________________
શારદા સુવાસ
૧૬૭ દેખાયું કે એકાદ બે પાણી લાવીને કરમાયેલા બાલુડાને પાઈને તેના સૂકાયેલા હોઠ ઉપર હાસ્યની હરિયાળી સઈ શકે? એને તે ઉપર આભ અને નીચે ધરતી હતી. નિરાશ થઈને મોટા ત્રણ વર્ષના બાલુડાને જમીન પર સૂવા ને નાનાને મેળામાં લઈને બેઠી. હજાર નિરાશામાંથી એક આશાનું કિરણ ફૂટયું. એને એના ધર્મ ઉપર અને પિતાના શીલ ઉપર અડગ શ્રદ્ધા હતી.
આંખ બંધ કરી એકાગ્ર ચિત્તે પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! મેં મારા પતિ સિવાય કઈ પણ પરપુરૂષને મનથી ન ઈ હોય અને આટલા દુઃખમાં પણ મારું મન જૈનધર્મથી કદી વિચલિત ન થયું હોય તે મારા આ બે બાલુડાના રૂદન હાસ્યમાં ફેરવાઈ જાય એવું વાતાવરણ બની જાય. મારે બીજું કાંઈ નંથી જોઈતું. આ કુમળા કુલના મુખ સામે મારાથી જેવાતું નથી. ખરેખર, જે ધર્મ પર દઢ શ્રદ્ધા રાખે છે તેને દુઃખ અવશ્ય દૂર થાય જ સતીને પિકાર શાસનના રક્ષક દેવે અવશ્ય સાંભળે છે. તમારે તે કોઈને ટેલીફેન કરવું હોય તે નંબર લગાડ પડે, અહીં તે શ્રદ્ધાને ટેલીફેન લાગતા દેવેના આસન ચલાયમાન થાય છે. આ ધર્મશ્રદ્ધાનું અને શીયળનું અહૌકિક બળ છે. અરૂણાને ફેન પહોંચી ગયું. એણે આંખ ખોલીને જોયું તે પોતે
જ્યાં બેઠી છે ત્યાં ફરતે ફળફૂલના વૃક્ષોથી ભરપૂર બગીચે જે ને શીતળ જળનું નાનકડું સરોવર જોયું. એ જોઈને હૈયું હરખાઈ ગયું. અહાહા...પ્રભુ! શું તારી કરૂણાદષ્ટિ છે! એણે ઉભી થઈને સંતરા, ચીકુ, મોસંબી, દાડમ વિગેરે ફળ લાવીને ખવડાવ્યાં ને સરોવરનું પાણી પીવડાવ્યું. હવે બાળકે આનંદમાં આવ્યા.
“અરૂણા અરૂણને પિકાર કરતે અરૂણુ” – આ તરફ અરૂણા અને તેના બે બાલુડા ગયા એટલે ઘર ખાલી પડ્યું અને ઘરમાં સૂનું સૂનું લાગવા માંડયું, રસોડામાં જઈને જુવે છે તે રઈના તપેલા ને મિષ્ટાન્ન બધું ભરપૂર ભરેલું છે. એમાંથી એક કણ પણ ઓછો થયે નથી. આ જોઈને બધાને થયું કે આ તે જુલમ થઈ ગયું. એણે સાધુને તે કંઈ આપ્યું નથી, આપણે એને ખૂબ દુઃખ આપ્યું. એ ચાલી ગઈ. અરેરે... મારા કુલ જેવા બાળકે ભૂખ્યાં ને તરસ્યા શું કરતા હશે? સાસુ બહાર આવીને પાડોશણને કહે છે કે તમે ખોટી ભેરણી કરીને અમારા ઘરમાં કલેશ કરાવ્યો, અમારી વહુ છોકરાઓને લઈને ચાલી ગઈ. અરૂણાના પતિની આંખ પણ ખુલી ગઈ અહે! હું કપટ કરીને પરણ્ય, પવિત્ર સતી જેવી સ્ત્રી ઉપર અમે સીતમ ગુજાર્યો, એને કાઢી મૂકી પિતાની ભૂલને પશ્ચાતાપ કરતે એનો પતિ અરૂણાની શોધ કરવા નીકળે. અત્યારે ક્રૂરતાનું સ્થાન કરૂણાએ લીધું હતું, અને પ્રચંડતાના સિંહાસને પશ્ચાતાપની છડીએ પુકારાતી હતી. અરૂણકુમાર અરૂણું....અચ્છાના પિકાર કરતે વનવગડાના ખૂણે ખૂણે ઘૂમવા લાગે.