________________
શારદા સુવાસ લાત મારીને ચાલી નીકળ્યા. એમને સંસાર છોડવા જે છે એમ લાગ્યું પણું તમને શું લાગ્યું છે? જે સંસાર તમને સાકરના ટુકડા જે મી લાગે છે પણ તે સાકર જે છે કે સેમલ જે છે તે તમને એક દષ્ટાંત આપીને સમજાવું. -
એક શ્રીમંત શ્રેણી છે. તેમને વૈભવ-વિલાસની કમીના નથી. એવા શ્રેષ્ઠીને ઘેર સૌંદર્યવાન કન્યા પરણીને આવી. સંસારના મેહમાં પાગલ બનેલી કન્યા હરખાય છે કે અહે! અહીં તો સ્વર્ગના સુખ છે. લીલા લહેર છે અને પતિ પણે દેવરૂપ જેવા રૂપાળા છે. પતિ-પત્ની બંનેને જીવનમાં માજશેખ ઉડાવવા, ભોગ ભેગવવા એ એમના જીવનનું લક્ષ હતું. ધર્મ શું ને કર્મ શું એનું એમને જ્ઞાન ન હતું. પતિ કે પત્ની બેમાંથી એક જે ધર્મ સમજતા હોય તે એક બીજાને સમજાવે પણ આ તે બંને મેહમાં પાગલ હતા. કેણ કેને સમજાવે? શેઠ સંસારમાં ગળાબૂડ ખૂંચેલા હતા પણ પુણ્યદયે એક વખત એમને કેઈ આત્માથી સંત ભેટી ગયા. સંતે એમને સમજાવ્યું, શેઠ! આ સંસાર એકાંત દુઃખથી ભરેલું છે.
વિર્ય જેવ , વિનુસંપાય ચંઢ” હે શેઠ! તમે જેમાં મહ પામી રહ્યા છે તે તમારું જીવન અને રૂપ બધું વિજળીના ચમકારા જેવું ચંચળ છે. આ લક્ષમીને, પણ શું ભરે છે. આજે છે ને કાલે ચાલી જાય. યુવાની પણ એક દિવસ નષ્ટ થઈ જશે ને વૃદ્ધાવસ્થા આવી જશે. કર્મ કેઈને છેડતા નથી. આવું સમજીને જીવનમાં કંઈક ધમની આરાધના કરે. આ શેઠ સંસારના રંગમાં રંગાયેલા હતા, મેહમાં ભાન ભૂલ્યા હતા પણું સંતની વાત તેમના ગળે ઉતરી ગઈ. તેમને સૂતેલે આત્મા જાગૃત થયે, અને તે ધર્મના માર્ગે વળી ગયા. દરરોજ સંત સમાગમ કર, સામાયિક પ્રતિક્રમણ શીખવું અને કરવું, તેમ તેમને લાગ્યું. આથી શેઠ દશ તિથિ ઉપવાસ, ધર્મઆરાધના, દાન વિગેરે ખૂબ કરવા લાગ્યા.
શેઠાણીના વિચારમાં વિષને પ્રવેશ શેઠના જીવનેની દિશા બદલાઈ ગઈ જાણુંને સંસાર સુખની પ્યાસી શેઠાણું પણ મનમાં વિચારવા લાગી કે શેઠ તે દિવસે દિવસે ધર્મઢીંગલા થતા જાય છે. હવે મારા સંસારની વાડી સૂકાવા લાગી. મને શું સુખ ! આથી શેઠાણું રાત દિવસ સૂરવા લાગી. ઘણી વાર રડતી ત્યારે શેઠ એને ધર્મ તરફ વાળવા ખૂબ પ્રયત્ન કરતા પણ ભારેકમી જીવને ધર્મની વાતો કયાંથી રૂ! એક તરફ શેઠની ધર્મમાં શ્રદ્ધા દઢ બની ત્યારે બીજી તરફ શેઠના અશુભ, કર્મને ઉદય થયે. પુણ્યને સિતારે અસ્ત થયો. ચારે તરફથી વહેપારમાં ખેટ આવી. માલના ભરેલા વહાણ ગુમ થયા. ચારે બાજુથી નુકશાન થતાં સ્થિતિ બદલાઈ ગઈ. ક્રોડપતિ શેઠ ગરીબ થઈ ગયા. કમેં એની સ્થિતિ બદલાવી પણ ધર્મ પ્રત્યેની એની શ્રદ્ધા રંઢ રહી. આજે ઘણાં માણસે ધર્મના માર્ગે ચઢે અને દુખ આવે તે કહેશે કે પહેલા ધર્મ નહેતે કરતે