________________
શારદા સુવાસ ઓર્ડર સાંભળીને હજામને તે મુજારી છૂટી. શરીરે પરસેવે વળી ગયે. હવે શું કરવું ? બીરબલ તે બુદ્ધિશાળી હતા એટલે વાંધો ન આવ્યું. પણ આ બિયારે હજામ શું કરે? હજામ બીરબલને હલકે પાડવા ગમે તે એનું જ આવી બન્યું. બીરબલનું તે બૂરું ન થયું પણ એનું તે બૂરું થવાની અણી આર્વી ગઈ. હજામભાઈ તે ઢીલા ઢસ થઈ ગયા. ઘેર આવીને લમણે હાથ દઈને બેઠા. એની સ્ત્રી પૂછે છે–તમને શું થયું છે ? ત્યારે કહ્યું, મારે બાદશાહના બાપદાદાની હજામત કરવા સ્વર્ગમાં જવાનું છે. જલ્દી જવાને હુકમ છે એટલે હવે હું સ્વર્ગમાંથી એક છે પાછા આવવાને છું ! એની સ્ત્રી પણ રડવા લાગી, પણ કેઈની તાકાત ન હતી કે અકબરના હુકમને ભંગ કરી શકે. બીજે દિવસે હજામે બાદશાહ પાસે આવીને કહ્યું, સાહેબ હું કાલે સ્વર્ગમાં જવાનું છું. એટલે અકબરે ઢહેર પીટાવ્યું કે હજામ સ્વર્ગે જાય છે. તેથી લેકો મશાનમાં ભેગા થયા. હજામ રડતા રડતે ચિતામાં બેઠે. બંધુઓ ! મરવું કેઈને ગમે ખરું? ભગવાને દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે " सब्वे जीवा वि इच्छन्ति, जीविउ न मरीजिउ"
આ સંસારમાં નાના કે મેટા સર્વ પ્રાણુઓ જીવવાને ઈ છે છે. કેઈને મરવું ગમતું નથી. માટે છે અને જીવવા દે. કઈ જીવને તમે મારશે નહિ. બીરબલ બુદ્ધિશાળી હત ને દયાળ પણ હતું. તેણે બાદશાહને સત્ય કહી દીધું કે કેઈ આ દેહે સ્વર્ગમાં જઈ શકતું નથી, અને જે જાય છે તે પાછા આવતું નથી. મેં તે આ પ્રમાણે કર્યું હતું પણ એણે મારા ઉપર ઈર્ષ્યા કરીને તમને ઉંધા માર્ગે ચઢાવ્યા હતા. તેથી તેને શિક્ષા કરવા માટે આ પ્રમાણે કર્યું હતું. એક વખત સજા થાય તે માણસ આવી ઈર્ષ્યા કરે અટકી જાય. હવે તેની આંખ ખુલી ગઈ છે માટે એને છોડી દે. હજામ બીરબલના ચરણમાં નમી પડે. ધન્ય છે તમારી બુદ્ધિને અને તમારી પવિત્ર ભાવનાને-એમ કહી માફી માંગી. ટૂંકમાં ઈર્ષ્યા એ ભયંકર આગ છે. તેની જવાળામાં કઈ સપડાશે નહિ.
બહુશ્રુતી કેણુ?” આપણે ઉત્તરાધ્યયન સૂત્રની વાત ચાલે છે. તેમાં દશ અધ્યયનની વાત પૂરી થઈ અગિયારમા અધ્યયનમાં બહુશ્રુત પૂજ્યની વાત આવે છે. જે આત્માઓ શાસ્ત્રોને ઉડે અભ્યાસ કરે છે, તેના અર્થ, ભાવાર્થ અને પરમાર્થના પારગામી બની પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે, બીજાને ભણાવે છે તે બહુશ્રુત બની શકે જ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ દરેક આત્માઓમાં ભરે છે. માત્ર તેના આવરણ ખસેડવાની જરૂર છે. જ્ઞાન એ અમૃત છે. જ્ઞાન એ અંતઃકરણની વસ્તુ છે. શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા કે મહાન પુરૂષની કૃપા દ્વારા તે પ્રાપ્ત થઈ શકે. આ અધ્યયનમાં ભગવાને વિનયવંત કોણ કહેવાય ? ક છવ સાચી હિતશિક્ષાને પ્રાપ્ત કરી શકે, બહુશ્રુતજ્ઞાનીના ગુણોનું તેમજ બહુશ્રુતીને કેવી ઉપમા આપવામાં આવી છે તેનું વર્ણન કર્યું છે.
જાતિએ ચંડાળ પણ આત્મા મહાન” :-બારમા અધ્યયનમાં હરિકેશ બલ મુનિને અધિકાર છે, એ હરિકેશ મુનિ ચાંડાળ કુળમાં જન્મ્યા હતા, પણ આત્મ