________________
શારદા સુવાસ
૭૭.
વાટ બહુ દુઃખદ છે. આ રીતે ઘણાં પ્રભુને આપ્યા પણ ભૃગુપુરોહિત રેકાતા નથી અને બંને વચ્ચે વાદવિવાદ થતાં યશા ભાર્યાને વૈરાગ્ય આવી ગયે. માતાપિતા અને બે પુત્રે ચારે જણ વૈભવથી છલકતા મહેલ છોડીને સંયમ પંથે ચાલી નીકળ્યા.
“ઇષકાર રાજા સામે કમલાવતીનો પડકારઃ” આ ચાર એ છતી ઋદ્ધિ છોડીને દીક્ષા લીધી તે ઈષકાર રાજાને ખબર પડી. એટલે તેની સંપત્તિ પ્રજાના રક્ષણ માટે રાજા પિતાના ભંડારમાં લાવે છે. કારણ કે જે સંપત્તિને કઈ વારસદાર ન હોય તેને માલિક રાજા બને છે. એ અનુસાર ભૃગુપુરોહિતની સંપત્તિ ગાડા ને ગાડા ભરીને રાજ્યમાં આવવા લાગી. આ વાતની કમલાવતી રાણીને ખબર પડી. એટલે તરત કચેરીમાં રાજા પાસે ગયા. રાણી કદી બહાર નીકળ્યા ન હતા. તે આજે ભરી સભામાં આવ્યા. તે જોઈને રાજા તે ચક્તિ થઈ ગયા કે આ શું? રાણે અહીં કેમ આવ્યા ? ત્યાં તે રાણી લાલઘૂમ આંખ કરીને પડકાર કરીને કહે છે હે મહારાજા! બ્રાહ્મણ અર્થના લેભી હોય, તે સંપત્તિને છેડી શકે નહિ, તેને બદલે ઘરબાર, માલમિક્ત અનર્થકારી લાગ્યા ને છેડયા તે ધન તમારે શું કરવું છે? આ તે એંઠવાડ કહેવાય. આ બધું ભેગું કરે છે તે શું સાથે લઈ જશે?
" मरिहिसि रायं जया तया वा, मणोरमे कामगुणे पहाय । एको हु धम्मो नरदेव ताणं, न विज्जाहि अन्नमिहेह किंचि ॥४॥ હે રાજન ! જ્યારે કે ત્યારે આ બધા મનહર કામભાગે છેડીને તમે મરવાના છે. મરણ સમયે આ બધું શરણ રૂપ થવાનું નથી. હે નરપતિ! તે સમયે માત્ર એક ધર્મ જ સાચે શરણભૂત થશે, બીજું કંઈ શરણભૂત થઈ શકશે નહિ,
બંધુઓ ! કમલાવતી રાણી ઈષકાર રાજાની કેવી ઝાટકણી કાઢે છે ! ગમે તેમ તે ય સ્ત્રી છે. એક સ્ત્રી ભરી સભામાં આવા શબ્દો કહી શકે ખરી? કે હે રાજા ! જ્યારે ત્યારે તમે મરી જશે. આ અમારી બહેનો કમલાવતી બને તે આ ઈષકાર હમણાં ઠેકાણે આવી જાય જે આમાંથી કેઈક પણ કમલાવતી બનશે તે જરૂર તેના પતિને કહેશે કે નાથ! કોના માટે પાપ કરે છે? સાથે શું લઈ જશો? ઘણું કમાયા, હવે આત્માનું કરે. જે ઉપાશ્રયે તમે નહિ આવે તે મારે જમવું નથી, પછી જેઈ લે ઈષકાર સીધા થઈ જાય છે કે નહિ? (હસાહસ).
કમલાવતી રાણી રાજાને કહે છે તે રાજા! વમેલું ધાન્ય કેણ ખાય! કાગડા અને કૂતરા ખાય, પણ માણસ ન ખાય. આ સંપત્તિ વમેલા આહાર જેવી છે. તમે શા માટે તેને ગ્રહણ કરે છે ? કમલાવતી રાણીના ઝાટકણી ભરેલા કઠોર શબ્દો સાંભળીને રાજા કહે છે તે રાણી! આજે તને શું થયું છે? શું કંઈ ગાંડી થઈ ગઈ છે કે વળગાડ