________________
૧૬૬
શારદા સુવાસ આ તરફ સમય થતાં સાસુ-સસરા અને એને પતિ ઘેર આવ્યા. એટલે આડેશી પાડેથી બધા એમને ચાડી ખાવા ગયા. ઘણાં માણસને ઘરની ખીચડી ખાઈને બીજાની નિંદા કુથલી કરવી, કેઈના ઘરમાં ઝઘડા કરાવવા બહુ ગમતા હોય છે. આ ઘરમાં વહુ પ્રત્યે દ્વેષ હતું. એ સૌ જાણતાં હતાં. એમાં આ નિમિત્ત મળ્યું, પાડોશણે કહ્યું–બાઈ! તારી વહુ તે આજે જૈન સાધુને બેલાવી લાવી હતી ને ઘરમાં લઈ જઈને બનાવેલી રસેઈ એને આપી દીધી. આમ મીઠું મરચું ભભરાવીને વઘાર કરીને બધી વાત કરી. સાસુને તે જોઈતું હતું ને મળી ગયું. એના અંતરમાં શ્રેષને દવ જલતે હતે. તેમાં કેરોસીન રેડયું પછી શું બાકી રહે? સાસુ બહારથી બરાડા પાડતી ધમધમ કરતી ઘરમાં આવીને કહે છે તે પાપણ! તે આ શું કર્યું? આજે તો મારે ફેંસલે કરે છે. આ ઘરમાં જે તારે રહેવું હોય તે તારો ધર્મ છેડ. એક મ્યાનમાં બે તલવાર નહિ રહી શકે. કાં તું નહિ ને કાં તે તારો જૈન ધર્મ નહિ. આ મિષ્ટાન્ન કંઈ એ મુંડિયા માટે હેતું બનાવ્યું. મિષ્ટાનનું મંગલાચરણ તે એ મુંડિયાથી જ કર્યું? ચાલી જા આ ઘરમાંથી તારું કાળું મુખ અમને કદી બતાવીશ નહિ. આમ કહીને સાસુએ એને મારવા માટે હાથમાં ધકે લીધે. સસરા અને પતિ પણ જૈન ધર્મનું હડહડતું અપમાન કરતાં વચનની ઝડીઓ વરસાવી રહ્યા હતા. આટલા દિવસથી બધું સહન કરતી હતી પણ આજનું કલેશમય વાતાવરણ જોઈને ધ્રુજી ઉઠી, ત્યાં સાસુએ ઘેક લઇને મારવા માંડી.
ધર્મ માટે વનની વાટે :- અરૂણાએ વિચાર કર્યો કે હવે આ ઘરમાં રહેવાય તેમ નથી. મને તે ગમે તેમ ભલે કહે પણ મારા ધર્મનું અને મારા ધર્મગુરૂનું અપમાન કરે તે કેમ સહન થાય? અને જ્યાં મને શખવી જ નથી ત્યાં કેવી રીતે રહેવું ! ભૂખી ને તરસી અરૂણ પિતાના કુમળા કુલ જેવા બે બાલુડાઓને લઈને વનવગડાની વાટે ચાલી નીકળી. ઘણે દૂર અઘેર જંગલમાં ચાલી ગઈ બંધુઓ ને બહેને! તમે સાંભળીને વિચાર કરે કે આ છોકરીની ધર્મમાં કેટલી શ્રદ્ધા છે! દેહ પડે તે કુરબાન પણ ધર્મને છેડે નહિ એ તેને અફર નિર્ણય હતે. આ એકલી અબળા પિતાના કુમળા ફુલ જેવા બાલુડાને લઈને જંગલમાં ગઈ એક તે ત્રણે ભૂખ્યા ને તરસ્યા હતા. સખત ગરમીના દિવસો હતાં. એટલે બંને બાળકો કહે છે બા ! બહુ ભૂખ લાગી છે. અમને દૂધ આપ ને, ખાવાનું આપ ને. મોટા માણસો કરમાઈ જાય તેવી ગરમી હતી તે પછી આ કુમળા બાળકોનું શું ગજું ! અરૂણ એક વૃક્ષ નીચે બંને બાળકને લઈને બેડી. નાને બાબે તે ભૂખ તરસથી એ શેષાઈ ગયે કે જાણે હાલતે ચાલતે પણ નથી ને મોટે ભાગે ખૂબ રડવા લાગે. છેકરાઓનું રૂદને માતાથી જોવાતું નથી. એણે ચારે તરફ દષ્ટિ કરી પણ કયાંય કઈ ફળ ફૂલનું વૃક્ષ દેખાયું નહિ કે પિતાના પુત્રના પેટની પુકાર શાંત કરી શકે ! અને ન તે કયાંય સરોવર