________________
૧૫ર
શારદા સુવાસ હતા પણ બંનેમાં આસમાન અને જમીન જેટલું અંતર હતું. સુમિત્ર વિનિત, ગંભીર અને દરેક જનું ભલું કરનારે હતું. જ્યારે પદમકુમાર સ્વાર્થી અને નીચ વૃત્તિને હતે. સુમિત્રના લોકો બે મેઢે વખાણ કરતાં ને કહેતા કે રાજા સુમિત્રને જ રાજ્યને વારસદાર બનાવશે. પદમકુમાર રાજા બને તેવી તેનામાં બુદ્ધિ નથી. આ સાંભળીને ભદ્રા રાણી બળી જતી.
“ઈથી ભદ્રા રાણુએ આપેલું ઝેર :- ભદ્રાના મનમાં એ કુવિચાર ઉત્પન્ન થયે કે જ્યાં સુધી આ સુમિત્ર જીવતે રહેશે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય નહિ મળે. માટે હું એને કોઈ પણ રીતે વિનાશ કરું. એમ નક્કી કરીને એક દિવસ તેણે સુમિત્રને ઘણા પ્રેમથી પિતાના મહેલે બોલાવ્યું. સુમિત્ર તે પવિત્ર હતું. એને માતાના કપટની ખબર ન હતી. એ તે જઈને માતાના ચરણમાં પડયે ને પૂછ્યું, માતા! મને કેમ યાદ કર્યો ? ત્યારે ભદ્રાએ કહ્યું, બેટા ! તું મને ખૂબ વહાલે છે. મેં તને ઘણું દિવસથી જોયે ન હતું તેથી બોલાવે છે. તું બેસ. ખૂબ પ્રેમથી બેસાડે. એડી વારે કહેલા દૂધને ગ્લાસ લાવીને કહે છે બેટા ! આ દૂધ પી, ત્યારે સુમિત્રે કહ્યું, માતાજી! મને બિલકુલ ભૂખ નથી, ત્યારે કહે છે બેટા! આ માતાના મહેલેથી ભૂખ્યા ન જવાય. થવું તે પી. ખૂબ કહ્યું એટલે સુમિત્રકુમારે થોડું દૂધ પીધું. રાણીએ દૂધમાં ભારે ઝેર નાંખ્યું હતું. એટલે સુમિત્રે જેવું દૂધ પીધું તે જ તે બેભાન થઈને પડી ગયે.
બનવા કાળે બનવાનું હશે એટલે તે જ સમયે કોઈ કાર્યમાં રાજાને સુમિત્રની જરૂર પડી. એટલે શોધતાં ભદ્રારાણીના મહેલે આવ્યા ને જોયું તે સુમિત્રકુમાર બેભાન દશામાં પડે છે. એનું શરીર લીલું થઈ ગયું છે. આ જોઈને રાજા સમજી ગયા કે આને ઝેર આપવામાં આવ્યું છે. એટલે રાજાએ તરત જ મંત્રીઓને વૈદેને તેમજ ડોકટરને બોલાવવા મોકલ્યા. મોટા મોટા વૈદ અને ડેકટરે આવ્યા. ઉપચારે શરૂ થયા પણ કઈ રીતે ઝેર ઉતરતું નથી. બધાને ચિંતા થવા લાગી કે હવે શું થશે ? આખા નગરમાં એવી વાત ફેલાઈ ગઈ કે ભદ્રાએ ઈર્ષાના કારણે સુમિત્રને ઝેર આપ્યું છે. ભદ્રા રાણીને કાને વાત આવી એટલે એના મનમાં થયું કે હવે રાજા મને મારી નાંખશે. તેથી ભયની મારી મહેલની પાછલી બારીએથી ભાગી ગઈ. આ તરફ મહારાજાએ સુમિત્રનું ઝેર ઉતરાવવા ઘણાં ઘણાં પ્રયત્ન કર્યા. મંત્રવાદી-તંત્રવાદીઓને લાવ્યા. ઝેર આખ્યાને બન્ને દિવાસા થઈ ગયા પણ હજુ ઝેર ઉતરતું નથી. ગામમાં હાહાકાર મચી ગયો છે. સૌના મુખ ઉદાસ બની ગયા છે. રાજમહેલ આગળ ઘણું માણસે ભેગા થયા છે ને કાળે કલ્પાંત કરે છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.