________________
શારદા સુવાસ
ચરિત્ર : જબુદ્વીપ કે ભરતક્ષેત્રમેં, કંચનપુર સુખદાય,
વન વાડી કર શોભતે સરે, જયમંગલ મહારાય હે....
શ્રોતા તુમ સુનજો જિનસેન કુંવર કે ચરિત્ર સુહાવના જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુરમ્ય, વિશાળ અને અનેક ધર્મસ્થાનકે, બગીચા, ઉઘાને ધર્મશાળાઓ વગેરેથી સુશોભિત કંચનપુર નામનું એક નગર હતું. નગર કેને કહેવાય? જે રાજ્યમાં રાજ્ય તરફથી પ્રજા પાસેથી કઈ પણ જાતને કર-ટેકસ લેવામાં આવતું નથી, તેનું નામ નગર છે. બહારગામથી આવતા અજાણ્યા અને થાકેલા મુસાફરે બગીચામાં મનહર વૃક્ષ નીચે વિશ્રામ કરતા. સુંદર મનહર જલાશ ને વાવડી એમાં સનાન કરતા અને ધર્મશાળાઓને આશ્રય લઈ તેમાં નિવાસ કરી શાંતિ પામતા હતા. અનેક પ્રકારના શેભાસ્પદ્ર સ્થાને કંચનપુર નગરની શોભામાં ઓર વધારે કરી રહ્યા હતા. તેથી કંચનપુર નગર દેવેલેક જેવું રમણીય લાગતું હતું. . કંચનપુરમાં ન્યાયી, પ્રતાપી અને દયાળુ જયમંગલ નામે રાજા રાજ્ય કરતા હતા.
જેમનું નામ જયમંગલ હતું તેવા તેમના કામ પણ મંગલમય હતા. રાજાને જૈનધર્મમાં દઢ શ્રદ્ધા હતી. તેમણે અથાગ પરિશ્રમ કરીને કંચનપુરમાં ઠેર ઠેર પૌષધશાળાઓ, જ્ઞાનમંદિર, દાનશાળાઓ, ધર્મશાળાઓ અને ધર્મસ્થાનકે બંધાવ્યા હતા. આ ઉપરથી સહેજે સમજી શકાય છે કે જયમંગલ મહારાજાના હૃદયમાં ધર્મનું સ્થાન કેટલું હશે? આવા રાજાઓનું જીવન રાતદિવસ લક્ષ્મીની લાલસામાં લટું બનેલા લક્ષ્મીનંદનેને લક્ષ્મીની અસ્થિરતાનું ભાન કરાવી લક્ષ્મીને સદ્વ્યય કરવાને બધપાઠ આપે છે. જયમંગલ રાજા પિતાના પુત્રને અને પ્રજાને સરખે ન્યાય આપતા હતા. એવું નહિ કે મારા પુત્રનો કે નેહીને ગુને છે તેને દબાવી દઉં ને બીજા ગુનેગારને શિક્ષા કરું. સહુને સરખે ન્યાય આપતા એટલે પ્રજાના હૃદય સિંહાસન ઉપર તેમણે આસન જમાવ્યું હતું. રાજા ઉપર પ્રજાની અત્યંત પ્રીતિ હતી અને રાજાને પ્રજા પ્રત્યે પુત્ર જેવું વાત્સલ્ય હતું.
આગળના રાજા મહારાજાઓ પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનાર હતા. પિતાની પ્રજાને સહેજ દુઃખ થાય તે રાજા સહન ન કરી શકે. એ સમયના રાજાઓના રાજ્યમાં પ્રજાને બિલકુલ ડર ન હતો. રાત્રે બારણું ખુલ્લા મૂકીને લેકે નિર્ભયતાથી સૂઈ જતાં અને આજે તે કેટલે બધે ભય છે! કના બારણાં પણ થોડીવાર ખુલ્લા ન રાખી શકે. ધોળા દિવસે મકાનમાં ચોરી થાય છે. આજની સરકારના રાજ્યમાં તો કયાં સુધી ભય વધે છે કે પહેલાં તો માલ-મિલકત ચોરી જતાં હતાં ને આજે તે સ્કૂલે ભણીને આવતા ફૂલ જેવા બાળકોને ગુંડા ઉપાડી જાય છે. બે દિવસ પહેલાં પેપરમાં હતું કે વરઘડીયાને ઉપાડી ગયા તે ચાર દિવસે પત્તો મળે. અત્યારે ચારે તરફથી જ્ય, ભય ને ભય વધી રહ્યો છે. સરકાર દિનપ્રતિદિન નવા નવા ટેકસ વધારતી જાય છે. પ્રજાને અનાજ પણ પૂરું