________________
૧૭૦
શારહા સુવાસ પણ પોતે દુઃખ સહન કરતાં કુટુંબ જૈન ધર્મનાં રંગે રંગાયું તેને અલૌકિક આનંદ થયે. સીએ ધર્મની આરાધના કરીને કલ્યાણ કર્યું.
દેવાનુપ્રિયે ! જે ધર્મ કરે છે તેની કસોટી તે અવશ્ય થાય છે પણ જે કટીમાં દઢ રહે છે તે સંસારસાગરને પાર ઉતરી જાય છે. તમને પણ કદાચ કસટી આવે તે ગભરાતા નહિ પણ દઢ રહેજે. ધર્મ તમને અવશ્ય સહાય કરશે.
સુમિત્રકુમાર ધર્મમાં શ્રદ્ધાવાન હતું. તે રાજ્યનું પાલન કરવા છતાં ધર્મને ચૂક્યો નથી. એક દિવસ સુમિત્ર રાજા સિંહાસને બેઠા હતા તે વખતે કલિંગ દેશથી એક દૂત આવ્યો. તે આવીને સમાચાર આપ્યા કે હે મહારાજા! આપના બહેન પ્રિયદર્શના જે કલિંગ દેશના રાજા સાથે પરણાવ્યા છે તેમનું અપહરણ થયું છે. એટલે મિત્રે પૂછયું કે મારી બહેનનું હરણ કરનાર કોણ છે? ત્યારે તે કહ્યું કે શિવમંદિર નગરના રાજા અનંગસિ હને પુત્ર કમલકુમાર તેનું હરણ કરી ગયો છે. તમે જલદી છોડાવવા માટે ચાલે. આ સાંભળીને સુમિત્ર રાજાને ખૂબ દુ:ખ થયું. કયાં કલિંગ અને કયાં શિવમંદિર નગર ! સુમિત્ર રાજા વિચારમાં પડ્યા કે હવે મારે શું કરવું ? આ સંસારમાં રહ્યો તે બધી ઉપાધિ છે ને ? આ યુદ્ધ-સંગ્રામમાં કેટલા માણસોની હિંસા થઈ જશે મને પિતાજીએ દીક્ષા લેવા ન દીધી તે આ હિંસામય યુદ્ધ કરવું પડશે. મારી ફરજ છે કે મારી બેન છે કે કઈ પણ બહેન-દીકરી છે તે તેને પરપુરૂષના હાથમાંથી છેડાવવી એ ક્ષત્રિયોને ધર્મ છે જે યુદ્ધ કરવા ન જાઉં તે મારે ક્ષત્રિય ધર્મ લાજે છે. તે ખૂબ ચિંતા કરવા લાગ્યા, બીજી તરફ બહેનનું હરણ થયાના સમાચાર બીજા કે વિદ્યાધર દ્વારા ચિત્રગતિએ સાંભળ્યા.
સતીની વહારે ચિત્રગતિકુમાર” – ચિત્રગતિ પરદુઃખભંજન હતે. તેને ખબર પડી એટલે તેણે પિતાના વિદ્યાધરને સુમિત્ર રાજા પાસે મોકલીને સંદેશે કહેવડાવ્યું કે હે સુમિત્ર રાજા ! તમે મારા ધર્મના વીરા છે. તમારી બહેન તે મારી બહેન છે. હું તેને શોધીને ચેડા દિવસમાં જ લઈ આવીશ. ચિત્રગતિના સમાચાર આવતા સુમિત્રની ચિંતા ઓછી થઈ ને તેણે ચિત્રગતિને ખૂબ ઉપકાર માન્યો. ચિત્રગતિએ વિદ્યાધરે દ્વારા તપાસ કરવી કે પ્રિયદર્શનને કોણ ઉપાડી ગયું છે ને હાલ તે કયાં છે ? તપાસ • કરાવતા ખબર પડી કે પ્રિયદર્શનનું હરણ કરનાર અનંગસિંહ રાજાને પુત્ર કમલકુમાર છે. એટલે ચિત્રગતિ મોટું સૈન્ય લઈને શિવમંદિર નગર પોંચે, અને એક હોંશિયાર દૂતને અનંગસિંહ રાજાના દરબારમાં મોકલીને સંદેશે કહેવડાવ્યું. દૂતે દરબારમાં આવીને અનંગસિંહ રાજાને કહ્યું કે અમારા રાજકુમાર ચિત્રગતિએ કહેવડાવ્યું છે કે તમારા પુત્ર કેમકે મારા મિત્ર સુમિત્ર રાજાની બહેનનું હરણ કર્યું છે. આ બહુ અગ્ય છે. પરાઈ