________________
શારદા સુવાસ છે એમ માનીને હવે તેને અગ્નિસંસ્કાર કરવા માટે લઈ જવાની તૈયારી કરે છે. આ કારણથી બધા રડે છે.
ચિવગતિએ ઉતારેલા ઝેર” –ચિત્રગતિ વિદ્યાધર પુત્ર હતું. વિદ્યાધરની પાસે ઘણી ઘણી વિદ્યાઓ હોય છે. ચિત્રગતિએ વિચાર કર્યો કે મારી પાસે વિદ્યા છે તેને અજમાશ કરું ને ઝેર ઉતરે તે કુમાર બચી જાય. એવા ભાવથી તેઓ નીચે ઉતર્યા ને રાજાની પાસે આવીને કહ્યું–મને કુમાર પાસે લઈ જાઓ. કેવા પ્રકારનું ઝેર છે તે હું જોઈ લઉં, પછી ઉતારવા પ્રયત્ન કરું, ત્યારે રાજાએ કહ્યું- ભાઈ ! તું તે હજુ નાનકડે છે. તું કેવી રીતે ઝેર ઉતારીશ? મેં ઘણું ઘણું ઉપચાર કરાવ્યા પણ સફળ થયા નથી, ત્યારે કુમારે કહ્યું–મને અજમાશ તે કરવા દે. એટલે તેને કુમાર પાસે લઈ ગયા. ચિત્રગતિને લાગ્યું કે વિષ ઉતરે એમ છે. તેથી તેણે પાણી મંગાવીને વિષહર મંત્ર જાપ કરીને સુમિત્રના મોઢા ઉપર છાંટયું ને થોડું પાણી શરીરે ચોપડયું. ડી વારમાં કુમારને હલી થઈ તેમાં બધું ઝેર નીકળી ગયું ને આંખ ખેલી એટલે બધાને ખૂબ આનંદ થયે. જ્યાં જીવવાની કેઈ આશા ન હતી ત્યાં કુમાર જીવી ગમે એટલે કેટલો આનંદ થાય ? એ તે અનુભવે તે જ જાણી શકે, સુમિત્રકુમારે પિતાને ફરતા બધાને ટિળાઈ વળેલા જોઈને પૂછયું કે મને અહીં શા માટે લાવ્યા છે? ને બધા કેમ ઉભા છે? એટલે રાજાએ કહ્યું.
“હે બેટા ! કયા કહું તુઝે અબ હૃદય કમલ હરસાયા, વિમાતાને જહર દિયા થા, ઇસ નરને જાન બચાયા. ”
હે મારા વહાલસોયા પુત્ર! તને શું વાત કરું. આજે તે હજારે નિરાશામાં આશાનું કિરણ ફૂટ્યું છે. તારી અપર માતા ભદ્રાએ ઈર્ષાભાવથી તને ઝેર આપ્યું હતું. પછી ચિત્રગતિ તરફ આંગળી ચીંધીને કહ્યું કે કેઈથી ન ઉતરે તેવું ભયંકર ઝેર આ પરમ ઉપકારી કુમારે ઉતાર્યું છે. એટલે સુમિત્રે ચિત્રગતિને આભાર માન્ય ને પૂછયું કે મને જીવતદાન આપનાર છે ઉપકારી મહાનુભાવ! આપ કેણ છે? મહાન પુરૂષ જદી કેઈને પિતાનો પરિચય આપતા નથી. ચિત્રગતિ મૌન રહ્યા એટલે સાથે આવેલા મંત્રીપુત્રે ચિત્રગતિને પરિચય આપે. તેથી સુમિત્રે કહ્યું–મારી માતાએ મને ગમે તે ભાવે ઝેર આપ્યું પણ મને તે આપના જેવા પવિત્ર પુરૂષના દર્શન થયા. આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. આપના ઉપકારને બદલે હું. કેવી રીતે વાળી શકીશ? ત્યારે ચિત્રગતિએ કહ્યું –ભાઈ મેં આમાં કંઈ માટે ઉપકાર કર્યો નથી. એક માનવ તરીકેની મારી ફરજ બજાવી છે. હવે હું જાઉં છું.
ચિત્રગતિએ જવા માટે માંગેલી રજાઓ - ચિત્રગતિએ જવા માટે રજા માંગી ત્યારે સુમિત્રે કહ્યું–વીરા ! હું તમને નહિ જવા દઉં. આપ અહીં થોડા દિવસ શકાય. ચિત્રગતિએ કહ્યું-હું કાઈ શકું તેમ નથી. મારે જવાની ઉતાવળ છે, પણ.