________________
શાશા સુર
ઉદ્યાનમાં પધાર્યાં, રાજગૃહીના નાગરિક સુધર્માસ્વામીને વંદન કરવા અને ધ દેશના સાંભળવા આવે છે. સાથે જ બુકુમાર પણ આવ્યા છે. બધા નગરજનાએ ઉપદેશ સાંભળ્યા અને જબુકુમારે પણ સાંભળ્યા. સુધર્માસ્વામીની વાણી તેમની રગેરગમાં ઉતરી ગઈ અને ત્યાં ને ત્યાંજ દીક્ષા લેવાના નિર્ણય કર્યાં, “ ભગવાનની વાણીના શ્રવણનુ ફળ પ્રવજા છે. ’ વાણી સાંભળ્યા પછી જ બુકુમાર ઉભા થઈને બે હાથ જોડીને સુધર્માંસ્વામીને વિનંતી કરવા લાગ્યા કે હે ભગવત! હું ઘેર જઈ ને મારા માતાપિતાની અનુમતી લઈ ને આપની પાસે દીક્ષા લેવા માટે આવું છું, ત્યાં સુધી આપ મારા ઉપર કૃપા કરીને અહી' સ્થિરતા કરજો, એની વિનંતી સાંભળીને સુધર્માસ્વામીએ કહ્યું, "" अहा મુદ્દે તેવાળુ—િચા, મા વિંધ દેવાનુપ્રિય! તને સુખ ઉપજે તેમ કર. સારા
્ ।”
કાર્ય માં વિલામ કરીશ નહિ.
જબુકુમાર ઘર તરફ જાય છે, નગરના દરવાજે પહોંચ્યા ત્યાં તે દરવાજામાં હાથી, ઘેાડા, રથ વિગેરે સજ્જ થઈને ઉભા છે. માણસોના પાર નથી. આ જોઇને જ બુકુમારના મનમાં થયું કે બીજા દરવાજે થઈને ચાલ્યા જાઉં. બીજા દરવાજે આવ્યા તે આખા કિલ્લા શસ્ત્રોથી સજ્જ થઇ ગયા છે. તે દરવાજાથી બે ફૂટ દૂર છે ત્યાં દરવાજો તૂટી પડચા. આ બધુ જોઈ ને જ બુકુમારના મનમાં થયું કે કોઈ દુશ્મન ચઢી આવ્યા લાગે છે. એટલે યુદ્ધની તૈયારી થઇ રહી છે. હવે જો હું અહીથી જા' ને શસ્ત્રો છૂટે, ઉપરથી શીલાએ પડે ને મારું આયુષ્ય પૂર્ણ થાય તે હુ* તે અવિરતિમાં જ મૃત્યુ પામુ અને મારે અવિરતિમાં તે મરવું નથી,
“ જબુકુમારની ભવ્ય વિચારણા
**
બંધુએ ! હવે જ બુકુમારને એક ક્ષણુ પણ અવિરતિમાં રહેવું ગમતુ' નથી. તમને મન થાય છે કે હું કયાં સુધી અવિરતિના ઘરમાં રહીશ ? કયારે અવિરતિમાંથી મારા છૂટકારો થશે? “ જૈનશાસન પામેલાને અવિરતિ કાંટાની જેમ ખટકે-સ વિતિ જ ગમે.” તમે પણ જૈનશાનમાં જન્મ્યા છે ને ? જંબુકુમારની જેમ અવિરતિ ખટકતી હોય તેા કહેજો, જબુકુમાર ત્યાંથી પાછા ફર્યાં ને સુધર્માસ્વામીની પાસે આવીને જીવનભર માટે બ્રહ્મચય વ્રત અંગીકાર કર્યું. કદાચ આયુષ્ય પૂરું થાય ને મરી જાઉ તે વ્રતમાં તે જાઉં ને ? જ્યાં સુધી અવિરતિ હૈયામાં ખટકે નહિ ને સવિરતિ ગમે નહિ ત્યાં સુધી ધર્મેશ્રવણનું' સાચું ફળ પ્રાપ્ત થાય નહિ. તમે કેટલાં વધેર્યાંથી ધ શ્રવણુ કરી છે ? પણ આવા ભાવ આવે છે ખરા? “ ના. ’' જ્યાં સુધી સંસાર ખોટો ન લાગે ત્યાં સુધી નહિ આવે.
-:
જબુકુમારને ઘેર સંપત્તિના તૂટા ન હતે. તે મહાન સુખી હતાં છતાં વ્રતમાં અડગ રહી શકે તેવા સમ હતા. તેથી તેમને સુધર્મા સ્વામીએ પ્રતિજ્ઞા આપી. બાકી સ'સારમાં મૂંઝવે તેવા સાધના ઘણાં હતા. તેમના પિતા નવ્વાણુ ક્રેાડ સોનૈયાના સ્વામી હતા અને