________________
૧૭૮
શારદા સુવાસ વાણિ હિસાબ કરવા બેઠે. એમાં માલની દલાલી, તળવાની મહેનત અને સરકારને ટેકસ બધું કાપતાં સવા ચાર રૂપિયે મણની આસપાસ તલ વેચાયા. પણ બિચારા ગરીબ અને ભલા ખેડૂતોને વહેપારીઓની ચાલબાજીની શું ખબર પડે ?
બિચારો પટેલ તે શેઠે પૈસા ગણીને આપ્યા પેટલા લઈને રવાના થઈ ગયે, પણ વાણી મનમાં મલકાવા લાગ્યું કે હું કે હોંશિયાર, મેંઘા ભાવના, ઉંચી જાતના તલ મેં તે સસ્તા ભાવે ખરીદી લીધા. મને તે કેટલે બધે નફો થશે? ભગવાન કહે છે કે હે જીવ! તું આ ધંધા કરે છે પણ યાદ રાખજે કે નરકગતિમાં કરવતથી કપાવું પડશે, અગ્નિમાં શેકાવું પડશે. ત્યાં તારો નફે રમવળ નીકળી જશે. બચાવે...બચાવોના પકાર કરીશ તે ય કઈ નહિ સાંભળે. ખરેખર ખેડૂત બિચારે રડે ને વહેપારી રળે તે ય પાછા રોદણાં રડતે જાય. આ શેઠ તો બધા વહેપારીઓમાં એવા ચાલાક હતા કે કોઈ ખેડૂત સફેદ તલ લઈને એની પાસે આવે ત્યારે કાળા તલના ગુણ ગાવા બેસી જ કે તમે કાળા તલ લઈને આવે તે મેં માંગ્યા ભાવ આપું, અને કોઈ કાળા તલ લઈને આવે ત્યારે સફેદ તલના ગાણું ગાવા માંડે ને કાળા તલને અપડે. બસ, એની પાસે તે એક જ કામ હતું કે ખેડૂત પાસેથી સસ્તા ભાવે અનાજ લેવું અને તે ભાવે ઘરાકને વેચવું. : “શેરના માથે સવાશેર”:- ઘણાં વર્ષોથી આ રીતે શેઠ ધંધા કરતા હતા. શેઠની આવી કુટનીતિ જોઈને ગામડાના કેળી પટેલે વિચાર કર્યો કે આ વાણિ કઈ દિવસ આપણને મેં માંગ્યા મૂલ્ય આપતું નથી. આપણે સારો માલ સસ્તા ભાવે જ ખરીદે છે. તે હવે આપણે એને ઘાટ ઘડવો જોઈએ. .૨ કોળી પટેલે ભેગા થઈને એક બીજાને કહેવા લાગ્યા કે આ શેઠ નથી પણ શઠ છે. એણે કેટલાય ખેડૂતોને ચૂસીને આંતરડી કકળાવી છે તે આપણે પણ હવે એની વખારનો ભાર હળવે કરવો છે. એ ધૂળે દિવસે દુનિયાને લૂટે છે તે આપણે રાત્રે એને લૂંટ છે. એટલે એને પણ ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે. ચારે જણએ નકકી કર્યું ને રાત્રે શેઠની વખારે ઉપડ્યા. વખારના દરવાજે મજબૂત ખંભાતી તાળું લગાવેલું હતું. આ લેકે તાળાને અડક્યા નહિ પણ પાછળ જઈને કેરું પાડ્યું, વખારમાં ઘણા તલ હતા. આ ચારે ય જણ વખારમાંથી ચાર મોટા કેથળા તલના ભરીને બહાર નીકળ્યા.
શેઠની વખારમાં ખાતર પડી તલના કેથળા તો કર્યા પણ હવે મધરાતે વેચવા ક્યાં જવું? જ્યારે આ પ્રશ્ન ઉભો થયો ત્યારે એક જણે કહ્યું કે આપણે બીજે ક્યાંય નથી જવું. આ તલ દાતારામ શેઠના છે તે એને ત્યાં જ પધરાવી દઈએ, ફઈબાએ નામ તો દાતારામ પડયું છે પણ ઉદારતાને તે એનામાં છાંટે ય નથી. એ તે રહે લે છે કે છેડે લાભ વધુ મળે તે અડધી રાત્રે પણ માલ ખરીદીન રીસા ચૂકવી દે.