________________
શાહ સુત્રાએ * “એક ટકે રે જાગ્રત બનેલે રાજાને અંતરત્મા" -રૂપસુંદરીએ મધુર સ્વરે પૂછયું મહારાજા ! કમળ જ છે કાદવથી ખરડાશે તે બીજા ફૂલે કેવી રીતે પવિત્ર રહી શકશે ! દેવાનુપ્રિયે! કદિયે આ રાજા ભાન ભૂલ્યા હતા પણ આમ તે પવિત્ર જ હતા, ખૂબ વિચક્ષણ હતા, એટલે ગૂઢ પ્રશ્ન સાંભળીને સમજી ગયા કે આ સ્ત્રી શું કહેવા માંગે છે. જાતિવંત ઘોડાને ચાબૂક બતાવવાની હેય, મારવાની ન હોય, રાજાને પિતાની ભૂલ સમજાઈ ગઈ અહે! હું ભાન ભૂલ્યો! રૈયતના રક્ષકને બદલે ભક્ષક બને ! પછી સામાન્ય માણસની તે વાત જ શું કરવી ? “ તેજીને ટકે ને ગધેડાને ડફણું" રાજા તે તેજી ઘડા જેવા હતા. એટલે એક શબ્દમાં સમજી ગયા. તમે બધા કેવા છો? એક ટકે રે સમજી જાવ તેવા કે ડફણું ખાવ તેવા? મારે તમને કંઈ કહેવું નથી. તમે તમારી જાતે જ સમજી લેજે. (હસાહસ) રાજા વિચારવા લાગ્યા કે અહો! કમળ જે હું છું. હું જે કામવાસનના કાદવથી મલીન બનીશ તે મારું શીયળવત ખંડિત થશે. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે પણ તેમાં લેપાતું નથી, તેવી રીતે આ સંસારના કીચડમાં
સવા છતાં તેનાથી અલિપ્ત રહીને નિર્મળ રહેવું, એમાં જીવનની ધન્યતા છે. આ પ્રશ્નને રાજાને ભાન કરાવ્યું. પ્રશ્નને ગંભીરપણે વિચાર કરીને બેલ્યા, બહેન ! કમળ કાદવથી નહિ લેપાય. આજે તેં મને અંધને દેખતે બનાવ્યું અને એક રાજા તરીકેની નહિ પણ એક સામાન્ય માનવી તરીકેની મારી ફરજ તેં મને યાદ કરાવી છે. તે બદલ હું તારે ઉપકાર નહિ ભૂલું. એમ કહીને સ્ત્રીને ચરણમાં પડી ગયા ને પોતાની ભૂલની માફી માંગી, અને કહ્યું, બહેન! તું કે, છે? મને તારી ઓળખાણ આપ. સ્ત્રીએ કહ્યું, હું આપની એક દાસી છું. મારી ઓળખાણ શું આપું ? રાજાએ પૂછ્યું, તું મારી દાસી કેવી રીતે ? મહારાજા ! સાંભળે. આપે મને બોલાવી લાવવાની જેમને આજ્ઞા આપી હતી એ મારા પતિ છે. હું એમની દાસી છે. આપના દાસની જે દાસી એ આપની પણ દાસી ગણાય ને?
જ્યારે તે આવી ત્યારે રાજાની આંખમાં વિકાર ભર્યો હતો એટલે દષ્ટિ મલીન બનેલી હતી પણ હવે દષ્ટિ નિર્મળ બની હતી એટલે રાજાએ એ સુંદર સ્ત્રીને પિતાની બહેન બનાવીને વિદાય કરી, ત્યારે એમની આંખમાં ભાઈ તરીકેનું વાત્સલ્ય નીતરતું હતું. પેલે સેવક પણ કેટલો ગંભીર હતો કે જે સ્ત્રીને રાજા ચાહતા હતા તે પિતાની સ્ત્રી છે એમ રાજાને ન કહ્યું. એ સેવક પિતાની સ્ત્રી મહેલમાં આવી ત્યારે રાજાની સાથે કેવી રમત રમે છે છે તે છુપાઈને જેતે હતું, પણ એની સ્ત્રીએ તે કમાલ કરી. ભાન ભૂલેલા રાજાની શાન ઠેકાણે લાવી. આથી તેના પતિની છાતી ગજગજ ફૂલી ગઈ ધન્ય છે સતિ તને ધન્ય છે! એવા શબ્દો એના મુખમાંથી સરી પડયા.
પાપના કરાર કરતા રાજા - બંધુઓ! પેલી સ્ત્રી તે ચાલી ગઈ પણ હવે ભૂયરાજના પશ્ચાતાપને કઈ પાર ન રહ્યો. અહ, પાપીએ આ શું કર્યું ? અંતરમાંથી વાસનાના વાદળો વિખરાઈ ગયા ને પુનઃ પ્રકાશ પથરાયે પણ પિતે જે ભૂલ કરી તેને