________________
શાણા સુવાસ છે તે મોટાભાઈ પડાવી લેવા માંગે છે. તે તે આપીને તેમની આજ્ઞાને સ્વીકાર કેવી રીતે કરે? એમની આજ્ઞાને આધીન ન થઈએ તે મટાભાઈ સાથે યુદ્ધ પણ કેવી રીતે કરવું ? જુઓ, એ સમયના ભાઈઓ કેવા હતા? વડીલ ગમે તેમ કરે પણ નાના વડીલને વિનય ચૂકતા ન હતા. આજે જે આવું બને તે તડ ને ફડ કરે, કેટે ચઢે ને કંઈક કરે. આ વિચાર ન કરે કે આ મારા વડીલ છે. એમની સામે આવું વર્તન મારાથી ન કરાય. આ તે ૯૮ ભાઈ એ ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે આપણે શું કરવું ? છેવટે નિર્ણય કર્યો કે આપણે પિતાજી રાષભદેવ પાસે જઈએ. તેઓ જેમ કહેશે તેમ કરીશું, પણ એમને ખબર નથી કે ભગવાન તે ત્યાગી છે. તે આવી બાબતમાં માથું ન મારે. એ તે બધા ભેગા થઈને ઋષભદેવ ભગવાન પાસે ગયા અને ખુલ્લા દિલે નમ્રતાપૂર્વક ભગવાનને બધી વાત જણાવીને પૂછયું કે અમારે હવે શું કરવું ?
ભગવાનની દિવ્ય વાણું”:- ભગવાને એમને એમ ન કહ્યું કે ભરત ચક્રવતિ છે માટે તમે ભરતને આધીન થઈ જાઓ. પણ શું કહ્યું? હે કુમારો! તમારે કયું રાજ્ય જોઈએ છે? નાશવંત કે શાશ્વત? ત્યારે કુમારે એકી અવાજે બેલી ઉઠયા, ભગવંત! અમારે શાશ્વત રાજ્ય જોઈએ છે. ભગવાને તેમની ભવ્યતા જઈને કહ્યું. જે તમારે શાશ્વત રાજ્ય જોઈતું હોય તે સાંભળો.
આ સંસારમાં જીવને અનંતી વાર અનેક પ્રકારની ઋદ્ધિઓ, રાજે, મનુષ્ય તેમના સુખ અને દેવકના દિવ્ય સુખની પ્રાપ્તિ થઈ પણ હજુ જીવને તૃપ્તિ થઈનથી. જેમ અગ્નિમાં ગમે તેટલા લાકડાં નાંખવામાં આવે છતાં અગ્નિ તૃપ્ત થતી નથી તેમ સંસારનાં ગમે તેટલા ભોગે અનંતા કાળ સુધી ભોગવવા છતાં આ જીવને તૃપ્તિ થતી નથી. મેરૂ પર્વત જેટલા અસંખ્ય તા પર્વતે પ્રમાણ અનાજના ઢગ ને ઢગ ખાવા છતાં ભૂખ મટી નથી. સઘળા સાગરના પાણી જેટલું પાણી પીવા છતાં તેની તૃષા છીપતી નથી પણ વધતી જાય છે, તેમ ભોગની તૃષ્ણા પણ વધતી જાય છે. માટે ભોગના ત્યાગમાં આત્માની સાચી શાંતિ અને સુખ સમાયેલા છે.
' હે કુમારો ! સમ્યગ્ગદર્શન પામવામાં અંતરાય પાડનાર વિષય કષાય છે. સમ્યગદર્શન પામ્યા પછી પણ તેને મલિન કરનાર અને સભ્યદર્શનથી પતિત કરનાર પણ વિષય કષાય છે. જ્ઞાનને સમ્યજ્ઞાન ન થવા દેનાર અને સમ્યજ્ઞાનને નાશ કરનાર વિષય કષાય છે. સમ્યગુચારિત્રને શુદ્ધ પાળવા ન દેનાર અને સમગ્રચારિત્રથી પતિત કરનાર પણ વિષય કષાય છે, માટે તેનાથી સાવધાન રહે. એમાં પડવા જેવું નથી. એ રાજ્યના સુખ ઈન્દ્રિયજન્ય વિષય સુખની વૃદ્ધિ કરાવનાર છે. જો તમે એમાં આસક્ત બની જશે તે પછી તૃપ્તિ થવી મુશ્કેલ છે. હું તમને એક ન્યાય આપીને સમજાવું. સાંભળે,