________________
શારદા સુવાસ
૧૨૧
આપણી વાતને સ્વીકાર કરશે ને ? દૂતે કહ્યું સાહેબ ! આપણા કુંવરીબા એમનાથી કંઈ ઉતરે તેવા નથી. મને તે લાગે છે કે વિક્રમધન રાજા આપણું માંગુ વધાવી લેશે. રાજાએ કહ્યું–તે તું કાલે જ અહીંથી પાછો અચલપુર જા અને ધનવંતીને માટે કહેણ મૂકજે, જે રાજા તેને સ્વીકાર કરે તે નાળિયેર આપીને આવજે, મહારાજા અને દૂત વચ્ચે આ પ્રમાણે વાત થઈ તે ધનવંતીની નાની બહેન ચંદ્રાવતીએ સાંભળી, એટલે દેડતી ધનવંતીની પાસે ગઈ ને જે વાત સાંભળી હતી તે ધનવંતીને કહી આ વાત સાંભળીને ધનવંતીને આનંદ થયો. કારણ કે જેને જેની ઈચ્છા હોય તેના વિષયમાં સહેજ વાત સાંભળે તે તેના આનંદની અવધિ રહેતી નથી. આ ધનવંતીએ તેની નાની બહેન ઉપર ખુશ થઈને કિંમતી હીરાની વીંટી ભેટ આપી, પણ બહેન હજુ નાની છે એટલે તેની વાત ઉપર પૂરો વિશ્વાસ ન બેઠે. તેથી પિતાની દાસી કમલિની દ્વારા દૂતને બેલાબે. દૂત પાસેથી બધી વાત સાંભળીને ધનવંતી અત્યંત ખુશ થઈ કમલિનીએ દૂતને કહ્યું-ભાઈ! તમે અચલપુર જાઓ ત્યારે રાજકુમારીને ફેટે અને એક પત્ર ધનકુમારને આપવા માટે લઈ જવાને છે. દૂતે કહ્યું- ભલે, બહેન ! હું ખુશીથી એ બંને ચીજે લઈ જઈને ખાનગીમાં ધનકુમારને આપી દઈશ. ચિત્રકારે ચિત્ર તૈયાર કર્યું હતું તે કમલિનીએ લઈ લીધું. ચિત્રને જોઈને તે ખુશ થઈ ગઈ. તેણે ચિત્રકારને કહ્યું–ભાઈ! મેં તને પહેલા અચલપુર જવાનું કહ્યું, હતું પણ હવે રાજાને દૂત જાય છે માટે તારે જવાની જરૂર નથી. ચિત્રકારે કહ્યું-ભલે બહેન, જેવી તારી મરજી. કમલિનીએ ચિત્રકારને મોટું ઈનામ આપીને ખુશ કર્યો એટલે તે ત્યાંથી ચાલી નીકળે.
ધનવંતીએ ધનકુમારને મોકલેલો સંદેશે' - બીજે દિવસે રાજદૂત અચલપુર જવા તૈયાર થયે ત્યારે ધનવંતીએ પિતાનું ચિત્ર અને સાથે એક પત્ર લખી આપે, ને તેમાં માત્ર એટલું જ લખ્યું કે, “તળાવમાં ખીલેલી પદ્મિની સૂર્યના દર્શન કરવા ઇચ્છે છે. આ બંને ચીજો લઈને દૂત અચલપુર પહોંચ્યા. તે પહેલાં સીધે રાજકુમાર પાસે ગયો અને બધી વાત કરીને ધનવંતીનું ચિત્ર અને પત્ર ધનકુમારને આપ્યા. ચિત્રને જોતાં જ ધનકુમારના ચિત્તમાં ધનવંતી વસી ગઈ અને નિશ્ચય કર્યો કે બસ, પરણું તે આની સાથે જ. બાકી જગતની બધી સ્ત્રીએ મારે માતા અને બહેન સમાન છે. સાથે પત્રમાં સંદેશા વાંચીને અત્યંત ખુશ થયે, અને ધનકુમારે પણ પત્રમાં લખી આપ્યું કે, “હે પ્રિયે! પરિની જેમ સૂર્યને ઇચ્છે છે તેમ સૂર્ય પણ પશ્ચિનને ઇચ્છે છે. ” આ પ્રમાણે સંદેશ લખી આપે. સાથે પિતાના કંઠમાંથી કિંમતી હાર કાઢીને ધનવંતીને આપવા મોકલાવ્યું. આ જોઈને દૂતને થયું કે હવે વાંધો નહિ આવે, માટે રાજા પાસે જાઉં.
દૂત વિકેમધન રાજા પાસે ગયે. રાજાએ આશ્ચર્યથી પૂછયું-ભાઈ! તું તે હજુ થોડા દિવસ પહેલા જ અહીંથી ગયે હતું ને અચાનક ફરીને આવવાનું કેમ બન્યું? સિંહ રથ રાજા આનંદમાં છે ને? કુશળ સમાચાર પડ્યા એટલે દૂતે કહ્યું-સિંહરથ રાજાએ મને ખાસ કારણસર આપની પાસે મોકલ્યો છે એમ કહી સિંહરથ રાજાને સંદેશ