________________
શારદા સુવાસ
૧૬૫ “સંકટની જાળમાં સપડાવવા છતાં ધર્મમાં દઢ રહેલી અરૂણું – અરૂણું પરણીને સાસરે આવી. બે ચાર મહિના તે વધે ન આવ્યું. પછી તે ઘરમાં કાંદા-બટાટા આવવા લાગ્યા. રાત્રી જન ચાલુ થયું. આવા વાતાવરણથી અરૂણાનું દિલ દ્રવી ઉઠયું. અહે પ્રભુ! આ શું? કારણ કે અરૂણ જેન ધર્મની અનન્ય શ્રદ્ધાવાન હતી. એના દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ અને અહિંસામય ધર્મ તે તેને પ્રાણ હતું, પણ સાસરીયામાં તે આથી બધું જ વિરુદ્ધ હતું. અરૂણાના દિલમાં ઘણું દુઃખ થયું પણ પરણ્યા પછી શું થાય? એ કર્મને સમજતી હતી. એણે વિચાર કર્યો કે મારા પૂર્વકના ઉદયથી મને ધર્મ વિરૂદ્ધ ઘર મળ્યું. છતાં તે શાંતિ રાખતી પણ જેમ જેમ વખત ગયો તેમ અરૂણું પ્રત્યે દ્વેષ રૂપી દાવાનળ સળગતે ગયો તેથી અરૂણું સામાયિક પ્રતિક્રમણ કરે, નવકારમંત્રનું સમરણ કરે એ તેમને બિલકુલ ગમતું નહિ, તેથી ઘરમાં વિરોધને વંટોળ વધ્યો. તેઓ કહેતા જૈનધર્મ અમારા ઘરમાં ન જોઇએ. ધર્મ છોડાવવા તેના માથે જામ થવા લાગ્યા, પણ અરૂણાની દષ્ટિસમ્યફ હતી. એને હાડ હડની મીજામાં જૈનધર્મની શ્રદ્ધા પરગમી ચૂકી હતી. એટલે પતિ વિરોધી હતે, સાસુ સસરાને મેર એની સામે ખડો હતે છતાં તે કોઈની સામે એક પણ અક્ષર બેલ્યા વિના એના ધર્મમાં અડગ રહેતી અને બધાના સખ્ત વિરોધ વચ્ચે પણ એના નિયમોનું પાલન કર્યા કરતી. એના દિલમાં દુઃખ ઘણું થતું કે મેં કેવા પાપ કર્યા હશે કે આ ઘરમાં આવીને મેં કદી સુપાત્ર દાન દઈને મારા કર પવિત્ર ન કર્યો કે મારા ગુરૂ-ગુરૂણીના દર્શન પણ નથી કરી શકી.
મુનિને જોતાં હર્ષઘેલી બનેલી અરૂણુ” – એક દિવસ એના સાસુ, સસરા અને પતિ બધા એમના ધર્મને કઈ માટે ઉત્સવ હતું એટલે ત્યાં ગયેલા. ઘરમાં અરૂણા સિવાય કોઈ ન હતું. અરૂણાને બે બાલુડા હતા. એમને લૌકિક પર્વને દિવસ હતું એટલે સાસુજી મિષ્ટાન્ન બનાવવાનું કહી ગયા હતા. અરૂણાએ રસોઈ બનાવીને તૈયાર કરી. ઘરમાં બધી જોગવાઈ હતી. આ સમયે મનમાં ભાવ જાગ્યા કે કેઈ નિગ્રંથ ગુરૂ કે ગુરૂણી પધારે તે વહોરાવીને મારા કર પવિત્ર કરું. કુદરતે એવું જ બન્યું. એની ભાવના ફળભૂત થવાની એટલે બડાર એટલે જઈને નજર કરે છે તે મહાન તપવી જૈનમુનિને આવા જોયા. તેથી હરખઘેલી બનીને દેડી. પધારે....પધારે ગુરૂદેવ ! મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય. આપના પુનિત પગલાથી મારું ઘર પાવન થયું. ઘણાં વર્ષે ગુરૂના દર્શન થયા ને સુપાત્રે દાન દેવાને અવસર આવ્યો. એટલે ગાંડીતૂર થઈ ગઈ. આજે ઘરમાં પણ કેઈ નથી એટલે એને ફાવતું મળી ગયું. સંતને પિતાના ઘરમાં લઈ ગઈ. આજુબાજુમાં વસતા પાડોશીએ પણ જૈન ધર્મના કટ્ટર વિરોધી ઓ હતા એટલે જૈનને સાધુને ઘરમાં લઈ જઈને તે શું આપે છે તે જોવા લાગ્યા. જૈન મુનિઓ ગૃહસ્થના ઘરમાં ગમે તેટલું હોય પણ બહુ અલ્પ પ્રમાણમાં વહેરે છે. સામાન્ય એક સાકરને કકડો વિગેરે વહેરીને સત ચાલ્યા ગયા.