથમ આપણું શરીર ઉપર દષ્ટિ કરીએ કે આ શરીર કેવું છે? એને સ્વભાવ કે છે? એને સાચવવા કેટલું કરે છે?
નત્યાન શરીerળ, વૈમવી ર દિ શાશ્વતા” શરીર, અનિત્ય છે, અને જેની પાછળ તમે રાત દિવસ મહેનત કરે છે તે ધન પણ અશાશ્વત છે. જેને નિત્ય શું, અનિત્ય શું તેને ખ્યાલ નથી તેવા છે તેને માટે આખી જિંદગી વેડફી નાંખે છે, ત્યારે મહાનપુરૂષે કહે છે કે હે ભવ્ય છે ! તમે અનિત્યની પાછળ અનંતા જન્મ આપ્યા ને નિત્યની પાછળ એક ભવ પણ નહિ આપે ? અરે! અડધી જિંદગી પણ નહીં? જિંદગીને ત્રીજો ભાગ પણ નહીં આપે?