________________
૧૪૨
શારદા સુવાસ તમે મને દેખાતા નથી પણ જે છે તે ભલે છે. શું કહેવું છે? ત્યારે કેઈએ અદશ્ય રીતે કહ્યું કે હે દૌલત ! સાંભળ. ધનતેરસના દિવસે તારા શેઠ તિજોરીમાંથી માલ મિલ્કત બહાર કાઢીને ધનની પૂજા કરશે. તે સમયે કેઈ તને કાઢી મૂકે, કઈ તારું અપમાન કરે તે તું સહન કરીને પણ શેઠની પાસે પહોંચી જજે ને હું કહું તેમ કરજે,
દેવાનુપ્રિય ચાર શરણના રટણ કે પ્રભાવ છે ! એકેક દિવસ જતાં ધનતેરસને દિવસ આવે. એ દિવસે શેઠ ધનની પૂજા કરવા બેઠા છે. રેકડા રૂપિયા, હીરા, સોનું ચાંદી વગેરે પાથરીને તેની પૂજા કરે છે. આ સમયે દૌલત ત્યાં પહોંચી ગયે ને શેઠની સામે બેઠો. શેઠે એના સામું જોઈને કહ્યું દાલત! તું અહીં કેમ બેઠે છે? ત્યારે દૌલતે કહ્યું, સાહેબ! મારે આપને એક વાત કરવી છે. આપ મારી વાત સાંભળશો? શેઠે કહ્યું, તારે જે કહેવું હોય તે કહે. દૌલતે દેવે કહેવા પ્રમાણે કહ્યું, સાહેબ! તમને દેલત ગમે કે ન ગમે? શેઠે કહ્યું-અરે મૂર્ખ ! દેલત કેને ન ગમે? કેઈને દેલત ન ગમે એવું કદી બને ? (હસાહસ) તમને દેલા કેવી ગમે? શેઠે કહ્યું કે મને દેલત ખૂબ ગમે. જે તમને દેલત ખૂબ ગમે છે તે થોડા દિવસ સુધી રહે તે ગમે કે ઝાઝા દિવસ રહે તે ગમે? બોલે મારા ભાઈએ ને બહેન ! તમે શું કહેશે? શેઠે કહ્યું–અરે! જિંદગીભર સુધી દલિત રહે તે ગમે. બેલે, તમને ક્યાં સુધી ગમે? (શ્રોતામાંથી અવાજ :-જિંદગીભર રહે તે ગમે.) (હસાહસ) શેઠે કહ્યું-દૌલત ! દેલત યુગના યુગ સુધી મારી પાસે રહે તે બહુ ગમે.
દૌલતે એક કાગળ લાવીને શેઠને આપે ને કહ્યું–સાહેબ! આપ એમાં લખે કે મને દેલત ગમે, મને દોલત બહુ ગમે, ઘણાં વર્ષો સુધી મારી જિંદગી પર્વત, યુગોના મગ સુધી દોલત રહે તે મને ગમે. શેઠે તે કાગળમાં લખી આપ્યું. દૌલતે શેઠના હાથનું વખાણ સાચવીને મૂકી દીધું. બીજે દિવસે કાળીચૌદશ આવી ને ત્રીજે દિવસે દિવાળી આવી. એટલે શેઠે -દીલત! આ તારો પગાર લઈ લે. હવે તું આજથી છૂટો. ત્યારે દોલત પેલો કાગળ કાઢીને બતાવ્યું. સાહેબ! આપનું લખાણ વાંચે. મને દોલત ગમે, મને દોલત મહ ગમે, જિંદગીપર્યત યુગના યુગ સુધી દેહત રહે તે મને ગમે. બેલે, જે દોલત મહ ગમે તેને રજા અપાય? શેઠે દૌલત નેકર સમજીને કહ્યું ન હતું, દોલત લક્ષમી સમજીને કહ્યું હતું. શેઠ કોલતની બુદ્ધિ ઉપર ખુશ થઈ ગયા અને પિતાના હાથનું લખાણ વાંચીને હોલાત ઉપર પ્રસન્ન થઈને તેના માથે હાથ મૂકીને કહે છે-દૌલત ! હવે જિંદગીભર તું મારે ત્યાં રહેજે. હવે તને આ ઘરમાંથી કઈ છૂટે નહિ કરી શકે. દૌલત ખુશ થઈ ગયે. તેણે વિચાર કર્યો કે અહ, સંતને કે પ્રભાવ છે! એમણે મને ચાર શરણું રટણ કરવાનું કહ્યું હતું તે પ્રમાણે મેં કર્યું તે હું ન્યાલ થઈ ગયો. તેને ધર્મ ઉપર શ્રદ્ધા વધી, અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન! જે મનુષ્ય તારું શરણું ગ્રહણ કરે છે તે ન્યાલ થઈ જાય છે, એને આ જગતમાં કોઈ ચિંતા કે ઉપાધિ રહેતી નથી,