________________
૧૧૮ : :
શારદા સુવાસ
પ્રયત્ન ખરે? સંસારના સુખ માટે જીવ બધું કરે છે પણ ધર્મના કાર્યમાં કંજુસ બની જાય છે. યાદ રાખે. જીવન જરૂરિયાત પૂરતું મળી જાય પછી સંતેષમાં આવે. કારણ કે અતિ લોભ એ પાપનું મૂળ છે. જે માણસ અતિ લોભ કરે છે તેની કેવી દશા થાય છે તેના ઉપર મને એક દષ્ટાંત યાદ આવે છે.
એક શેઠ પાસે લક્ષ્મી ઘણી હતી. ચાર દીકરા, વહુઓ વિગેરે મોટું કુટુંબ હતું. ઘરમાં લક્ષ્મીની રેલમછેલ હતી, પણ શેઠ એવા લેભી હતા કે પુત્ર કે પુત્રવધુઓ સારા કપડા પહેરે, દાગીના પહેરે ને સારું ખાય-આ બધું શેઠથી જોઈ શકાય નહિ ઘરની બધી ચાવીઓ શેઠના હાથમાં હતી. શેઠાણું તે વહેલા સ્વર્ગે સિધાવી ગયા હતા. સવાર પડે એટલે દાળ, ચેખા, લેટ, તેલ વિગેરે તેલીને આપી દે, પછી તાળા મારે. ખાવામાં જેટલી ને દાળ. આ સિવાય કાંઈ નહિ. બધી રીતે દીકરા-વહુને હેરાન કરે. આથી દીકરા અને વહુઓ ખૂબ કંટાળી ગયા હતા, પણ થાય શું ? દુઃખમાં દિવસો પસાર કરતા. એક દિવસ ચારે ય વહુઓ મોડી રાતે બંગલાની અગાશીમાં જઈ આકાશ તરફ દષ્ટિ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન ! અમારા પાપકર્મે અમને સસરા કેવા લેથી મળ્યા છે કે છતી સંપત્તિએ અમને સુખે ખાવા-પીવા, હરવા ફરવા કે પહેરવા ઓઢવા દેતા નથી. બસ, આ કાળી મજુરી કરાવીને અમારે દમ કાઢી નાંખે છે. આ કરતાં સાસુજી હોત તે સારું થાત, આ દુઃખ અમે તેને કહીએ? આ નિસાસા નાંખતા પ્રાર્થના કરે છે.
વિદ્યાધરીએ સાંભળેલે વહુઓને પિકાર” -આ સમયે એક વિદ્યાધરી આકાશમાં જઈ રહી હતી. તેણે આ ચારે સ્ત્રીઓને કલ્પાંત કરતી જોઈ એટલે તેને દયા આવી. તેથી તેણે નીચે ઉતરીને પૂછયું-તમે શા માટે રડે છે? ત્યારે ચારે ય વહુએ કહે છે દેવી ! અમને બીજું કઈ દુઃખ નથી. ઘરમાં લક્ષ્મીને પાર નથી પણ અમારા કર્મોદયે સસરાજી એવા લેભી મળ્યા છે કે અમે છતા પૈસે સુખ ભોગવી શકતા નથી. તેમણે વિદ્યાધરીને બધી વાત કરી. વિદ્યાધરીએ કહ્યું–બહેને! દુઃખ તે જીવનમાં આવે પણ એનાથી ગભરાવું નહિ. દુઃખ વિના સુખ કયાંય નથી. મને તમારી ખૂબ દયા આવે છે. તમે ચિંતા ન કરે. હું તમારું દુઃખ દૂર કરીશ, જુઓ, હું તમને એક વિદ્યા આપું છું તેના પ્રતાપે તમે જે વેશ પહેરે હશે તે પહેરી શકશે. જે ખાવુપીવું હશે ? તે ખાઈ પી શકશે, અને આ બીજ મંત્ર આપું છું તે બેલીને તમે એક લાકડા ઉપર બેસશો તે એ લાકડું તમારે જે દેશમાં જવું હશે તે દેશમાં લઈ જશે. આવી વિદ્યા અને મંત્ર મળવાથી ચારે ય વહુઓને ખૂબ આનંદ થયે, અને વિદ્યાધરીના પગમાં પડી. તેમને માટે ઉપકાર માન્ય. ચારે ય વહુઓએ એમના પતિને આ વાત જણાવી દીધી, દિવસે ઘરનું કામકાજ કરે ને રાત્રે પતિની રજા લઈને ચારે ય વહુઓ એક મોટા લાકડા. ઉપર બેસીને મંત્ર ભણે એટલે એમની જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જઈને લાકડું ઉભું .