________________
શાહ સુવાસ અને જમીન લઈ લઈશ. એટલે બાપ કેઈની પાસે ભીખ માંગીને ટિકિટના પૈસા મેળવી શોધતા શોધતે પુત્રને ઘેર ગયે. પ્રેમથી પુત્રને કહ્યું–બેટા! તું અમને સાવ ભૂલી જ ગયે! અમારા સામું તે જે. અમે ભૂખ્યા મરીએ છીએ, તે પણ દીકરાએ સામું ન જોયું, ત્યારે કહે છે બેટા! તને પરણાવવા માટે ઘર અને જમીન ગીરવે મૂક્યા છે તે શેઠ અમને બહુ ધમકી આપે છે તે તું પૈસા આપ તે હું ઘર અને જમીન છેડાવી લઉં. એ ઘર લઈ લેશે તે અમે કયાં રહીશું ? આટલું બોલતાં બાપની આંખમાંથી બેર બેર જેટલા આંસુ ટપકવા લાગ્યા તે પણ દીકરાનું દિલ ન પીગળ્યું, ત્યારે જરા ગુસ્સે થઈને કહ્યું. દીકરા! અમે તે તાર ઉપર આશાને ઘેર બ હ પણ તું તે કૃતન નીવડે. પેટે પાટ. બાંધીને તને ભણાવે, ગણુ ને પરણુ એને તું અમને આ જ બદલે વાળી રહ્યો છે? મા-બાપની આંતરડી દુભાવી રહ્યો છે ? તે પણ દીકરે ન પીગળે. બાપને પાણી સમું પાયું નહિ. અહાહા...હદય કેવું કઠેર બની ગયું !
પથ્થર પૂજ્ય પૃથ્વી તણું, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનના કાળજા, પથ્થર બની છુંદશો નહિ. આ છે એ નિખર બની ગયો કે બાપ આટલું કરગર્યો છતાં પીગળે નહિ, અને ઉપરથી કહ્યું કે ચાલ્યા જાવ. ભણુ, ગણાવ્યું, પણ એમાં શું મોટું કર્યું છે? તમારી ફરજ હતી. અરે બેટા! તે તારી ફરજ શું છે? તારી માતા તને યાદ કરી કરીને ઝૂરે છે. મરવા પડી છે તેની તે દયા કર, ત્યારે કહે છે કાલે મરતી હોય તે આજે મરે. મારે કોઈની જરૂર નથી. દીકરાના આવા કઠેર શબ્દ બાપનું હદય વીંધી નાંખ્યું. તેમને ભયંકર આઘાત લાગ્યું. આશાભેર આવેલે બાપ નિરાશ થઈને પાછો ફર્યો. બાપ ઘેર આવ્યું ત્યારે શેઠે ઘર અને જમીન ટાંચ લાવીને કબજે કરી લીધા. આ બધાથી બાપનું હદય ચીરાઈ ગયું ને પુત્ર જે વર્તન કર્યું તેના આઘાતે તે બાપના પગ ભાંગી ગયા. પુત્રના આવા નિર્દય વર્તનથી માતાને ખૂબ દુઃખ થયું ને બાપને અસહ્ય આઘાત લાગે એટલે ચેડા સમયમાં તે અંતિમ સેડ તાણને સૂઈ ગયા.
માતાએ કરેલી આજીજી” – પિતા મરણ પામ્યા એટલે આડશીપાડોશીએ એને દીકરાને ખબર આપ્યા, તે પણ એને આઘાત ન લાગે, પણ વ્યવહાર દષ્ટિથી બાપની અંતિમ ક્રિયા કરવા આવવું જોઈએ એટલે ગામડામાં આવ્યા ને અંતિમ ક્રિયા કરીને બીજે દિવસે શહેરમાં જવા તૈયાર થશે ત્યારે માતા કહે છે બેટા ! તારા પિતાજી ગયા ને હું કામ કરી શકતી નથી, અહીં મારું કેણ છે? તું મને તારી સાથે લઈ જા, તારા ઘરમાં " એક નેકરડી તરીકે રહીશ, ત્યારે છોકરે કહે છે બા! તું તે આ ગામડામાં રહી છે એટલે શહેરના ધમાલિયા જીવનમાં તને નહિ ફાવે. પૈસાટકાની ચિંતા તું ન કરીશ. હું દર મહિને રૂ. ૨૫) મોકલી આપીશ, અને દર વેકેશનમાં તારા દીકરા વહુને લઈને અહી આવીશ, એટલે તને છોકરા રમાડવાને હાવ પણ ઘર આંગણે જ મળી જશે. મા સમજી