________________
શારદા સુવાસ હ, કાર લેતી વખતે રાણી પીચી નજર રાખતા. તેનું કારણ સમજ્યારે તેનું કારણ એ હતું કે વાન લેવા ગરીબે તે આવે પણ ધનના લાલચુ સુખી એ પણ આવતા. જે આંખ ઉચી રાખે તે નજર ભેગી થાય તે દાન લેનારે શરમાય. આ રીતે છૂટે હાથે દાન આપતા. સમય મળે અને ધર્મચર્ચા કરતા ને આનંદપૂર્વક રાજ્યનું પાલન કરતા. સમય આવે રાણી રાજાએ સાચી સલાહ પણ આપતા. જયમંગલ રાજાના મહાન પુણ્યને ઉદય હતો એટલે પિતે તે સારા હતા ને રાણી પણ સારા હતા. પ્રજા પણ રાજા તરફથી સંતોષી હતી.
કહેવત છે કે રાજા ગમે તેટલા સારા હોય પણ જે એને સલાહકાર પ્રધાન સારે ન હોય તે રાજ્યની શોભા વધતી નથી, પણ અહીં તે જિનદાસ નામે મંત્રી પણ જૈન ધમને રાગી હતું ને ચાર બુદ્ધિને સ્વામી હતું. જે સમયે જે કાર્ય કરવાનું હોય તે બધું બરાબર વ્યવસ્થિત કરી દેતે. તેમાં રાજાને કંઈ જેવું પડતું નહિ. આ જિનદાસ નામે પ્રપાન છે. રાજા રાણી અને મંત્રી બધા મુખ્ય પાત્રો સારા છે એટલે રાજ્યમાં કેઈ જાતની કમીના નથી. હવે બીજા પાત્રો કેવા મળશે તે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૩ શ્રાવણ સુદ ૫ ને મંગળવાર
તા. ૮-૮-૭૯ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને! અનંતકાળથી ભવ અરણ્યમાં ભમતા અને જાગૃત કરવા માટે તીર્થકર ભગવંતેએ આગમ રૂપી ભેરી વગાડીને સાદ પાડ કે હે ભવ્ય જીવે ! જાગે, હજુ કેમ સૂઈ રહ્યા છે? જ્યારે કોઈ રાજા ઉપર દુશમન રાજ ચઢી આવે છે ત્યારે ગામના રાજા સૈન્યને સજજ કરે છે ને યુદ્ધના રણશીંગા ફૂંકાય છે ત્યારે શૂરા ક્ષત્રિય સાબદા બની કેડ બાંધી શસ્ત્રોને સાજ સજી રણસંગ્રામમાં હસતે મુખડે જાય છે, ત્યાં એનું ખમીર ખીલી ઉઠે છે, તેમ જ્ઞાની ભગવંતે પણ આપણને આગમવાણીનાં રણશીંગા કુકીને કહે છે હે આત્માઓ! અનંતકાળથી કર્મ રૂપી શત્રુઓએ તમને ઘેરી લીધા છે, અને હેરાન પરેશાન કરી રહ્યા છે તેને જીતવા માટે ત્યાગની તલવાર હાથમાં લઈને ક્ષમાનું ખમીર ખીલ, અને રણસંગ્રામમાં જઈ કર્મશત્રુઓ ઉપર વિજય મેળવે. કારણ કે કર્મરાજા આમા ઉપર જમ્બર સત્તા જમાવીને આત્માને કચડી રહ્યો છે. કર્મના કારણે આ જીવને સંસારમાં રખડવું પડે છે. ઉત્તરાધ્યયન સૂરમાં ભગવાન ફરમાવે છે કે
"कम्मं च मोहप्पभवं वयन्ति, कम्मं च जाई मरणास्स मूलं।" કર્મ મેહથી ઉત્પન્ન થાય છે અને તે કર્મો જન્મમરણનું મૂળ કારણ છે. બંધુઓ! કસત્તાના પાશમાં સપડાયેલા જગતના સમસ્ત પ્રાણીઓ જન્મ મરણ નામના બે ભયંકર