________________
૧૨૨
-
શારદા સુવાસ આપે. તેથી વિકમ ધન રાજા ખુશ થયા, પણ દૂતને કહ્યું–ભાઈ હું ધનકુમારને પૂછીને જવાબ આપીશ. દૂત તે જાણે કે હવે ધનકુમાર કંઈ ના પાડવાના નથી. મારું કામ ફત્તેહ થઈ ગયું. તરત જ રાજાએ ધનકુમારને બેલાવીને વાત કરી. એનું મન ધનવંતીમાં લાગી ગયેલું જ હતું, એટલે ક-પિતાજી! જે આપને એગ્ય લાગે તે મને આ સંબંધ જોડવામાં આનંદ થશે. પુત્રને જવાબ સાંભળીને રાજાએ પુત્રને આશીર્વાદ આપતાં કહ્યું-બેટા! તે મારી આશા પૂર્ણ કરી છે, તેથી મને આનંદ થયે છે.
પુત્રએ હા પાડી એટલે વિક્રમધન રાજાએ દૂતને કહ્યું, “અમારા ધનકુમારના વિવાહ તમારા સિંહરથ રાજાની સુપુત્રી ધનવંતી સાથે કરીશું. અમે તેનું શ્રીફળ સ્વીકારી લઈએ છીએ. એમ કહીને દૂતને વસ્ત્રાભૂષણ આપી ખુશ કર્યો. તે તેમનો આભાર માન્ય ને ખુશ થતે અચલપુરથી નીકળીને કુસુમપુર આવે. સૌથી પહેલાં કુંવરીને ધનકુમારે આપેલ પત્ર અને હાર આપ્યો. પત્ર વાંચીને કુંવરીના આનંદનો પાર ન રહ્યો, અને કમલિનીને કહ્યું-સખી ! મને તેઓ પિતાના ગળાને હાર બનાવવા ઈચ્છે છે. એ સંદેશ આપવા માટે હાર મોકલે છે. જે તે ખરી, કેવો સુંદર હાર છે! એમ કહીને તેણે ગળામાં હાર પહેરી લીધે. દૂત કુંવરી પાસેથી સિંહરથ રાજા પાસે આવ્યું ને બધી વાત કરી તેથી રાજા પણ ખુશ થયા ને દૂતને ઈનામ આપ્યું. પછી રાજા-રાણીએ કુંવરીને ખુશખબર આપ્યા. કુંવરી તે પહેલેથી જાણતી હતી એટલે એના આનંદને તે પાર ન રહ્યો.
“અચલપુર તરફ ધનવંતીનું પ્રયાણુ” :- સિંહરથ રાજાએ સારું શ્રેષ્ઠ મુહુર્ત જેવડાવીને ધનવંતીને અચલપુર મોકલવાની તૈયારી કરી. એ જમાનામાં રાજકુમારે પરણવા માટે સામા આવતા ન હતા, પણ કુંવરીને સામે મેકલાતી હતી. તે રીતે ધનવંતીને અચલપુર એકલવા તૈયાર કરી. સાથે રાજાના વૃદ્ધ મંત્રી બને તૈયાર કર્યા. ધનવંતી માતાપિતાને પગે લાગી ત્યારે છેલ્લી વિદાય વખતે તેની માતા વિમલારાણીએ પિતાની લાડીલી પુત્રીને હિત શિખામણ આપતાં કહ્યું, બેટા ! વડીલેની આજ્ઞામ રહેજે. બંને પક્ષને દીપાવજે. આ પ્રમાણે ધનવંતીની માતાએ ઘણું હિત-શિખામણ આપી. જે સદગુણું માતા હોય છે તે પિતાની દિકરીને હિત શિખામણ આપે છે. છેલ્લે માતા અને પુત્રી ભેટી પડયા, ધનવંતીની સખી એ પણ ભેટી પડી. બધાની આંખમાં અશ્રુની ધાર થઈ દુખિત દિલે માતા પિતા તેમજ સખી આદિ સ્વજનેએ ધનવંતીને વિદાય આપી. ધનવંતને લઈને મંત્રીઓ અચલપુર આવ્યા. વિક્રમધન રાજાએ તેમનું સ્વાગત કર્યું અને નગરની બહાર એક ભવ્ય મહેલમાં તેમને ઉતારે આપે. શુભ મુહુર્ત ધનકુમાર અને ધનવંતીના લગ્ન થયા. ધનવંતીને દાયજામ હીરા-માણેક, મોતી, રથ વિગેરે ઘણું આપ્યું અને વડીલે એ બંનેને આશીર્વાદ આપ્યા. પછી ધનકુમાર અને ધનવંતીનું ખૂબ સ્વાગત કરીને અચલપુર ગામમાં લાવે છે. પ્રજાજને આ નવદંપતિને વધાવવા લાગ્યા. અહે, વિધાતાએ કેવી સુંદર જોડી બનાવી છે! બંનેની જુગલ ડી કેવી શોભે છે!