________________
શાહી સુવાસ ચારેય જણા ખભે તલના કેથળા ઉંચકીને આવ્યા લેભીયા શેઠને ઘેર ને દરવાજા ખખડાવીને કહ્યું કે શેઠ! દરવાજા ખુલે. અમે તલ વેચવા આવ્યા છીએ. શેઠે બારણું ખેલ્યું પણ નાની બારીમાંથી ડેકું કાઢીને કહ્યું, ભાઈ! અત્યારે અડધી રાતે તે કાંઈ તલના સોદા થતા હશે ? સવારે આવજે. એટલે પેલા કેળી પટેલે કહ્યું, શેઠ! અમે ગામડેથી વહેલા નીકળ્યા હતા પણું વચમાં ગાડું કાદવમાં ખૂંપી ગયું. કાઢતાં વાર લાગી ને બળદ ચાલતા ન હતા એટલે આવતા મોડું થયું. કંઈક દયા કરે. સવાર પડતાં પાછા - ગામડે પહોંચવું છે માટે અત્યારે રોકડે માલ ખરીદો જેથી અમારી નવી વાવણી શરૂ થાય. - “ઠગને મળ્યા ઠગ":- વાણિયાએ જાણ્યું કે આ લોકોને અત્યારે ગરજ છે. તે ગરજને લાભ ઉઠાવી લઉં. વિચાર કરીને બોયે. અત્યારે તલ જોખવા હોય તે તેતાલીશ શેરને તેલ થશે. બોલે, કબૂલ છે? આ પટેલ પાક થઈ ગયા હતા. એટલે વિચાર કર્યો કે સીધી રીતે કબૂલ કરીએ તે વાણિયાને વહેમ પડે. તેથી બે હાથ જોડીને દયામણું અવાજે કહ્યું, શેઠ ! અમારી ગરજને આ ગેરલાભ લેવાય? જરા ભગવાનને તે ડર રાખે. તલ પકવતા કેસ ખેંચી ખેંચીને બાવડા રહી ગયા છે, ત્યારે શેઠે કહ્યું, અલ્યા ! તમે વળી મને ભગવાનને ડર બતાવનારા કેણ? હું તે દરરોજ ઉપાશ્રયે જવાવાળે, ગુરુને વંદન કરનારે, રાજ સામાયિક, પ્રતિક્રમણ અને ચૌવિહાર કરનારે, તિથિને દિવસે ઉપવાસ, આયંબીલને એકાસણું કરવાવાળો ને તું મને ભગવાનને ડર બતાવનારે કોણ? એક તે મારી લાખ રૂપિયાની ઉંઘ બગાડી ને પાછે મને ઉપદેશ દેવા બેઠે? બેંતાલે તેલ કરવા હોય તે સવારે દુકાને આવજે.
જુઓ, શેઠ કેવા લેબિયા છે ! જરાય કોઈની દયા ખાય છે? પેલા કેળીઓ દીનતાભર્યા સ્વરે કહે છે શેઠ! તમે નારાજ ન થાઓ, ભલે તેંતાલે તેલ કરે પણ અમારા તલ તળી લઈને અમને ઝટ પિસા આપો તે ઘર ભેગા થઈએ. બહુ થાકી ગયા છીએ. એટલે વાણિયાએ ચારે ય કેથળાના તલ તેંતાલા તેલે ને નમતા ત્રાજવે વટાવ વિગેરે કાપીને રોકડા રૂપિયા ગણુને દઈ દીધા. આ કેળી પટેલે પૈસા લઈને વિદાય થતી વખતે ધીમે ધીમે કંઈક ગાય તેમ બોલ્યા કે “રાત છે અંધારી ને તલ છે કાળા, લે વાણિયા લે, તલ તારા ને તારા. (હસાહસ) આ ચારે તે આટલું બેલીને ઝડપભેર રવાના થઈ ગયા. એ સમજતા હતા કે વાણિયે બહુ ચકોર છે. જે એને વહેમ પડશે તે બાર વાગી જશે. તેના કરતાં ઝટ ઘેર ભેગા થઈ જઈએ. પટેલના છેલ્લા શબ્દો શેઠે સાંભળ્યા કે “ રાત છે અંધારી ને તલ છે કાળા, લે વાણિયા લે, તલ તારા ને તારા."
આ શું બોલ્યા ? શું મારા તલ હશે ? મારી વખારમાંથી ચોરી કરીને તે નહિ લાવ્યા હેય ને? બનવા જોગ છે. અડધી રાત્રે ક્યાંથી આવે? અને તેતાલા તેલે