________________
૧૮૮
શારદા સુવાસ દૂતે આવીને સૂરચકી રાજાના ચરણમાં પ્રણામ કર્યા, એટલે રાજાએ તેને આદર સત્કાર કર્યો ને ક્યાંથી આવ્યા છે ને શા કારણે આવ્યા છે તે પૂછયું. એટલે દૂતે કહ્યું મહારાજા! અમારા અસંગસિંહ મહારાજ આપના સુપુત્ર ચિત્રગતિકુમાર સાથે તેમની સુપુત્રી રત્નાવતીને પરણાવવા ઈચ્છે છે. જેવા આપના પુત્ર રૂપ અને ગુણથી પૂર્ણ છે તેમ અમારી કુંવરી પણ રૂપ અને ગુણથી પૂર્ણ છે. સેનામાં મણ જડવાથી શેભી ઉઠે છે તેમ આ બંનેને સબંધ થતાં સરખે સરખી જોડી મળી જશે. દૂતની વાત સાંભળીને રાજાએ રાણુને તેમજ ચિત્રગતિકુમારને પૂછ્યું. પૂર્વના સ્નેહના કારણે તરત ચિત્રગતિએ કહ્યું. પિતાજી ! આપને જે માન્ય હોય તે મને માન્ય છે. એટલે રાજાએ તરત માંગુ સ્વીકારી લીધું અને રનવતી અને ચિત્રગતિને વિવાહ નકકી થયે. શુભ દિવસે ખૂબ ધામધૂમથી તેમના લગ્ન કરવામાં આવ્યા. માતાપિતાએ રત્નાવતીને દાયજામાં ઘણાં ગામ, રથ, હાથી, ઘોડા, ઝવેરાત વિગેરે ખૂબ આપયું, અને પિતાની વહાલસોયી પુત્રીને સારી હિત-શિખામણ આપીને સાસરે મોકલી. રત્નાવતી આવા પતિને પ્રાપ્ત કરીને પિતાના જીવનને ધન્ય માનવા લાગી. આ તે ગતભવના સબંધ બાંધીને આવેલા છે અને નવ નવ ભવ સુધી સાથે રહેવાના છે. તેઓ સુખે ભેળવતાં દિવસે પસાર કરવા લાગ્યા.
- હવે સુરચકી રાજા વિચાર કરવા લાગ્યા કે મારે પુત્ર રાજ્ય સંભાળી શકે તે થયે છે તે હું નિવૃત્ત થાઉં. કારણ કે આ સંસાર માયાજાળ છે. એની ફસામણીમાં ફસાઈ રહીશ તે જીવનના અંત સુધી નહિ છૂટાય. આ રાજ્ય, વૈભવ, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર બધું અસાર છે. જગતમાં જે કંઈ સાર વસ્તુ હોય તે તે ધર્મ છે, બંધુઓ ! જુઓ આગળના રાજાઓ કેવા હતા ! રાજસુખે ભેગવતા હતા પણ સાથે એવું સમજતા હતાં કે જે જગતમાં કઈ સાર વસ્તુ હોય તે ધર્મ છે. બાકી બધું અસાર છે. એક દિવસ તે છોડવાનું છે તે આપણી જાતે જ શા માટે ન છેડીએ? એમને મન ધન એ પડવાની દવા જેવું અને ધર્મ એ પીવાની દવા જે હતે.
ધમ રૂપી દવાને કેવી ગણશે?કઈ પણ માણસને વાનું દર્દ થયું એટલે તે ડોકટર પાસે દવા લેવા ગયે. હેકટરે એને પીવાની દવા આપી ને માલીશ કરવાની દવા પણ આપી. બે દિવસ દવા લીધી ને તેને રાહત થઈ આ દર્દી ગામડીયે હતો એટલે એણે વિચાર કર્યો કે આ દવા ચેપડવાથી જે આટલી રાહત થઈ છે તે હું પી જાઉં તે જહદી રાહત થશે. એમ માનીને ચેપડવાની દવા તે પી ગયે. દવા ઝેરી હતી એટલે
સેનસે તૂટવા લાગી. જલદી ડેકટરને બોલાવ્યા. ડોકટરે પૂછયું–તમે કઈ દવા લીધી છે? ત્યારે પડવાની દવાની શશી બતાવી. ડોકટરે કહ્યું- અરે મૂર્ખ ! મેં તેને ચેખી વાત કરી હતી કે આ દવા માલીશ કરવાની છે ને આ દવા પીવાની છે. દેખ, એના પર લેબલ પણ લગાવેલું છે. પછી શા માટે પીધી? આવું કરીશ તે મરી જઈશ. હેકટરે ઉપચારે કરીને તેનું ઝેર કાી નાંખ્યું કે ગાયડી દદી બચી ગયે.