________________
૧૫૮
શારદા સુવાસ મહાન લાભનું કારણ છે ને? માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ એને પશ્ચાતાપ થાય તે પવિત્ર બની જાય છે.
રામચંદ્રજી ચૌદ વર્ષ વનવાસ રહીને અધ્યામાં આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા કૌશલ્યા, સુમિત્રા વિગેરે રાણીએ, રાજકુમાર અને સારી અયોધ્યા નગરીની પ્રજા ઉમટી. રામચંદ્રજીએ સૌને જયા પણ પિતાની માતા કૈકેયીને ન જઈ એટલે પૂછ્યું, કે માતા કેરિયી કેમ દેખાતા નથી. કેઈએ જવાબ ન આપ્યો એટલે સિંહાસને બેસતા પહેલાં ઉકેયીના મહેલે ગયા, તે કયી ખૂબ રડતી હતી. રામે કૈકેયીના પગમાં પડીને કહ્યું–માતા! આજે સૌના મુખ ઉપર આનંદની ઉમિઓ ઉછળી રહી છે ને તું શા માટે રડે છે? ત્યારે કૈકેયી કહે છે બેટા! આ પાપણને તું પગે ન લાગીશ. તને રાજગાદીએ બેસવાના સમયે વનવાસ મેકલનારી આ અધમ માતા મરીને ક્યાં જશે? આ પાપણીનું મુખ તું ન જોઈશ, ત્યારે રામચંદ્રજીએ કહ્યું- હે માતા! તું આ શું બેલે છે? તું તે મહાન પવિત્ર છે. માતા! જે આ રોમ જગતમાં એાળખાયે હોય તે તારે પ્રભાવ છે. તેં મને વનવાસ મેક ન હોત તે પિતાજીની આજ્ઞાનું પાલન કરવાને લાભ મને મળત નહિ, એમ કહીને કૈકેયીને શાંત કરી. કેકેયીએ એક વખત ભૂલ તે કરી પણ પછી એને પસ્તાવો થયો. અનુભવીઓ કહે છે, માનવ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કરે તે માનવ છે. ભલ કરીને પશ્ચાતાપ કરે છે તે દેવ છે અને જે ભૂલ નથી કરતા તે મહામાનવ છે, પણ જે ભૂલ કરીને ભૂલ માનતા નથી અને ભૂલ કરી હરખાય છે તે દાનવ છે. એક બને પ્રસંગ યાદ આવે છે.
ચારિત્રના પ્રાંગણમાં ભૂલેલા રાજા” –ભૂયાજ નામે એક પવિત્ર રાજા હતા. તેઓ સંસારી હોવા છતાં યેગી જેવું જીવન જીવવાની તેમની ભાવના હતી, પણ માનવીનું હૃદય આકાશ જેવું છે. આકાશમાં કયારેક પૂર્ણિમાનો પ્રકાશ હોય છે ને કયારેક અમાસના અંધારા પણ હોય છે. પૂર્ણિમાના પ્રકાશના જેવા તેજસ્વી ભૂયરાજના અંતર આકાશે એક વખત વાસનાભર્યા મલિન વિચારની વાદળી ચઢી આવી, એટલે પ્રકાશ ઢંકાઈ ગયો. વાત એમ બની કે ભૂયાજ રાજા જોડે બેસીને ફરવા નીકળ્યા, ત્યારે કઈ ઘરમાંથી એક રૂપવંતી અબળા કચરે કાઢીને બહાર ફેંકવા આવી. તે સમયે રાજા ત્યાંથી પસાર થયા એટલે રાજાની દષ્ટિ તેના ઉપર પડી. રાજાના અંતઃપુરમાં એકએકથી ચઢિયાતી ઘણી રાણીઓ હતી પણ રાજાએ રૂપની પાછળ પતંગિયાની જેમ ભમે છે. પેલી સ્ત્રી ગરીબ હતી પણ રૂપરૂપને અંબાર હતી. જોતાવેંત રાજા તેના રૂપમાં અંજાઈ ગયા. એ માનસિક પવિત્રતા ખેઈ બેઠા અને મનમાં નકકી કર્યું કે આ સ્ત્રી મળે તે જ મારો જન્મારો સફળ થાય. હવે એમને ફરવા જવાને આનંદ ઉડી ગયો. એમનું ચિત્ત પેલી યુવતીમાં ચહ્યું. રાજાએ એ સ્ત્રીનું ઘર યાદ રાખી લીધું હતું. તે ફરવા જવાનું બંધ રાખીને પિતાના