________________
શારદા સુવાસ
રિક આપણું ધનકુમારને ઘેર જાણે સાક્ષાત લક્ષમીજી જ અવતાર લઈને ન આવ્યા હોય ! એવું લાગે છે. આ બંને એક બીજાને માટે જ જન્મ્યા હશે. આ રીતે બંનેની લોકો ખૂબ પ્રશંસા કરે છે. પુત્ર અને પુત્રવધુની પ્રશંસા સાંભળીને તેમના માતાપિતા પણ ખુશ થાય છે. સિંહરથ રાજાના મંત્રીઓ ધનવંતીને પરણાવીને વિદાય થયા. ધનકુમાર અને ધનવંતી આનંદથી રહે છે હવે બનશે. તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૫ અષાઢ વદ ૧૨ ને સોમવાર
તા. ૩૧-૭-૭૮ અનંતજ્ઞાની, શાસનપતિ, ત્રિલોકીનાથે ભવ્ય જીવોના હિત માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. સમુદ્રમાં જેમ દીવાદાંડી ખડકે, ખાડાઓ વિગેરે ભયસ્થાને બતાવીને વહાણેને માત્ર દર્શન આપે છે તેમ ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતે આ સંસારમાં રહેલા રાગદ્વેષ રૂપી ખડકોને બતાવી માર્ગદર્શન આપે છે. શાસ્ત્રકાર કહે છે, ___ . अच्चन्त नियाण खमा, सच्चा मे भासिया वई।
શતજિંદુ તરં, રિત્તિ શાનિયા ઉત્ત. અ. ૧૮, ગાથા ૫૩ કમમલને સાફ કરવામાં કોઈ સમર્થ હોય તે ભગવાનની વાણી છે. વીતરાગની વાણી સર્વ જીવેનું હિત કરનારી છે. આ વાણીનું આલંબન લઈને અનંતા જ તરી ગયા છે, ભવિષ્યકાળમાં અનંતા જી તરશે અને વર્તમાનકાળે તરી રહ્યા છે. દુસ્તર સંસાર સાગર તરવા માટે આ જિનવાણી નૌકા સમાન છે. જે આત્માઓ જિનવાણી રૂપી નૌકાને આશ્રય લે છે તે અવશ્ય સંસાર સાગરને તરી જાય છે. વીતરાગ વાણી એ ભવગ નાબૂદ કરવાની અમેઘ સંજીવની છે. * આ વાણી અલૌકિક ચીજ છે, એમાં શાશ્વત સુખનું બીજ છે.
આ પરમ પ્રભુની ફીઝ છે, શીતળદાયક ફ્રીજ છે,”
વીતરાગવાણી એ કઈ સામાન્ય ચીજ નથી. વીતરાગ પ્રભુની વાણીનું સૂત્ર ભલે નાનું હેય પણ ભાવ ઘણું છે. વડલાનું બીજ તે ઘણું નાનું હોય છે ને? પણ એ નાનકડા બીજમાંથી કેટલે મેટો વિશાળ વડેલે થાય છે, તેમ ભગવાનના એક વચનનું આપણે પાલન કરીએ તે ધીમે ધીમે આપણે આત્મા એક દિવસ મહાન બની જ્ય છે. ભગવાને આપણા ઉપર મહાન કરૂણા કરીને આ સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યું છે. છેલા પદમાં કહે છે પ્રભુની વાણી શીતળતા આપનાર ફ્રીજ જેવી છે. આજે ઘર ઘરમાં ફ્રીજ આવી ગયા છે. તમને બધાને ફ્રીજના પાણુ ભાવે છે. છાશ, દૂધ, દહીં બધી ચીજે ઠંડી બને તે માટે ફ્રીજમાં રાખે છે પણ એ ઠંડક જીભને લાગશે. ગળેથી ઉતર્યું એટલે બધું ગરમ થઈ જાય છે. આ ક્રીજ નુકશાન કરશે, ઠંડુ ખાવામાં રસેન્દ્રિયના વાદ વધશે એટલે કમ ,