________________
૧૩૮
શારો સુવાસ દીકરી હોય તે સારું. વાતને વિસામે રહે અનંગસિંહ રાજાને ત્યાં પુત્રીની ખૂબ ઝંખના હતી. આ રાજાને શશીપ્રભા નામની પટ્ટરાણી હતી. શશી એટલે ચંદ્ર. એનું મુખ ચંદ્ર જેવું હતું. ધનવંતીને જીવ પહેલા દેવકથી ચવીને શશી પ્રભા રાણીની કક્ષામાં પુત્રીપણે આવ્યું. સમય જતાં તેને જન્મ થયો. પુત્રીને જન્મ થતાં રાજ્યમાં સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયે. જાણે કેઈ રાજાને ત્યાં સાત ખોટને કુંવર જન્મ ને જે આનંદ થાય તે આનંદ થયે. ખૂબ ધામધૂમથી અનંગસિંહ રાજાએ તેને જન્મ મહોત્સવ ઉજવે. તમારે ત્યાં પણ દીકરીની ખોટ હોય ને દીકરી જન્મે તે દીકરા કરતાં પણ તેના માન વધી જાય ને જાણે લક્ષ્મીજી પધાર્યા. (હસાહસ) કેમ બરાબર છે ને?
રત્નતી દિયા નામ સૂતા કા, હે વલ્લભ સબ તાઈ,
મહિલે ચિત શુભ સર્વ કલામેં, ઇપ્રવીન બનાઈ કુંવરી રૂપ અને ગુણેથી યુક્ત હતી, અને તેની માતાથી અધિક તેજસ્વી હતી. તેમાં તેનું નામ રત્નતી પાડયું. રત્નાવતી સને ખૂબ વહાલી. એને ભાઈ એ ઘણાં હતા. માતાઓ-ભાઈઓ બધા તેને ખળામાંથી નીચે મૂક્તા ન હતા, પછી દાસીઓને તે રમાડવાને વખત જ કયાંથી આવે? રત્નપતી ખૂબ આનંદપૂર્વક માતા-પિતા અને ભાઈઓના લડ-પ્યારમાં મોટી થવા લાગી. ધીમે ધીમે મેટી આીઓની સર્વ કળાઓમાં પ્રવીણ બની. એ તે રૂપ, બીજા ગુણો અને ચતુરાઈ હેય પછી શું બાકી રહે? અનુક્રમે બધી કળાએ શીખીને રત્નાવતી યૌવનને આંગણે આવીને ઉભી રહી.
અગસિંહ રાજાએ બોલાવેલ જેતિષી” – અનંગસિંહ રાજા પુત્રીને જોઈને વિચાર કરવા લાગ્યા કે મારી આ એકની એક સુશીલ અને સર્વાંગસુંદર કુંવરી કેની સાથે પરણશે? તે જાણવા માટે એક દિવસ રાજાએ એક હોંશિયાર જ્યોતિષીને બોલાવ્યું. રાજા મહારાજા બોલાવે એટલે તિષીઓ દોડતા આવે ને? તે રીતે જતિષી મહારાજા પાસે આવીને હાથ જોડીને ઉભો રહ્યો. મહારાજા! શું આજ્ઞા છે? ત્યારે રાજાએ પૂછ્યું કે આ મારી લાડકવાયી પુત્રીને પતિ કોણ થશે. ત્યારે જોતિષીએ કહ્યું
હે રાજન ! જો પુરૂષ આપ કા, તેગ છીન લે આઈ,
વહી સુતા કા કંત બને, એ સાંચ વાત દર્શાઈ હે મહારાજા ! જે પુરૂષ તમારા હાથમાંથી તલવાર લઈ લેશે એ તમારી કુંવરીને પરણશે. આ સાંભળીને રાજાને જરા ગુસે આવી ગયું કે હું, એ મારા હાથમાંથી તાવાર લઈને મારું અપમાન કરશે. રાજાના મુખ ઉપરની રેખા જોઈને તિષીએ કહ્યું કે મહારાજા! એ કઈ સામાન્ય પુરૂષ નથી. એ તમારા હાથમાંથી તલવાર લઈ લેશે અને જેના ઉપર સિદ્ધાયતના ક્ષેત્રમાં દેવતાઓ પુપની વૃષ્ટિ કરશે એ તમારી પુત્રીને પર શે. આ વાત સાંભળીને રાજાને ક્રોધ શાંત થઈ ગયે ને મનમાં વિચાર કરવા લાગ્યા