________________
૧૫
શારદા સુવાસ
ગઈ કે દીકરાને મને લઈ જવાની ઇચ્છા નથી. એટલે કહે છે જોજે ડાં દીકરા ભૂલતા નહિ. પૈસા જરૂર મેકલો ને કાગળ લખજે. દીકરો કહે ભલે....ખા. એમ આશ્વાસન આપીને પેાતાને ઘેર આવ્યા. ચાર પાંચ મહિના તે પૈસા મોકલ્યા, કાગળ પણ લખ્યા પણ પછી પુત્ર પરિવાર અને પત્તીના પ્યારમાં તથા ધનના ઘમંડમાં દુ:ખીયારી માતાને વિસારી દીધી,
kk
છતે પુત્રે માતાની કારમી કહાણી '' :- આ તરફ માતાને શેઠે ઘરમાંથી કાઢી મૂકી એટલે એક ખૂણામાં ભાંગ તૂટી ઝુંપડીમાં પડી રહે છે. કાઈ દયાળુ મટકુ રટલે આપે તેા ખાય છે. નહિતર ભૂખી રહે છે. ભૂખનું દુ:ખ સહન થતું નથી એટલે કોઈની પાસે પુત્રને પૈસા માકલવા પત્ર લખાવે છે પણ પુત્ર તે માતાને પત્ર વાંચતા નથી. કચરા નાંખવાની ડોલમાં ફ્રેંકી દે છે. ચાર પાંચ પત્રા લખાવ્યા પણ બધા કચરામાં ગયા, પણુ દીકરાએ માની ખબર ન લીધી તે ન જ લીધી. કવિ કડે છે.
લાખા કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠંર્યો,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભુલશા નહિ. લાખપતિના મા-ખાપ જો દુઃખી હોય તેા એના લાખ એ રૂપિયા રાખની ઢગલી છે. આ છોકરા લાખા રૂપિયા કમાતા હતા પણુ ઉપકારી માતા જે ઘરઘરમાં ટુકડા માંગીને ખાય છે તેની ખખર લેતે નથી. આવા પુત્રને હજારો વાર ધિક્કાર છે. છેવટે માતા મરણુ પથારીએ પડી ત્યારે સમાચાર મેાકલાવ્યા કે દીકરા ! એક વખત તારુ' મુખ ખતાવી જા, તે મને સતાષ થાય. જુઓ, દીકરો આટલા દુઃખમાં માતાની ખખર લેતે નથી છતાં મા દીકરાને કેટલું ઝ ંખે છે ! મોંધુએ ! દુનિયામાં બધું મળશે પણ માતાના હેત નહિ મળે. માતાએ લખાવ્યું કે દીકરા આ પત્ર વાંચીને જલ્દી આવજે. આ તારી દુઃખીયારી માતાના આ છેલ્લા સંદેશ છે, હવે ફરીને સ ંદેશા મોકલવાની નથી. પુત્ર માતાના અંતિમ સ ંદેશે વાંચ્યા, એનું હૃદય હચમચી ઉઠયું. અહા ! જે માતાએ મારે માટે કેટલાં કષ્ટો સહ્યાં, મને પેટ ભરીને જમાડવા કાઇ ન જાણે તેમ કેટલા ટંક ભુખી રહી, મને ભણાવવા એણે શરીર સાષુ' ન જોયુ, આવી પવિત્ર માતાની મેં ખબર ન લીધી ! હું મારી ફરજ ચૂકી ગયા! એમ પશ્ચાતાપ કરતા માતાને મળવા અધીરા અન્ય ને તરત ખસ પકડી લીધી.
પાછળના પસ્તાવા છુ' કામના ? ગામ આવતા ખસમાંથી ઉતરીને ગામમાં દાખલ થયા. ત્યાં સમાચાર મળ્યા કે દીકરાના નામની માળા જપતી માતા આજે સવારે મૃત્યુની ગાઢ નિદ્રામાં પોઢી ગઇ, ગામના લોકોએ ભેગા થઈને એની અંતિમ ક્રિયા કરી. આ સમાચાર સાંભળીને દીકરાને ખૂબ આઘાત લાગ્યા. એક તરફ માતાના આધાત છે ને ખીજી તરફ ગામના લોકો એના તિરસ્કાર કરતાં ખેલવા લાગ્યા કે જીવતાં માની ખબર લીધી નહિં ને હવે દેખાવ કરવા માટે આવ્યો. કાઈ કટાક્ષ કરતા બેલે છે કે જુએ....