________________
૨૨
શારદા સુવાસ
હું જાતે જ લડવા જાઉં હવે કેશલનરેશ લડવા માટે આવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
૨
વ્યાખ્યાન નં. ૨૪ શ્રાવણ સુદ ને ૬ બુધવાર “સંસાર કેવો ? ” તા. ૯-૮-૭૮
સન્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે હે ભવ્ય છો જગતમાં આત્મકલ્યાણ માટે મૂલ્યવાન ચીજ હોય તે તે ધર્મ છે. વસ્તુ જેમ કિંમતી હોય તેમ તેને તપાસવાનું સાધન પણ સૂક્ષમ હોય છે. લાકડા કરતાં અનાજ મૂલ્યવાન છે તેથી તેને માપવાને–તળવાને કાંટો ના હોય છે. અનાજ કરતાં તેનું ચાંદી વિગેરે કિંમતી છે તેથી તેને માપવાને કાંટો અનાજથી નાનું હોય છે અને સેનાચાંદી કરતા હીરા અને રને મૂલ્યવાન હોય છે તેથી તેને તોલવાને કાંટે તેનાથી પણ સૂક્ષ્મ હોય છે આવી રીતે જ્ઞાની ભગવંત કડે છે કે આ જગતમાં સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ ધર્મ છે. તેથી ધર્મ સૂમબુદ્ધિથી સમજી શકાય છે. કાંટો બરાબર ન હોય તે વસ્તુનું માપ બરાબર જાણું શકાતું નથી, તેમ આપણું ચિત્ત રૂપી કાંટે જે બરાબર ન હોય તે ધર્મ એ કેટલી અમૂલ્ય ચીજ છે તેનું માપ કાઢી શકાતું નથી. ધર્મતત્વને સમજવા માટે આપણી બુદ્ધિને નિર્મળ બનાવીને શાંત સ્થિર ચિત્તે ચિંતન કરીશું તે સમજાશે કે આવો ઉત્તમ માનવભવ પામીને મને જે જિનેશ્વર પ્રભુને ધર્મ મળે છે તે મહાન કિંમતી છે, ધર્મ એ સંસાર સાગરમાં અનંત કાળથી ડૂબકી લગાવતાં જીવોને માટે દ્વીપ સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે
जरा मरणवेगेणं बुज्ज्ञमाणाण पाणिणं ।
धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ ६८ ॥ આ સંસાર રૂપ મહાસમુદ્રમાં જરા અને મરણરૂપ જળ છે. તેના પ્રવાહમાં પ્રાણીઓ તણાઈ રહ્યા છે, ડૂબી રહ્યા છે. તેમને જે કઈ આશ્રય આપનાર હોય તે તે ધર્મ છે. દ્વીપમાં પાણીને પ્રવાહ પ્રવેશી શકતા નથી તેથી સમુદ્રમાં તણાતા જીવોને દ્વીપ આશ્રયનું સ્થાન છે, તેવી રીતે ધર્મ પણ સંસારના જીવો માટે એક આશ્રયનું સ્થાન છે. જે માણસ ધર્મના રંગે રંગાઈ જાય છે. તેનાં જન્મ-મરણ અટકી જાય છે. ધર્મ એ દરેક પ્રકારના ભયથી મુક્ત કરનાર દીવાદાંડી સમાન છે. જેમ સમુદ્રમાં સ્ટીમર અને વહાણેને ચેતવણી આપવા માટે દીવાદાંડી રાખવામાં આવે છે. દીવાદાંડી ચેતવણી આપે છે કે આ તરફ આવશે નહિ.