________________
શારદા સુવાસ સાંભળીને દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે ધનરાજાના નાના ભાઈ ધનદેવ અને ધનદત્ત કહે છે મોટાભાઈ! તમે ને ભાભી બંને દીક્ષા લે છે તે અમે પણ તમારી સાથે આવીશું. આ ચાર આત્માએ દીક્ષા લેવા તૈયાર થયા એટલે ધનરાજાએ પોતાના પુત્ર જયંતને શુભ મુહુતે રાજતિલક કરી રાજ્યને ભાર શેંપીને ચારે ય આત્માઓએ વસુંધર કેવળી પાસે દીક્ષા લીધી.
ધનમુનિએ ગુરૂ પાસે રહીને ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમની ગ્યતા જોઈને ગુરૂએ તેમને આચાર્યપદ આપ્યું. ધનાચાર્યે ઘણા રાજાઓને તેમજ તેમના પ્રજાજનોને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી. હવે આયુષ્યને દીપક બૂઝાવાને સમય નજીક આવે છે એમ જાણીને ધનમુનિ તથા ધનવંતી સાવિજીએ એક માસને સંથાર કર્યો. એક માસ પછી બંને કાળધર્મ પામ્યા. બંને સૌધર્મ દેશમાં મહર્ધિક દેવ બન્યા. ધનદેવ મુનિ તથા ધનદત્ત મુનિ પણ ધર્મ દેવકમાં દેવ થયા. ધનકુમાર અને ધનવંતીએ સાથે જ દીક્ષા લીધી, સાથે જ અણુશન કર્યું અને દેવલોકમાં પણ સાથે ગયા. આ તેમના મનુષ્ય અને દેવ એ બે ભનની વાત થઈ હવે ત્રીજા ભવમાં કેણુ થશે તેના ભાવ અવસરે.
ખાખ્યાન નં-૧૭ અષાઢ વદ ૧૪ ને બુધવાર
તા. ૨-૮-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત કરૂણાના સાગર, અનંત ગુણેના આકર, દિવ્યજ્ઞાન સુધાકર એવા ભગવતે જગતવર્તી ને કહ્યું કે હે ભવ્ય છે ! માનવજીવન અમૂલ્ય ધનને ખજાને છે. એ ખજાનામાંથી તમને બધું સુખ મળે તેમ છે. આવે મઝાને ખજાને હાથમાં આવ્યા પછી જે એની સંભાળ નહિ રાખે તે માનવજીવન રૂપી ખજાને ગુમાવી બેસશે. આવું ઉત્તમ જીવનધન જાળવવા માટે ઉત્તમ ઉપાયે યોજવા જરૂરી છે. જીવનના અગણિત સાધનેમાં નીતિકારોએ શાન્તિને પ્રથમ સ્થાન આપ્યું છે.
शान्ति तुल्यं तपो नास्ति, न संतोषात् परं सुखस् ।
न तुष्णाया परो व्याधिः न च धर्मों दया परः ॥ આ જગતમાં જે કંઈ ઉત્તમ તપ હોય તે તે શાંતિ છે. કોઈપણ તપ શાંતિની તેલ આવી શકતું નથી. શાનિત સમભાવમાંથી ઉત્પન્ન થાય છે. જ્યાં અજબ શાન્તિ હેય ત્યાં સ્વાર્થનું નામનિશાન રહેતું નથી. અશાંતિને ઉભી કરનાર સ્વાર્થ છે. નિઃસ્વાર્થ ભાવ આવી જાય એટલે આપોઆપ શાન્તિ આવીને જીવનને ધન્ય બનાવી દે છે. તપ તપનાર મનુષ્ય પણ અશાંતિના દાવાનળમાં સળગતે હેય તે એના ભવની પરંપરા વધી જાય છે, માટે શાંતિ સમાન કેઈ તપ નથી એ હકીક્ત સર્વથા સત્ય છે.