________________
શારા સુવાસ
૧૫
માટે આવે છે? તારું મુખ જોતાં તે મહાન લખી હોય તેમ લાગે છે. જ્યારે દુઃખી માણસને કોઈ તેને દુઃખની વાત પૂછે છે ત્યારે તેનું દિલ દ્રવી જાય છે. એના અંતરમાં એવી લાગણી ઉભરાઈ આવે છે કે જાણે મને મા બાપ મળ્યા.
“ જીવનને વિસામો કેવું?” – બંધુઓ ! વિચાર કરજે. સુખ-દુઃખના સાચા સંગાથી કેણ? પૈસે કે ગુરૂ ગુરૂ, પિસે તમને જે શાંતિ નહિ આપે, એર કંડીશન જે, શીતળતા નહિ આપે તે સંત આપશે. સંસારના તાપથી આકુળ વ્યાકુળ થયેલા છે માટે સંતે મીઠે વિસામે છે. જેની પાસે જતાં શીતળતા મળે તે સંત છે. જે સાચી શાંતિ પમાડે તે સંત છે. સંતે દૌલતને આટલું પૂછયું ત્યાં તેનું અડધું દુઃખ ઓછું થઈ ગયું. દોલતે સંતને પિતાની વીતક કહી સંભળાવી ત્યારે સંતે કહ્યું, માનવજીવન કિંમતી છે, આપઘાત કરીને એને તું અંત લાવવા ઈચ્છે છે? કદાચ તું માનતે હઈશ કે હું દુઃખથી છૂટ પણ તું છૂટતે નથી, બંધાય છે. આ રીતે જીવનને અંત લાવવા કરતાં અમારા જે સાધુ બની જા. દૌલત કહે છે ના, મહારાજ મારે સાધુ બનવું નથી. જુઓ, દુઃખને માર્યો આપઘાત કરવા આવ્યા છે, છતાં સાધુપણું લેવાનું મન થતું નથી. સાધુપણું કેટલું દુર્લભ છે!
સંતે તેને કહ્યું –દૌલત ! તું દીક્ષા લેવાની ના પાડે છે તે એમ કર. હું તને આ ચાર બોલ આપું છું તેનું રટણ કર્યા કરજે. મહારાજ ! રટણ કરું પણ મારી નેકરીનું શું? મહારાજ કહે છે તું ચિંતા ન કરીશ. અત્યારે તું નેકરીની ચિંતા છોડીને હું કહું તેનું શ્રદ્ધાપૂર્વક એક ચિત્તે રટણ કર. સૌ સારા વાના થશે. અને તે સંતના વચનમાં શ્રદ્ધા થઈ સંતે તેને કહ્યું-“અરિહંતા શરણું પહજજામિ, સિદ્ધા શરણું પવજામિ, સાહું શરણું પહજજામિ, કેવલી ૫નાં ધમ્મ શરણે પવજામિ.” બસ, આટલું તું રાત-દિવસ રટણ કર્યા કરજે. દૌલત આ ચાર બેલ શીખી ગયે. રાત-દિવસ : એનું રટણ કરતાં ચાર દિવસ થઈ ગયા. બસ, હવે તે તેને ખાવું, પીવું કંઈ ગમતું નથી. ચાર શરણનું શ્રદ્ધાપૂર્વક રટણ કરે છે. ચાર શરણનું રટણ ચિંતા દૂર કરવાની . જડીબુટ્ટી છે. આ તે નેકરીની ચિંતા છોડીને ચાર શરણની ધૂનમાં એક્તાન બની ગયે. આ સમયે તેને કેઈ ગેબી અવાજ આવ્યો. હે દૌલત ! સાંભળ. દૌલત આંખ ખોલીને જુએ છે તે કઈ દેખાતું નથી. એ તે એની ધૂનમાં લાગી ગયે. ત્યાં ફરીને અવાજ આવ્યો. દૌલત ત્યાં જુએ છે તે કઈ દેખાતું નથી. તેથી તે વિચાર કરે છે કે બેટી ભ્રમણ છે. મારું નામ દૌલત છે પણ દૌલતના દર્શન કદી કર્યા નથી. આવા ગરીબને કેણ બોલાવે? પાછા ચાર શરણનું રટણ કરવા લાગ્યો. ત્યાં ત્રીજી વાર અવાજ આવ્યો, દોલત! સાંભળ, ત્યારે દૌલતના મનમાં થયું કે નકકી કઈ દૈવી અવાજ છે. ભલે, કેઈ દેખાતું નથી પણ શું કહે છે તે સાંભળી લઉં, દોલત હવે સાબદો બન્યો. તેણે કહ્યું,