________________
૨૦૪
શારદા સુવાસ
જ્ઞાની ભગવંતા કહે છે કે હું આત્મા ! સંસાર દુઃખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની 'પર'પા છે. વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે સંસરળ સંસારઃ મવાત્મામન જ્ઞાતિપુ. પુનશ્રમને વા | સ ́સરણ કરવું એટલે એક ભવમાંથી ખીજા ભવમાં જવુ અથવા નરકાદિ ચાર ગતિમાં વારવાર પરિભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. સૂયગડાય’ગ સૂત્રમાં પણ ભગવાને કહ્યું છે કે “ ણાંત તુવર વો '' | સંસાર જ્વરની સમાન એકાંત દુઃખરૂપ છે. તમે આગમમાં જ્યાં દૃષ્ટિ કરશેા ત્યાં ઠેકાણે ઠેકાણે ભગવાને સ ંસારને દુઃખરૂપ કહ્યો છે. કયાંય એમ નથી કહ્યું કે સંસાર સુખરૂપ છે, પણ તમે સંસારને કેવા માના છે ? તમને સંસાર કેવા લાગે છે! તમને તેાસસાર ક'સાર જેવા મીઠા લાગે છે ને ? અમારી દૃષ્ટિએ તે સંસાર કંસાર જેવા નહિ પણ ભંગાર જેવા છે. તમે પરણવા જાવ છે ત્યારે તમારા લગ્નના એકેક રિવાજો પણ જીવને ખાધ આપે છે કે, મૂર્ખ ! આ સંસાર દુઃખના દાવાનળ છે એમાં તુ' પડીશ નહિ, જો પડયે તે તારી રાખ થઈ જશે, પણ પરણવાના કોડમાં તમને કયાં ખ્યાલ આવે છે?
તમે ઘેરથી જવા માટે નીકળેા ત્યારે તમારી માતા કકુના ચાંલ્લા કરીને ઉપર ચાખા ચોંટાડે છે. આને તમે શું માને ધીરુભાઈ ? (શ્રેાતામાંથી અવાજ: શુકન) ચાંલ્લા કરીને ચેખા ચાડયા એમાં ઘણા આધ ભર્યાં છે. કપાળે ખીજું કંઇ નથી ચાંટાડતા ને ચાખા જ કેમ ચાંટાડે છે? જેમ ચાખા અણીશુદ્ધ હાય છે તેમ ઘઉં' પણ અણીશુદ્ધ જ હોય છે ને ? પણ ચાખા ચોંટાડવાનુ કારણ જુદું છે. એ માતા તમારા કપાળે ચેખા ચાંટાડીને કહે છે બેટા ! તુ પરણવા ભલે જાય છે પણ તારું જીવન ચેખા જેવું મનાવજે, ઘઉં વાગ્યા ઉગે છે પણ ચાખા વાવ્યા ઉગતા નથી. માટે તારા કપાળે ચાખા ચેાડીને હુ' તને આશીર્વાદ આપુ છુ કે તારા સંસાર વધવા ન જોઇએ. તું પરણીને સ ંસારથી અલિપ્ત રહેજે અને એવી ધમ કરણી કરજે કે ફ્રીને જન્મ-મરણુ કરવા ન પડે. આટલા અધા પરણવા ગયા, પરણીને આવ્યા પણ કેઇને આવા વિચાર આવ્યે છે ? પરણવાના કોડ છે ને! ત્યાં આવે! વિચાર કયાંથી આવે? લગ્નની ક્રિયાઓમાં પણ જીવને બેધ મળે છે. આ ઉપરથી સમજવુ' જોઈએ કે આ સંસાર દુ:ખમય છે, દુઃખનું મૂળ છે ને દુઃખની પર’પરાને વધારનાર છે.
સંસાર જો દુઃખમય ન હોત તા મહાપુરૂષો એને છેડત નહિ. છ છ ખંડના સ્વામી ચક્રવતિઓને ત્યાં કેટલી સાહ્યબી હોય છે, એમની સહાયમાં કેટલા દેવા હોય છે. નવ— નિષાત અને ચૌદ ચૌદ રત્ના એમની પાસે હોય છે. એમને ત્યાં કોઈ સુખની કમીના હોતી નથી. આવા ચક્રવર્તિ આને પણ સમજાઈ ગયુ` કે સ`સાર દુ:ખમય છે, દુ:ખનું મૂળ છે ને દુઃખની પરંપરા વધારનાર છે. તે પલવારમાં છ ખંડની સાહ્યબી છેડીને સ`સારને