________________
શારદા સુવાસ
છે, ને આત્મા એ જ સામાયિક છે. કદાચ તમારા મનમાં એમ થશે કે શું જેટલા આત્માઓ છે તે બધા સામાયિક છે? ના, એમ નથી પણ જ્ઞાની પુરુષે કહે છે કે, “સમતા ભાવમાં સ્થિત જે આત્મા તે સામાયિક, સર્વ સાવધ વ્યાપારને દેશથી કે સર્વથી ત્યાગ કરીને સમતા ભાવમાં સ્થિત બનેલે જે આત્મા તે સામાયિક છે અને જેમાં સમતાની આવક થયા કરે તેનું નામ સામાયિક.”
જેનામાં ભારોભાર કષાયે ભરેલી હોય, વાતવાતમાં ઉગ્ર થઈ જતું હોય તેવા આત્માને સામાયિક ન કહેવાય, પણ જેના કષા પાતળા પડતા જાય તે આત્મામાં સમતા. આવતી જાય તેને સામાયિક કહેવાય. જ્યારે કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ ન રહે અને કેઈના પ્રત્યે મનમાં દ્વેષ ન રહે ત્યારે આત્મા વીતરાગ બને છે. સામાયિકના અભ્યાસથી આત્મા વીતરાગ બની શકે છે. ભગવાને પાંચ પ્રકારનું ચારિત્ર બતાવ્યું છે. તેમાં જ્યારે સંયમી દીક્ષા લે છે ત્યારે તેને પહેલું સામાયિક નામનું ચારિત્ર આપવામાં આવે છે અને વડી દીક્ષા અપાય છે ત્યારે છેદે પસ્થાપનીય ચારિત્ર આપવામાં આવે છે. પછી આ સાધક આગળ વધતો વધતો યથાખ્યાત ચારિત્રમાં આવી જાય પણ એમાં સામાયિક ચારિત્ર તે છે જ.
આપણા જિનશાસનમાં સામાયિકનો મહિમા અપરંપાર છે. જેમ ચૌદ પૂર્વનો સાર નવકાર મંત્રમાં છે તેમ આખી એ દ્વાદશાંગીને સાર સામાયિકમાં છે. દરરોજ સવારના પ્રહરમાં ઉઠીને કરોડ સોનામહેરેનું દાન આપનાર કરતાં સમતા ભાવમાં રહીને સામાયિક કરનાર અધિક ફળ મેળવે છે. પણ આ સામાયિક કેવી હોવી જોઈએ. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એ બત્રીશ દોષ ટાળીને શુદ્ધ સામાયિક કરવી જોઈએ. સામાયિકનું ફળ કેટલું મહાન છે! ભગવાને કાની સામાયિક વખાણ હતી તે જાણે છે ને ? પુણીયા શ્રાવકની. એ પુણીયા શ્રાવકનું જીવન કેવું પવિત્ર હતું. તેના જીવનમાં કેટલો સંતેષ હતે. પુણી શ્રાવક મેટો શ્રીમંત ન હતે. તે પુણીયે કાંતીને રેજ માત્ર સાડા બાર દોકડા કમાતું હતું. તેમાં તે શાંતિથી પિતાની જીવનયાત્રા ચલાવતા હતા. આટલી ઓછી આવકમાં તેમણે કદી કોઈને મોઢે
દણ રેયા નથી, અને તમારે તે ગમે તેટલી આવક ન હોય! પણ જ્યારે જુઓ ત્યારે એમ જ કહેતા છે કે શું કરીએ ? મેઘવારી ખૂબ વધી ગઈ છે. આટલી આવકમાં માંડ પૂરું થાય છે, અને પુણીયા શ્રાવકે તે એવી સંતોષવૃત્તિ જીવનમાં કેળવી હતી કે અધિક પરિગ્રહ મેળવવાની મનમાં ઇચ્છા પણ થઈ નથી. એ તે એક જ વાત સમજતા હતા કે જેટલે પરિગ્રહ વધારે તેટલી ચિંતા ને ઉપાધિ વધારે.
પુણ શ્રાવક ગરીબ હતે પણ એનું દિલ દિલાવર હતું. જે દિવસે વધમીની ભક્તિ ન મળે ત્યારે તેમની આંખમાં આંસુ આવી જતા હતાં. શ્રેણીક મહારાજાને પણ પુણીયા શ્રાવક પ્રત્યે માન હતું. એટલે શ્રેણીક મહારાજાએ વહેપારીઓને ખાનગીમાં કહી