________________
શારદા સુવાસ મહેલમાં અવ્યા. ચિત્તને કયાંય ચેન પડતું નથી. પેલી રન જેવી ઝળહળતી રમણીની યાદ તેને સતાવે છે. છેવટે એ ભૂયરાજે પિતાના અંગત સેવકને બેલાવ્યો, અને ખાનગીમાં પેલી સ્ત્રીના ઘરનું નિશાન બતાવીને કહ્યું આ સ્ત્રીને તું ગમે તેમ કરીને મારા મહેલે લઈ આવ. હું એના વિના જીવી શકું તેમ નથી. જે તું એને નહિ લાવ તે તને જીવતે નહિ મૂકું.
“આકરી કેસેટીમાં આવેલ સેવક” :- સેવકે કહ્યું-ચોવીસ કલાકની મુદત આપ. રાજાએ કહ્યું-ભલે. રાજાને હુકમ સાંભળીને સેવકનું મગજ ભમી ગયું, આંખે અંધારા આવી ગયા પણ સેવક તે ચિઠ્ઠીને ચાકર હતે એનું રાજા આગળ શું ગજું! સેવક મનમાં વિચાર કરવા લાગે કે અ! આ પેટ માટે આવી વેઠ કરવી પડે છે ને? પેટ માટે આવી અપવિત્ર આજ્ઞા માથે ચઢાવવાની? જે અપવિત્ર આજ્ઞા પગ નીચે પણ ન રખાય એને માથે ચડાવવાની ફરજ પાડનાર આ પેટ છે ને? પૂર્વે કેવા પાપ કર્યા હશે કે મારે આવી આજ્ઞાનું પાલન કરવું પડે છે. પરસ્ત્રી માતા અને બહેન જેવી ગણવી જોઈએ તેના બદલે તેના શિયળને ભંગ કરવા ઉઠાવી લાવવાની ? ધિક્કાર છે મારા અવતારને ! અંતરમાં ઉહાપેહ કરતે સેવક રવાના થયે, રાજાએ બતાવેલ સ્થાને ગયો અને સ્ત્રીને રાજાની આજ્ઞાની વાત કરી, એટલે તે સ્ત્રીએ કહ્યું-કંઈ વધે નહિ રાજાને કહેજે. હું રાત્રે ખુશીથી તેમના મહેલમાં આવીશ. સ્ત્રીની વાત સાંભળીને સેવક તે સ્તબ્ધ બની ગયે, એના દિલનું દર્દ વધી ગયું. અહો ! જે ઢાલ જ તલવારનું કામ કરશે તે પછી બચાવશે કેણુ?
સ્ત્રીની મર્દાનગી' –બંધુઓ! તમને એમ થશે કે આ સ્ત્રી પણ ખરાબ હશે ધીરજ રાખે, મનમાં એના માટે ખરાબ વિચાર કરીને પાપ ન બાંધતા. સે કે રાજાને કહ્યું કે એ સ્ત્રી ખુશીથી રાત્રે આપને મહેલમાં આવશે. આ સાંભળી કામના કીડા ભૂયરાજના આનંદનો પાર ન રહ્યો. એણે મહેલને ખૂબ સુંદર રીતે શણગાર્યો. ભલભલા ભૂલા પડે તેવું તેના શયનખંડનું વાતાવરણ હતું. રાત પડતાં કાગડોળે હૃદયમાં વસેલી સુંદરીની રાહ જોવા લાગ્યા. એમની દષ્ટિ સામે સૌંદર્યની સુંદરી સિવાય બીજું કંઈ દેખાતું નથી. એવા એ વિષયાંધ બની ગયા છે. કાગડો રાત્રે દેખતે નથી અને ઘુવડ દિવસે દેખતું નથી પણ વિષયાંધ મનુષ્ય તે દિવસે અને રાત્રે નથી દેખતે. આપેલા સમય અને સંકેત પ્રમાણે તેજતેજના અંબાર સમી સુંદરીએ રૂમઝુમ ઝાંઝરનો ઝણકાર સાથે રાજાના શયનખંડમાં પગ મૂ. ઝાંઝરના ઝણકારે ભૂયરાજનું મન નાચી ઉઠયું, હૈયામાં વસેલી સુંદરી નજર સમક્ષ આવીને ઉભી રહી, એને જલદી ભેટવા માટે ભૂયરાજે હાથ લંબાવ્યા, એટલે સુંદરીએ નીડરતાથી કહ્યું- મહારાજા ! જરા ધીરજ ધરે. હૈયાને ઉમળકે હૈયામાં રાખે. હું તમને એક પ્રશ્ન પૂછું તેને જવાબ આપે. રાજાએ કહ્યું-જે પ્રશ્ન પૂછે હેય તે જલ્લી પૂછી લે. હવે તારી વિરહદના મારાથી સહન થતી નથી.