________________
૧૨૦
શારદા સુવાસ
કે તેમણે કદી એક હીરે કે સેનાની લગડી લીધી ન હતી. પણ લેભી બાપાનું મન ઝાવ્યું કેમ રહે?
થેડી વારે વહુએ ફરીને આવી અને લાકડા ઉપર બેસીને મંત્રનો જાપ કર્યો એટલે લાકડું ઉડયું. આજે લાકડામાં વજન ખૂબ હતું એટલે વારંવાર નીચું નમી જતું. વહુએ વિચારમાં પડી કે કોઈ દિવસ નહિ ને આજે આ લાકડું કેમ નમી જાય છે? આમ વાત કરતાં દરિયા ઉપરથી પસાર થઈ રહ્યા છે. ત્યાં મોટી વહુએ કહ્યું, આજે લાકડાનું વજન વધી ગયું છે. તે આ સમુદ્રમાં પેલું હલકું લાકડું પડયું છે તે લઈ લઈએ ને અને દરિયામાં ફેંકી દઈએ આ શબ્દો સાંભળતા શેઠ લાકડાની પિલાણમાંથી બેલ્યા-એ વહુ બેટા! મહેરબાની કરીને તમે લાકડાને પાણીમાં વહેતું મૂકશો નહિ. હું મરી જઈશ. સસરાના શબ્દો સાંભળીને વહુઓ વિચારવા લાગી કે આ ડેસો અહીં કેવી રીતે આવે? એણે તે આપણને કેટલો ત્રાસ આપે છે ઠીક, લાગ મળે છે તે કામ કરી લઈએ. એમ વિચારીને ડેસે તે બૂમ મારતો રહ્યો અને વહુઓએ તે જુનું લાકડું સમુદ્રમાં ફેંકી દીધું. લાકડામાં વજન ઘણું હતું એટલે સસરાજી સાગરના પેટાળમાં સમાઈ ગયા. ચારે ય વહુઓના મનમાં થયું કે હાશ હવે શાંતિ થઈ આવું ભયંકર પરિણામ આવ્યું હોય તે અતિ લેભના કારણે ને?
“ધનવંતીનું ચિત્ત ચગડોળે' - આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમાં અધ્યયનમાં નેમ રાજુલના આગલા ભવની વાત ચાલે છે. ધનવંતીએ ચિત્રકાર પાસેથી ધનકુમારનું ચિત્ર જોયું એટલે તેનું ચિત્ત તેમાં એંટી ગયું. એ બગીચામાંથી મહેલમાં ગઈ પણ ચેન પડતું નથી. કમલિની આ વાત બરાબર સમજી ગઈ હતી. એટલે તેણે કહ્યું બહેન! તમે ચિંતા ન કરે. હું ચિત્રકારને બોલાવીને તમારું ચિત્ર તૈયાર કરાવીને ધનકુમાર પાસે મોકલીશ. સાથે તમે પણ પત્ર લખીને આપજે, એટલું બધું કામ થઈ જશે.. આ સાંભળીને ધનવંતીને ખૂબ આનંદ થયો. દાસી ધનવંતીને બગીચામાં લઈ ગઈને ચિત્રકારને તેનું સુંદર ચિત્ર બનાવવાનું કહ્યું. આ તરફ ધનવંતીના પિતા સિંહરથ રાજાના મનમાં વિચાર થયે કે હવે મારી પુત્રી ધનવંતી મટી થઈ છે. તેને માટે યોગ્ય કુમારની તપાસ કરું. આમ વિચાર કરતા હતાં. તે સમયે અચલપુર રાજ્યના કામ પ્રસંગે મોકલેલે. ફત આવી પહોંચે ને જે કામ અંગે ગયે હતું તેની બધી વાત રાજાને કરી. પછી સિંહરથ રાજાએ પૂછ્યું-વિક્રમધન રાજાના રજવાડામાં તે નવીન શું જોયું? મહારાજા ! મેં એક નવીનતા જોઈ રાજા કહેશું ? ત્યારે દૂતે કહ્યું–સાહેબ! વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારને મેં જોયા. હું તે એનું રૂપ જોઈને મુગ્ધ બની ગયું છું. શું એનું રૂપ છે! આ લેકમાં એના જેવું રૂપ કોઈનું નથી.
ધનકુમારની પ્રશંસાથી રાજાને થયેલો આનંદ” -દૂતની વાત સાંભળીને રાજાને ખુબ આનંદ થયે ને કૂતને કહ્યું- આપણી ધનવંતી માટે માંગણી કરીએ. તે