________________
શારદા સુવાસ
૧૭૫ સ્ત્રીને ઉપાડી લાવવી તે ઘેર પાપ છે, માટે માન સહિત પ્રિયદર્શનને પાછી આપી દે. નહિતર યુદ્ધ કરવા તૈયાર થાઓ. આ સમયે કમલકુમારે કહ્યું કે પ્રિયદર્શનને પાછી આપવા માટે નથી લાવ્યું પણ તારા રાજાના હાથમાં લડવા માટે ચળ આવતી હોય તે કહી દેજે કે થોડી જ વારમાં મોતને ભેટવા તૈયાર થાય. હું તેને કીડાની માફક ચપટીમાં ચાળી નાંખીશ.
“યુદ્ધની વાગેલી ભેરી” – કમલને ઉદ્ધત અને ગર્વયુક્ત જવાબ સાંભળીને દૂતને ક્રોધ ચઢયે ને ચિત્રગતિ પાસે આવીને બધી વાત કરી. થેડીવારમાં જ કમલકુમાર સૈન્ય લઈને યુદ્ધ મેદાનમાં ચિત્રગતિ સાથે લડવા આવે. ચિત્રગતિ અને કમલ બંનેની સેનાઓ લડવા લાગી કમલ કરતાં ચિત્રગતિનું સૈન્ય મોટું અને બળવાન હતું. એટલે
ડી જ વારમાં કમલ અને તેની સેનાને હરાવી દીધી. પિતાને પુત્ર હારી ગયો તે સમાચાર અનંગસિંહ રાજાને મળ્યા એટલે તરત પોતે જાતે બીજું સૈન્ય લઇને રણસંગ્રામમાં લડવા આવ્યા. અનંગસિંહ રાજા ખુદ સૈન્યના મોખરે આવીને લડવા તૈયાર થયા. ચિત્રગતિ અને અનંગસિંહ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને બળીયા પુરુષો હતા ને બંનેનું સૈન્ય પણ બળવાન હતું. શસ્ત્રોને વરસાદ વરસવા લાગ્યો. અનંગસિંહ રાજા તીર, તલવાર, ભાલા, ગદા વિગેરે શસ્ત્રોથી ચિત્રગતિ સાથે લડ્યો પણ ચિત્રગતિને હરાવી ન શકયો. લડતા લડતા એના બધા શસ્ત્રો ખૂટી ગયા, ત્યારે છેવટે તેની પાસે એક દૈવી ખગ હતું તેને યાદ કર્યું એટલે ખગ ત્યાં હાજર થઈ ગયું આ ખડૂગને જોતાં ભલભલા રાજાઓના હાજા ગગડી જતાં હતાં પણ ચિત્રગતિ સહેજ પણ ડર્યો નહિ.
ખગ હથિયાર સામે કુમારે કરેલો ચમત્કાર” – બંધુઓ! ક્ષત્રિયને બચ્ચે કદી સંગ્રામમાં ડરે નહિ અને જે ડરી જાય છે તે સાચે ક્ષત્રિય ન કહેવાય, ખગ હાથમાં લઈને અનંગસિંહે કહ્યું– છોકરા ! તું નાનું બાળક છે એટલે મને તારી દયા આવે છે. આ ખડૂગ ચલાવતાં પહેલાં તને હું એક વાર કહું છું કે તું અહીંથી ચાલ્યો જા. શા માટે હાથે કરીને મોતને ભેટવા તૈયાર થયે છે? ત્યારે ચિત્રગતિએ કહ્યું છે રાજા! હું તમારી આગળ ભલે ના હોઉં પણ વીરના પુત્ર વીર હોય છે. તે કદી પછે. હઠ કરતા નથી. તારા હાથમાં દેવી ખગ આવ્યું છે એટલે તેને ઘણું અભિમાન આવ્યું લાગે છે પણ હું તને મારી વિદ્યાને પચે બતાવું છું. તું જઈ લે. એમ કહીને ચિત્ર 'ગતિએ અંધકાર વિદ્યાથી બધે અંધારું કરી નાંખ્યું. એવું ઘર અંધારું છવાઈ ગયું કે કેઈ કોઈને જોઈ ન શકે. અંધકારમાં કોણ મિત્ર અને કેશુ શત્રુ તે દેખી ન શકાય. આવા અંધકારમાં અસંગસિંહ રાજા મૂંઝાઈ ગયા. હવે તેના ઉપર ખગ્ર ચલાવવું? આવા ઘોર અંધકારમાં બધા પથ્થરની જેમ જડાયેલા ઉભા રહ્યા. હવે ચિત્રગતિ શું કરશે તેને ભાવ અવસરે કહેવાશે.