________________
શારદા સુવાસ ગઈ ! આ દુખ એના દિલમાંથી જતું નથી. સુમિત્રે રાજા બન્યા પછી પિતાના ભાઈ પદમકુમારને બેલાવીને તેને અમુક ગામ આપ્યા. એણે એ વિચાર ન કર્યો કે હવે હું સર્વોપરિ રાજા છું. મારી સંપૂર્ણ સત્તા છે. પદમકુમારની માતાએ મને ઝેર આપ્યું હતું તે હવે હું એને ગામ શેના આપું ? આ વિચાર ન કર્યો પણ જેની દષ્ટિમાં ઝેર ભર્યું હોય તેને સવળી મતિ કર્યાથી સૂઝે? જેવી માતા હતી તે દીકરો હતે. એટલે આટલા ગામ મળવા છતાં પદમકુમારને સંતોષ ન થયે. મનમાં વૈરની ગાંઠ વાળી કે જ્યારે મને લાગ મળશે ત્યારે હું સુમિત્રને બતાવી દઈશ. હું એને જીવતે નહિ રાખું. આમ વિચારીને ગામ છોડીને ચાલ્યા ગયે.
| સુમિત્રને પમકુમાર પ્રત્યે નામ ઠેષ કે ઈર્ષ્યા નથી. એ તે તેને પ્રેમથી બેલાવતે હતે પણ પદમકુમારના દિલમાં તેના પ્રત્યે દ્વેષને દાવાનળ સળગતું હતું, તેથી તે ભાગી ગયે. સુમિત્ર રાજ્યમાં રહેવા છતાં અનાસકત ભાવથી રહેતું હતું. બોલે તે ખરા, તમે કેવી રીતે રહે? સુમિત્રને રાજ્ય મળ્યું છે, પણ રાજ્યના સુખ ગમતા નથી અને આજે તે સત્તા માટે કેટલી પડાપડી થઈ રહી છે! યાદ રાખે કે ધર્મ વિના ત્રણ કાળમાં નથી. સુખ-દુઃખમાં જે કોઈ સાથી હોય તે ધર્મ છે. સગાવહાલા બધા દુઃખમાં તમારે ઉદ્ધાર થવાને સાથ છોડી દેશે પણ ધર્મ સુખમાં ને દુઃખમાં, આલેકમાં અને પરલેકમાં સાથે રહેશે. ધર્મ કરનારની કસેટી થાય પણ કટી વખતે જે દઢ રહે છે તેને દેવે પણ સહાય કરે છે.
માતા પિતાએ આપેલા સંસ્કાર” –એક ધમષ્ઠ શ્રાવકને અરૂણા નામની એકની એક પુત્રી હતી. આ શ્રાવકની રગેરગમાં જૈન ધર્મની શ્રદ્ધા હતી. એણે પિતાની પુત્રીને સંસ્કાર આપ્યાં હતાં કે બેટા! આપણુ દેવ અરહિંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત ધર્મ છે. તું એમની શ્રદ્ધા રાખજે. રેજ સામાયિક પ્રતિક્રમણ કરવું, વિભાજન ન કરવું, કંદમૂળ ન ખાવું અને કદાચ આ દેહ પડી જાય તે કુરબાન પણ શીયળ જવા દઈશ નહિ, આવા ઉત્તમ દઢ સંસ્કાર આપીને પિતાએ નિર્ણય કર્યો હતો કે મારી પુત્રીને જૈનધમી અને સંસ્કારી છોકરા સાથે પરણાવવી છે, પણ કર્મો ક્યાં લઈ જાય છે. શ્રાવક જૈન ધમી મુરતીયે શોધતો હતો. તેમાં અરૂણ નામને એક બનાવટી જૈન મુરતી મળી ગયે. ઘણી વખત એવું બને છે કે અસલી જેન કરતા નકલી જૈન વધુ ધમીઠ દેખાય છે. માતાપિતા નકલી જૈનને જોઈને અંજાઈ ગયા ને પિતાની વહાલસોયી, ધમક અને સુસંરકારી પુત્રીને પરણાવી દીધી. એમને સંતોષ થયે કે અમે શેધતાં હતાં તેવું જેન ઘર મળ્યું. હું તમને પૂછું–બેલે તમને કે મુરતી મળે તે વધુ આનંદ થાય? (હસાહસ) આજે માણસના દિલમાં ધર્મની શ્રદ્ધા ઓછી છે. તેથી ધમી મુરતીયા કરતા નાણુની કથળીને અને ચામડીના રૂપને વધુ મહત્ત્વ અપાય છે.