________________
શારદા સુવાસ
કપાઈ રહી છે. ગમે તે માટે શક્તિધારી મનુષ્ય પણ આયુષ્યની દેરીને સાંધવા સમર્થ નથી, માટે જ્યાં સુધી આયુષ્યની દેરી તૂટી નથી ત્યાં સુધી જીવનમાં ધર્મારાધના કરી લે. જે ધર્મની આરાધના કરે છે તેના રાત્રિ અને દિવસે સફળ બને છે, અને જેઓ ધર્મારાધના કરતા નથી પણ ભેગવિલાસમાં જ રચ્યાપચ્યા રહે છે તેને રાત્રિઓ ને દિવસો અફળ જાય છે. હવે બેલે, તમારે તમારા જીવનમાં રાત્રિ ને દિવસે સફળ બનાવવા છે કે અફળ?
આપણો આત્મા ભવસાગરની સફરે નીકળેલે યાત્રિક છે. ઘણી લાંબી યાત્રા કરતે કરતે પવિત્ર તીર્થધામ સમા માનવભવમાં આવ્યું છે. અહીં જ એને સફરની સફળતા મેળવવાની છે. ઘણું માણસ બબે-ત્રણ ત્રણ મહિના યાત્રાએ જાય છે. એ યાત્રા પૂરી કરીને આવે છે ત્યારે લોકે એમનું સ્વાગત અને સન્માન શા માટે કરે છે? તે તમને ખબર છે ને? વૈષ્ણવ લેકે એમ માને છે કે યાત્રા કરીને આવનાર પવિત્ર બની ગયે હેય. એના પાપ ધોવાઈ ગયા હોય, ભાવ શુદ્ધ બની ગયા હોય એવા આશયથી સ્વાગત કરે છે પણ યાદ રાખજો કે માણસ ગમે તેટલી યાત્રા કરીને આવે પણ જે તેને આત્મા પાપભીરૂ ન બન્યું હોય, તેના જીવનમાંથી દુર્ગની દુર્ગધ ન ગઈ હય, આત્મા પવિત્ર ન બન્યું હોય તે તેની યાત્રા સફળ બનતી નથી, તેવી રીતે આ અનંતભવને યાત્રિક આપણે આત્મા મનુષ્યભવ, આર્ય ક્ષેત્ર, ઉત્તમકુળ અને જૈન ધર્મરૂપી પવિત્ર તીર્થસ્થાનમાં આવ્યો છે. અહીં આવીને જે તેના જીવનમાંથી કષાયેની કડવાશ ન જાય અને કર્મોની કાલિમા ધવાય નહિ તે આ યાત્રા સફળ થાય ખરી? “ના” હવે જે આ વાત સમજાતી હોય તે યાત્રાને સફળ બનાવવાના પ્રયત્ન કરે આ પવિત્ર તીર્થધામ સમાન માનવભવમાં રાગ-દ્વેષ, અને વિષય કષાયના કચરા દૂર કરે.
માનવજન્મ રૂપી તીર્થધામ સમાન બીજું કઈ પવિત્ર ધામ નથી પણ અનાદિ કાળથી જીવ સંવરના સ્થાને પણ આશ્રવ કરે છે એટલે કર્મબંધન તેડવાને બદલે કર્મબંધન કરે છે, પણ યાદ રાખજો કે બીજા સ્થાનમાં કરેલા પાપ ધર્મસ્થાનકમાં છુટી જાય છે પણ ધર્મસ્થાને તે વા, વઝા મવિષ્યતિ | ધર્મસ્થાનકમાં કરેલા પાપ વજાલેપ જેવા બની જાય છે. ધર્મસ્થાનકમાં ધર્મારાધના કરીને પાપને સાફ કરવાના છે પણ રાગ-દ્વેષ, પારકી નિંદા, કુથલી કરીને ગાઢ કેમ બાંધવાના નથી. અહીં એક દાંત યાદ આવે છે.
એક વેશ્યાના ઘરની સામે એક સંન્યાસી રહેતું હતું. આ વેશ્યા રોજ સવારમાં ઉઠીને સંન્યાસી બાવાને નમસરકાર કરતી હતી અને મનમાં જ ચિંતવણુ કરતી હતી કે આ મહાન ભેગી આત્મજ્ઞાનમાં કેવા મસ્ત રહે છે! એ કેવા પવિત્ર છે ! ધન્ય છે એ પવિત્ર અંત્માને અને હું કેવી અધમ, નીચ છું કે સવારથી ઉડું ત્યારથી પાપ કરું છું. પવિત્ર પુરૂષને પછાડી દઉં છું. અરેરે.મરી જઈશ ત્યારે મારા માટે તે નરક