________________
સાહા સુદાસ - પ્રધાને કહ્યું-તે તારી જાતે સત્ય હકીકત જણાવી લીધી તેથી તું હવે ગુનેગાર નથીતને તારા પાપકૃત્યને પશ્ચાત્તાપ થઈ રહ્યો છે તે ઘણું છે. હવે મારે પિસિને બોલાવવાની જરૂર નથી, પણ આજથી મારી એક રિખામણ તું દિલમાં ઉતરી રાખજે કે અમે તેટલી ગરીબી આવે, ખાવાના સાંસા પડે તે પણ ચરી કરવી નહિ ને નીતિને માર્ગ છેડવો નહિ. નકારે હાથ જોડીને પ્રતિજ્ઞા કરી કે સાહેબ! હવે હું ચેર, જૂઠ, અનીતિના કાર્યો. કદી નહિ કરું. આથી પ્રધાનને ખૂબ આનંદ થશે ને તેના હાથમાં હજાર રૂપિયા આપવાં. કહ્યું–લે, તારે ભીડ છે તેથી તે ચોરી કરીને? પ્રધાનની માનવતા, સજજનતા અને ઉદારતા જોઇને નેકરનું જીવન સુધરી ગયું. આ પ્રધાન હોય તે રાજાની શોભા વધે છે. | વિક્રમધન રાજાને આવે બુદ્ધિશાળી પ્રધાન હતું. તેથી રાજાનું રાજ્ય ખૂબ સમૃદ્ધ અને શોભાયુક્ત હતું. રાજાની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી હતી. વિક્રમધન રાજાને રાણી પણ ખૂબ વિનયવંત, સુશીલ અને પતિની આજ્ઞામાં અનુરક્ત રહેવાવાળી હતી. એટલે રાજાને સુખને પાર ન હતે. સંસારમાં તેઓ સ્વર્ગ જેવા સુખ ભોગવતા હતા. બંધુઓ ! જેના પુણ્યને ઉદય હોય છે. આવી સુશીલ પત્ની મળે છે. “ર્વે, મિત્ર, મુક્તપુ માતા, રાજુ મ” પતિવ્રતા, સુશીલ અને સંસ્કારી સ્ત્રી એના પતિને કાર્ય કરવામાં મિત્ર જેવી હોય છે. જેમ મિત્ર સાચી સલાહ આપે, કાર્યમાં મદદ કરે છે ને મિત્રની મૂંઝવણ દૂર કરે છે તેમ સુશીલ સ્ત્રી પતિના દરેક કાર્યમાં સહાયક બને છે. પતિને સુખે સુખી અને દુખે દુઃખી બને છે. એટલે તે પત્ની મિત્ર જેવી છે.
ધારણ રાણીએ જોયેલું સ્વપ્નમાં આ વિક્રમધન રાજાના પૂરા પુણ્ય હતા એટલે પત્ની તસ્ફથી પૂરું સુખ હતું. એક વખત ધારિણી રાણી પલંગમાં સૂતા હતા. પાછલી રાત્રે રાણીએ એક સુંદર વિપ્ન જોયું કે એક માટે સુંદર બગીચે છે. તેમાં દાડમ, ચીકુ, મોસંબી વિગેરે ફળના અને ગુલાબ, મગરે, જુઈ, ચંપા, માલતી આદિ ફૂલના અનેક વૃક્ષે છે. ફળ-ફૂલથી બગીચે ખીલી ઉક્યો છે. ફૂલેની આસપાસ જામરો ઉડી રહ્યા છે. એ બગીચાની વચમાં એક મોટું ઘટાદાર આંબાનું ઝાડ છે. તેના ઉપર નવો મોર આવે છે. એક દિવ્ય તેજસ્વી પુરૂષ તે આંબાનું વૃક્ષ ત્યાંથી ઉપાડીને રાણી પાસે લા ને બે, હે રાણીજી! તમારા બગીચામાં આવા આંબાના વૃક્ષની જરૂર છે માટે તમે તેને રેપિ. એટલે રાણી તેને પિતાના બગીચામાં રોપે છે ને ખૂબ આનંદ થાય છે. પછી દિવ્ય પુરૂષે તેને કહ્યું કે આ આંબાનું વૃક્ષ જે અહીં રોપાયું છે તેના મીઠા ફળ ચાખીને દુનિયા આનંદ પામશે. સાથે જ તેની ગોટલીમાંથી એક પછી એક કરીને નવ વાર વૃક્ષ પાશે. રાણી તેને પૂછવા ગઈ કે તમે આ શું કહે છે? ત્યાં તે એ દિવ્ય પુરૂષ અદ્રશ્ય થઈ ગયે ને રાણીજી જાગૃત થયા. રાણીએ આંખ, ખોલીને જોયું તે સૂર્યોદયની તૈયારી છે પણ પેલું આંબાનું વૃક્ષ કે દિવ્ય પુરૂષ દેખાતો નથી, ત્યારે રાણુને લાગ્યું કે આ તે મેં સ્વપ્ન જોયું છે. જે મેં શ્રેષ્ઠ સ્વપ્ન જોયું છે.