________________
શારદા સુવાસ , GA. અહે! કેવું અદ્ભત રૂપ છે! શું આ કઈ માનવીનું ચિત્ર છે કે કેઈ દેવનું? ચિત્રકારે કહ્યું કે માનવીનું ચિત્ર છે, આ ચિત્રમાં તે કંઈ નથી. એકવાર જે પ્રત્યક્ષ તમે જુએ તે તમને થશે કે આ ચિત્ર બરાબર નથી. આ સાંભળી દાસીએ પૂછયું કે આ કેનું ચિત્ર છે. ત્યારે કહે અચલપુરના રાજકુમાર ધનકુમારનું છે. આ પૃથ્વી પર આના જેવું અત્યારે કેઈનું રૂપ નથી. - દાસીએ ફરીને પૂછયું કે તમે એ કુમારને કેવી રીતે ઓળખ્યા? ત્યારે કહે છે કે હું અચલપુર ચિત્રશાળામાં ચિત્રો બનાવવા ગયે હતું ત્યારે મેં આ ચિત્ર દોર્યું હતું. ચિત્રકાર અને દાસી કમલિની બંનેની વાતચીત સાંભળી ધનવતી ત્યાં આવી. એણે ધનકુમારનું ચિત્ર જોયું, એ જોતાંની સાથે તેમાં મુગ્ધ બની. બસ, પરણું તે આની જ સાથે. બીજે નહિ. આ કમલિની રાજકુમારીના મુખ ઉપરથી તેના મનની વાત સમજી ગઈ. એટલે તેણે ચિત્રકારને પૂછ્યું કે ભાઈ! તું રાજકુમારી સામું શા માટે જેતે હતો? ત્યારે ચિત્રકારે હસીને કહ્યું. જેવો ધનકુમાર રૂપવાન છે તેવી જ તમારી આ રાજકન્યા રૂપવંતી છે. તેને જોઈને મારા મનમાં થયું કે આ બંનેની જોડી જામે તે કેટલી સુંદર લાગે ને કેવી શોભી ઉઠે ! આ સાંભળીને ધનવંતીને ખૂબ આનંદ થયે, પણ હવે એના ચિત્તડામાં ચટપટી લાગી ધનકુમારને મળવાની. દાસી તે સમજી ગઈ હતી એટલે ચિત્રકારને કહ્યું કે તું કાલે મને અહીં મળજે. એમ કહીને ચાલી ગઈ પણ ધનવંતીનું ચિત્ત ચકડોળે ચઢયું છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૧૪
અષાડ વદ ૧૧ ને રવીવાર
તા. ૩૦-૭-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ધર્મ અને કર્મને મને સમજાવનાર, પાપ, તાપ અને સંતાપથી બચાવનાર, વાસનામાંથી ઉપાસના તરફ લઈ જનાર, સર્વજ્ઞ ભગવતે આ જગત ઉપર કરૂણભરી દષ્ટિએ પિતાના પૂર્ણજ્ઞાનમાં જગતના જીવને અજ્ઞાનમાં આથડતા જોયા. અહો! આ જગતના મનુષ્ય ભૌતિક સુખમાં પાગલ બનીને મનુષ્યભવના અનેખા મૂલ્યને સમજતા નથી ને જિંદગીમાં પુદ્ગલની પસ્તીઓને કચરો એકઠો કરવામાં અમૂલ્ય સમય વેડફી રહ્યા છે. નાશવંતને નેહ કરીને શાશ્વતને ભૂલી જાય છે, પણ ખબર નથી કે આ દુનિયાની તમામ સામગ્રી નાશવંત છે. તેમાંથી એક તણખલું જેટલું પણ સાથે આવનાર નથી. જે શરીરમાં આત્મા રાત-દિવસ વસેલો છે તે શરીર પણ અહીં મૂક્યાનું છે તે બીજાની તે શી વાત ! ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે હે જીવ! આ શરીર કેવું છે?