________________
શારા સુવાસ
કવિએ શું કહે છે તે સમજાણું ને? પણ આજે જ્યાં દષ્ટિ કરીએ ત્યાં અને ઇનિદ્રના વિષયેને વળગાડ વળગે છે, અને ભૌતિક સુખ મેળવવા માટે ભૂત જે બનીને દુનિયામાં ભમી રહ્યો છે. પાંચ ઈન્દ્રિયેના વિષે અને તેની વૃત્તિએ આત્મામાં અશાંતિની આગ પટાવી છે. આજના ટી. વી, નાટક-સિનેમા, વિલાસિત્તેજક પુસ્તકો, વિલાસી ગાયને, પરસ્ત્રી તરફ કુદષ્ટિ, દારૂ, ઈડ, કંદમૂળ, વિગેરે અભક્ષા સેવન, પરસ્ત્રીગમન, જુગાર, આદિ પાંચઈન્દ્રિયના વિષયેના ભાગે આ બધાએ આગને પટાવવામાં પટેલનું કામ કર્યું છે. એ આગને બૂઝવવા માટે શું જોઈએ? આ આગ પાણીથી નહિ બૂઝાય, પણ સત્ય-શિયળ-સદાચાર, તપ, સંયમ, અને સંતોષથી આગ કાબૂમાં આવશે. અનુભવીઓ કહે છે કે “ સંતોષી નર સદા સુખી” સંતેષમાં સુખ છે. આત્મદમનમાં સાચા સુખને સ્વાદ છે. ભગ એ દુઃખનું મૂળ છે, અને ત્યાગ એ સાચી શાંતિને પરમ ઉપાય છે. એ બાબત લક્ષ્યમાં લીધા વિના કદાપિ સાચી શાંતિ મળી શકે તેમ નથી.
બંધુઓ ! સમજાણું ? જો સમજાણું હોય તે જીવનને રાહ બદલે. દિશા બદલશે તે દશા બદલાશે. હું તમને પૂછું છું કે તમે કદી એ વિચાર કર્યો છે કે અનંતકાળથી આ સંસારમાં ભટકાવનાર વિષયે છે. હું અનંતકાળથી વિષયેની રમત રમી રહ્યો છું અને દુર્ગતિના દારૂણ દુઃખ ભોગવી રહ્યો છું. તે હવે સ્થાન બદલું. સંસાર છોડીને સંયમી બનું! બેલે, આ વિચાર આવે છે ? (હસાહસ) સંસારનું સ્થાન બદલીને સંયમના સ્થાનમાં આવી જાઓ. અહીંયા મહાન સુખ અને શાંતિ છે. અશાંતિ કે દુઃખનું નામનિશાન નથી. ત્યાગ વિના બીજા કેઈ સ્થાનમાં શાંતિ મળી શકે તેમ નથી. અહીં ત્રષભદેવ ભગવાનના જીવનને એક પ્રસંગ યાદ આવે છે. - અષભદેવ ભગવાને દીક્ષા લીધા પહેલાં તક્ષશિલાનું રાજ્ય બાહુબલિને આપ્યું. બીજા અઠ્ઠાણુ દેશ અડ્ડાણ પુત્રને આપ્યા અને બાકીનું રાજ્ય સૌથી મોટા પુત્ર ભરતકુમારને સમર્પણ કરીને ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી. બધા પુત્રે શાંતિથી રહેવા લાગ્યા. ભરત મહારાજાની આયુધશાળામાં ચક્રરત્ન, છત્રરત્ન, આદિ સાત રને ઉત્પન્ન થયા એટલે તેઓ છ ખંડ સાધવા ગયા. છ ખંડ સાધવા એ કંઈ નાનીસૂની વાત નથી. છ ખંડ સાધીને પિતાની રાજધાની અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે છે ત્યારે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. ભરત મહારાજાએ પૂછયું, આમ કેમ બન્યુંતપાસ કરીને મંત્રીએ જણાવ્યું કે બધા રાજાઓએ આપની આજ્ઞાને સ્વીકાર કર્યો છે, પણ આપના ૯૮ ભાઈઓએ આપની આજ્ઞાને સ્વીકાર કર્યો નથી, તેથી ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરતું નથી.
ભરત મહારાજાએ દૂતને મોકલીને પિતાના ૯૮ ભાઈઓને સંદેશે કહેવડાવ્યું કે તમે બધા ભરત મહારાજાની આજ્ઞાને સ્વીકાર કરે અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ. આ સાંભળીને ૯૮ ભાઈ એ ખળભળી ઉઠયા. અહે ! આપણું પિતાજી અપણને રાજ્ય આપીને ગયા