________________
શાહ સુવાસ
૧૩ પ્રત્યે વિરાગ અને ત્યાગ એટલા અંશે સાચી શાન્તિ. વિષયને વિરાગ અને આસક્તિને ત્યાગ સાચી શાંતિ મેળવવાને ઉપાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે કેवियाणिया दुक्ख विवकृणं धणं, ममत्तबंधं च महाभयावहं । કુદાવ૬ ધમ્મપુરાણુત્તર, ઘાઝ નિવ્વાણ મુળા મર્દ II (ઉત્ત. અ. ૧૯, ગાથા-૯૮) | દુખવર્ધક, ભયના મહાન નિમિત્ત રૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને બરાબર ઓળખ્યા પછી તજી દઈ સાચા સુખને લાવનાર, મુક્તિમાં જવા ગ્ય ગુણોને પ્રગટાવનાર સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપી ધુંસરીને ધારણ કરે. સંસાર આખે દુખમય છે ને ધન દુઃખવર્ધક છે. આવું જાણવા છતાં અજ્ઞાની છે ધનને પિતાનું સર્વસ્વ માને છે. એટલે તેમાં અમૂલ્ય સમય ખચી રહ્યા છે. પણ યાદ રાખે કે આ મનુષ્યભવ એ ધન કમાવા માટે નથી પણ મેક્ષમાં જવા માટેનું લાયસન્સ છે. તમે પૈસા ખર્ચીને ગાડી ખરીદે પણ એ ગાડી કેણું ચલાવી શકે? લાયસન્સ મેળવ્યું હોય તે જ ને? લાયસન્સ મળ્યા પછી જે ગાડી બેફામ ચલાવી એકસીડન્ટ કરી નાંખે તે શું થાય? સરકાર લાયસન્સ પાછું વાઈ લે, તેવી રીતે આ મનુષ્યભવ એ પણ મેક્ષમાં જવા માટેનું લાયસન્સ છે. મહાન પુણ્યના ઉદયથી માનવભવની લાયકાત મેળવીને લાયસન્સ મેળવ્યું છે, પણ તેમાં જે તમે કાંઈતપ ત્યાગ ન કરે અને પાંચ ઇંદ્રિયેના ઘેડા બેફામ ચલાવશે તે આ લાયસન્સ ખેંચાઈ જશે ને જીવ દુર્ગતિમાં ફેંકાઈ જશે, પછી માનવભવ કયારે મળશે તેની ખબર છે? ગાડીને જેમ બ્રેક રાખવી પડે છે તેમ જીવનમાં પણ વ્રત પચ્ચખાણું રૂપી બ્રેક રાખે. બ્રેક વિનાના જીવનની કાંઈ કિંમત નથી સમજે. પૈસાની પાછળ જીવન વેડફી ન નખે. ધન એ મહામાવઠું મહાન ભયનું કારણ છે. જેટલું ધન વધ્યું તેટલે ભય અને ઉપાધિ વધે છે. કવિએ પણ કહે છે કેપૈસે શું લાવે? ઉપાધિને લાવે કે
નીંદર ન આવે લુંટારા બીવરાવે; ઓછી થાયે આવરદા જે પસે સાચવતા,
એ પૈસાની પાછળ જીવતર ખેશે મા,
પૈસે વધે એટલે પાપ વધે છે, ઉપાધિઓ વધે છે. આજે સરકારને લફરા કેટલા ? વચમાં હજારની નેટે બંધ થઈ ત્યારે બે નંબરની નેટવાળા કેટલી દોડાદોડી કરતા હતા! આપણાં પ્રમુખ ઉમરશીભાઈને પત્ર કઈક ઉપાડી ગયું છે. ઉપાડી જવામાં લઈ જનારને પૈસાની જ ભૂખ છે ને ? તેને બાળકની દયા પણ આવે છે કે મા વગર બાળક કેટલો શકે છે, તેનું કુટુંબ કેટલું ચૂરે છે? સમજે, પૈસાની પાછળ કેવા કેવા અનર્થો થઈ રહ્યા છે