________________
શારદા સુવાસ - અરૂણ પિતાના ધર્મ ઉપર શ્રદ્ધા રાખી નિર્ભયપણે વનમાં આગળ વધતી ગઈ. એણે નિર્ણય કર્યો હતેા કે કઈ સારી જગ્યા મળે તે ત્યાં ઝુંપડી બનાવીને રહું, શુદ્ધ ધર્મનું આરાધન કરું ને શાંતિમય જીવન વીતાવું, એમ વિચાર કરતી એક ઘટાદાર વડલાના વૃક્ષ નીચે આવીને બેઠી. એને લાગ્યું કે આ સ્થાન નિર્ભય છે. હવે અહીં જ રહીશ, પણ આ નિર્ભય સ્થાનમાં પણ એને ભયને ભણકારા વાગવા લાગ્યા. સામે દષ્ટિ કરી તે કઈ પુરૂષ એની નજીક આવતે દેખાયે. વધુ નજીક આવે ત્યારે ઓળખી ગઈ કે આ તે મારો પતિ છે. એને જોતાં જ ધ્રુજી ઉઠી. અહો ! ઘરમાં આગ લાગી એટલે વગડામાં આવી તે વનમાં પણ આગ ! અહા ! મેં કેવા ક્રૂર કમે કર્યા હશે ! અરેરે... મને સંત સતીજીએ સમજાવતા હતાં કે બહેન ! આ સંસાર દાવાનળ છે, સંસારમાં કંઈ સાર નથી. તું દીક્ષા લે પણ હું સમજી નહિ ને સંસારમાં પડી તે આ દુઃખ આવ્યા ને? દીક્ષા લીધી હતી તે મારું કલ્યાણ થઈ જાત.
ભયની મારી અરૂણું કૂવામાં :- પતિને નજીક આવતે જોઈને અરૂણાને ધ્રુજારી છૂટી. પતિએ પણ નિર્જન જંગલમાં વૃક્ષ નીચે બે બાળકોને લઈને બેઠેલી સ્ત્રીને જઈને માન્યું કે મારી પત્ની છે. વેગથી દોડતું આવતું હતું. અરૂણાના મનમાં થયું કે એ આવશે ને મને મારશે અગર મારા ધર્મની નિંદા કરશે. એના હાથે મરવા કરતાં હું મારી જાતે જ આ બાજુના કૂવામાં પડીને મરી જાઉં. એવો નિર્ણય કરીને ઝડપભેર ત્યાંથી ઉઠી પિતાના બંને બાળકોને લઈને કૂવાકાંઠે જઈ શાસનદેવને પ્રાર્થના કરી સર્વ જેને ખમાવી, પંચ પરમેષ્ટી ભગવંતનું સ્મરણ કરીને બંને બાળક સહિત એણે કૂવામાં ઝંપલાવ્યું આ સમયે એને પતિ અત્યંત નજીક પહોંચી ગયું હતું, ત્યાં એના કાને ધમાકે સંભળાવે. નક્કી, અરૂણાએ બે બાળકને લઈને કૂવામાં ઝંપલાવ્યું લાગે છે. પતિને પારાવાર દુઃખ થયું. ધિક્કાર છે આ પાપીને! મારા પાપે, મારા ડરથી એણે કૂવો પૂર્યો ને? આશાભેર આવ્યો પણ મને અરૂણા ન મળી. અરૂણને એક તે પિતાની સતી જેવી પત્ની ગઈ તેનું દુખ થયું. બીજું નિર્દોષ સતી ઉપર આવે સીતમ ગુજાર્યો તેને હૈયામાં કારણે ઘા હતા, પણ પાછળને પરત શું કરે ! અરૂણને ભયંકર આઘાત હેવાથી તે બેભાન થઈને પડી ગયે.
“ અરૂણાની વહારે આવેલા દે”:- અરૂણા તેના બે બાળકને લઈને કૂવામાં પડી તે વખતે ધર્મના રક્ષક દેવેએ તેને અદશ્ય રીતે ઝીલી લીધી અને કૂવામાં વચ્ચે મઝાને સુંદર નાનકડો બંગલે બનાવી દીધું. તેમાં ખાવાપીવાની બધી સગવડ કરી દીધી. એટલે માતા અને બંને બાળકો આનંદથી કૂવામાં રહ્યા. બંધુઓ! જુઓ, ધર્મને કે પ્રભાવ છે! ધર્મ માણસને કષ્ટમાં કેટલી સહાય કરે છે એ આ દૃષ્ટાંત દ્વારા તમને સમજાશે. થડી વારે અરૂણાને પતિ ભાનમાં આવ્યો ત્યારે તેના મનમાં થયું કે મારી પ્રેમાળ પત્ની ગઈ બંને બાળકે ગયા તે હવે મારે જીવવાને શું અર્થ છે? જેને માટે આવ્યો હતો.