________________
શારદા સુવાસ
૧. પુ. આચાય શ્રી હરખચદ્રજી મહારાજ સાહેબનુ વૈરાગ્યમય, ચારિત્રની સુવાસથી મ્હેંકતા જીવનનુ' પૂ. મહાસતીજીએ સુ ંદર વર્ણન કર્યું હતું.)
X
વ્યાખ્યાન ન. ૨૧
૧૭૨
શ્રાવણ સુદ ૩ ને રવિવાર
તા. ૬-૮-૭૨
“ ભાવમ`ગલની મહત્તા ’
અનંત કરૂણાસાગર, નૈલેાકય પ્રકાશક, અનંત ઉપકારી સ`જ્ઞ ભગવાએ ભવ્ય જીવે ઉપર કરૂણાને ધોધ વરસાવી ધર્માંરૂપી મ ંગલનું સ્વરૂપ સમજાવ્યું છે, જગતના દરેક જીવેાની એ ઇચ્છા હૈાય છે કે મારા દરેક કાય` મ`ગલમય બને. કોઈ અમંગલની ઇચ્છા કરતું નથી. પેાતાનુ મંગલ થાય તે માટે સૌ તલસી રહ્યા છે. માનવ માત્રના અંતરના આકાશમાં સદાને માટે મંગલને સૂર્ય પ્રકાસ્યા કરે એવી ઝંખના જીવતર સાથે જકડાઇ રહી છે, પશુ જ્ઞાની ભગવ ́તા ફરમાવે છે કે તમે બધા મોંગલની ઈચ્છા કરી છે પણ પહેલા મંગલના મમ તમારે જાણવા પડશે. મગલના મમ જાણ્યા સિવાય મંગલની પ્રાપ્તિ થઈ શકતી નથી. કદાચ કાઈ ને મોંગલની પ્રાપ્તિ થઇ જાય તે તેના જતન થવા મુશ્કેલ છે. આમ તા મંગલ ઘણા પ્રકારનું છે. જેમ કે કોઈ ભાઇનું નામ મંગળદાસ હોય તેા તે નામ મંગલ છે. કોઇ ક્ષેત્ર પવિત્ર તીર્થધામ બની ગયુ. હાય તો તે ધામ મંગલ છે. કામ મંગલ સ્વરૂપે હોય તા તે કામ મંગલ છે. આવા અનેક પ્રકારના મંગલ આ જગતમાં રહેલા છે. આ બધા મગલની વાત છેડીને આપણે આજે એ મુખ્ય મગલની વાત કરવી છે.
આ બે મંગલ કયા છે તે જાણેા છે ? એક દ્રવ્ય મોંગલ અને બીજી' ભાવમ’ગલ તમે બહારગામ જાવ અગર તેા સંસારના શુભ કામે જાવ છે ત્યારે કપાળમાં કુકુના ચાંલ્લા કરીને ઉપર ચોખા ચોટાડા છે, દહી' કે ગોળ ચાખેા છે અને ઘરની ખહાર નીકળતી વખતે શુકન જુએ છે. ઘરમાંથી નીકળ્યા ને કોઇ સૌભાગ્યવતી સ્ત્રી અગર કુમારિકા મળે તે તેને શુભ શુકન ગણા છે. ગાય સામી મળે તે સારા શુકન થયા એમ માનીને આગળ વધે છે. આ બધા દ્રવ્યમ ગઢ છે. દ્રવ્યમ ગલ માહ્યલાભમાં ઉપયાગી છે પણ આભ્યંતર લાભમાં એના ફાળા નથી. આ જગતમાં ખાહ્યસુખની ઈચ્છાવાળા જીવા દ્રવ્યમ ગલમાં આન ંદ માને છે. દ્રવ્યમંગલ મળી ગયું એટલે જાણે બધુ જ મળી ગયું એમ સમજે છે, પણ માત્મિક સુખની ઝંખનાવાળા જીવાને મન દ્રવ્યમંગલની કિંમત નથી. એમને તે ભાવમંગલ પ્રાપ્ત થાય તેા જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ભૌતિક સુખની અપેક્ષાવાળા જીવાને સ્હેજ કંઈ અમંગલસૂચક ચિન્હ થાય તે તેમના મનની મૂંઝવણ વધી જાય છે. માની લે કે સવારમાં દૂધની તપેલી ઊ ́ધી પડી ગઇ ને મધુ દૂધ ઢોળાઈ ગયું, અગર ઘી ઢોળાઈ