________________
શાહા સુવાસ
: ૧૧૫ ઘણી માનતાઓ પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી એટલે માતા-પિતાને પુત્રને મોહ ઘણે હતે. જંબુકમારના લગ્ન આઠ આઠે શ્રીમત શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે થવાના હતા. તેમના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. માતાપિતાને પુત્રને પારણવવાને આનંદ હતું. ત્યાં જંબુકુમાર સુધર્માસ્વામી પાસે બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરીને માતાપિતા પાસે આવ્યા ને બેલ્યા, હે માતાપિતા ! હું ભગવાન સુધર્માસ્વામીના દર્શન કરવા ગયો હતો. તેમની ધર્મદેશના સાંભળી. આથી માતાપિતાને ખૂબ આનંદ થયે, ને બેલ્યા ધન્ય છે બેટા! તું ભગવાનના દર્શન કરી આવ્યું, તેના જેવું ઉત્તમ શું? આવા પુણ્યવાન પુત્રને પ્રાપ્ત કરીને અમારું જીવન પણ ધન્ય બન્યું છે. ત્યાં જંબુકુમારે કહ્યું, માતા! મેં ભગવાનની વાણું સાંભળી એટલું જ નહિ પણ મને ભગવાનની વાણી ગમી ગઈ. મને એના ઉપર શ્રદ્ધા થઈ છે. હવે મારે દીક્ષા લેવી છે. મને આજ્ઞા આપે.
“માતાપિતાની દલીલ સામે પડકાર કરતા જંબુકુમાર” -પુત્રની વાત સાંભળીને માતાપિતાને ખૂબ આઘાત લાગ્યો કારણ કે પુત્ર પ્રત્યેને અત્યંત મોહ હતો. એટલે તેમને મેહ સતાવતે હતે. માતા તે બેભાન થઈને પડી ગઈ છેડી વારે સ્વસ્થ થઈને કહે છે બેટા! અમને તે આઠ આઠ અપ્સરા જેવી કન્યાઓ સાથે ધામધૂમથી તને પરણવવાના કેડ છે. ભેગ ભેગવવાને ગ્ય આ યૌવનકાળ તારા માટે સંયમ સ્વીકારવાનો સમય નથી દીકરા ! સંયમમાર્ગ અતિ કઠિન છે અને તારું શરીર અત્યંત સુકુમાલ છે. વળી સંયમ માર્ગમાં કેમ રહેવાય, કેમ બેલાય, કેમ ચલાય, કેમ ખવાય તે તું જાણુ નથી. કેવી રીતે સંયમ લઈશ! સંયમી જીવનની કઠોરતાનું તેમના માતાપિતાએ ઘણું વર્ણન કર્યું, પણ જંબુકુમારને મજીઠી રંગ લાગ્યું હતું. એટલે હવે તેમને “સંસારનું કાઈ સુખ મૂંઝવી શકે તેમ નથી અને સંયમનું કઈ કષ્ટ ડગાવી શકે તેમ નથી.' વૈરાગી જંબુકુમાર અડગ રહ્યા. માતાપિતાએ જાણ્યું કે હવે દીકરો રોકાય તેમ નથી એટલે છેલ્લે કહ્યું–બેટા ! અમે તને વધુ નથી કહેતા પણ તારે અમારી એક આજ્ઞાનું પાલન કરવું પડશે. જંબુકુમારે કહ્યું-શું આજ્ઞા છે ? ત્યારે કહે છે જે આઠ કન્યાઓ સાથે તારા વિવાહ નક્કી કર્યા છે તેમની સાથે તું એક વાર લગ્ન કર, પછી તું દીક્ષા લેજે.
જંબુકુમારે વિચાર કરીને કહ્યું-હું લગ્ન તે કરું પણ લગ્ન પછી સવારે દીક્ષા લઈશ. એ કન્યાઓના માતાપિતાને આ વાત પહેલેથી જણાવી દે. તેથી તેના માતાપિતાએ આઠે કન્યાઓના માતાપિતાને કહેવડાવી દીધું કે અમારે પુત્ર તમારી કન્યાઓને પરણ્યા પછી તરત જ દીક્ષા ગ્રહણ કરશે. અમારા આગ્રહથી જ લગ્ન કરે છે. માટે પછી તમને મનમાં દુઃખ થાય કે જે એમને દીક્ષા જ લેવી હતી તે લગ્ન શા માટે કર્યા? તેથી તમને સત્ય હકીકત જણાવી છે. આ વાત સાંભળીને કન્યાઓના માતાપિતા વિચારમાં પડી ગયા. જે એમને દીક્ષા લેવી હોય તે આપણી પુત્રીઓને પરણાવીને શું કરવું ? બધા મૂંઝાયા,