________________
શાણા સુવાસ સુમિત્રને ઘણો આગ્રહ હ તેથી ચિત્રગતિ રોકો અને મંત્રીપુત્રને પિતાના માતાપિતાને સમાચાર આપવા મોકલ્ય. સુમિત્ર જૈનધમી હતું એટલે તેની સાથે રહીને ધર્મચર્ચા કરવામાં ચિત્રગતિને ખૂબ આનંદ આવ્યો. પૂર્વના સંસ્કારો તે હતાં. તેમાં આ સંગ મળે એટલે જૈનધર્મ પ્રત્યે તેમને ખૂબ માન વધ્યું. એક દિવસ નગર બહાર સુયા નામના કેવળી ભગવંત પધાર્યા. વનપાલકે કેવળી ભગવાન પધાર્યાના સમાચાર આપ્યા. તેથી બધાને અપૂર્વ આનંદ થયે, અને સુગ્રીવ રાજા, ચિત્રગતિ, સુમિત્ર આદિ પરિવાર સહિત કેવળી ભગવાનના દર્શને આવ્યા. ભગવંતે બધા જીવનું કલ્યાણ થાય તે ઉપદેશ આપ્યો. આ સાંભળીને ચિત્રગતિને તે અત્યંત આનંદ થયો ને સુમિત્રને ઉપકાર માનતા કહ્યું-મિત્ર ! તમે મને આગ્રહ કરીને રેયો તે મને આ કેવળી ભગવંતના દર્શનને અને ઉપદેશ સાંભળવાને લાભ મળ્યો.
ચિત્રગતિએ કેવળી ભગવંતને વંદન કરીને કહ્યું કે પ્રભુ! મારા મહાન સદભાગ્યે આજે આ૫ના મને દર્શન થયા. આપની અમૃતવાણી સાંભળીને હું ધન્ય બની ગયે છું. આજે મારું હૈયું અલૌકિક આનંદ અનુભવી રહ્યું છે. જૈનધર્મ અમારે કુળધર્મ છે, મિત્રના સહવાસથી મારા અંતરમાં ધર્મભાવના જાગૃત થઈ છે, અને આપને ઉપદેશ સાંભળતાં વિશેષ જાગૃત બને . એટલે આજે હું આપની પાસે બાર વ્રત અંગીકાર કરવા ઈચ્છું છું. કેવળી ભગવંતે તેમને બાર શ્રત અંગીકાર કરાવ્યા. બંધુઓ ! જુઓ, આ ચિત્રગતિ વિદ્યાધર રાજાને પુત્ર હતું. એને ત્યાં સંપત્તિને પાર ન હતું. તેમજ દાણ વિદ્યાઓ શીખે તે, છતાં અભિમાની ન હતે. એક જ વખત કેવળ ભગવાનની દેશના સાંભળીને બાર વ્રતધારી બની ગયે. તમે કેટલા વખતથી સાંભળે છે? બેલે, હવે બાર બત અંગીકાર કરવા છે ને? હવે શું બન્યું.
સુન ઉપદેશ કરી નૃપ પૃચ્છા, કુંવર સુમિત્ર વિમાતા,
ગઈ કહાં લો ભાગ મહલસે, કહે જ્ઞાન કે જ્ઞાતા. સુગ્રીવ રાજાએ ઉભા થઈને સુયશા કેવળી ભગવંતને વંદન કરીને પૂછ્યું-ભગવંત! સુમિત્રકુમારને ઝેર આપ્યા પછી તેની ઓરમાન માતા ભદ્રારાણી મહેલમાંથી ભાગી ગઈ છે, તેને શેધવા માટે ઘણી કેશિષ કરી પણ એને કયાંય પત્તો પડતો નથી. તે છે કૃપાનીધિ ! મારા ગુણીયલ પુત્રને ઝેર આપનારી એ ભદ્રા ક્યાં ગઈ? એનું શું થયું? આગળના રાજાઓ કેવા પવિત્ર હતા ! આમ તે ભદ્રારાણીએ સુમિત્રને ઝેર આપ્યું હતું એટલે તેના પ્રત્યે દ્વેષ થાય ને? આજે કેઈના ઘરે આવું બને છે કે સામું જુવે ? પણ આ રાજા એવા ન હતા. એમણે એ વિચાર ન કર્યો. એ એવું સમજતાં હતાં કે દુનિયામાં ઉપકાર ઉપર ઉપકાર સૌ કરે પણ અપકાર ઉપર ઉપકાર કરે તે જ સાથે માનવ છે. ભલે, એણે ગુને કર્યો છે પણ હું એને સમજાવું ને એની મતિ સુધરે તે