________________
હા સુવાસ જુદા જુદા દેશના કુશળ ચિત્રકારને લાવ્યા. તેમાં એક ચિત્રકાર એ શિયાર હતાં કે તે માણસને એક વાર દેખે તે આંખ મીંચીને આબેહુબ ચિત્ર બનાવી દેત. છેડા સમયમાં ચિત્રશાળાનું કામ પૂરું થયું એટલે ધનકુમાર ચિત્રશાળા જેવા એબે. તેમાં પેલા ચિત્રકારના વિવિધ પ્રકારના સુંદર ચિત્ર જોઈએ ખુશ થયે અને તેને બધા કરતાં વધુ ઈનામ આપીને ખુશ કર્યો. આ ધનકુમારનું રૂપ જોઈને ચિત્રકારના મનમાં થયું કે મેં આવું અદ્ભુત રૂપ અત્યાર સુધીમાં કોઈનું જોયું નથી. આનું ચિત્ર બનાવું. તેથી ચિત્રકારે ચિત્ર બનાવવા ધનકુમારની રજા માંગી. રજા મળતાં ચિત્રકારે આંખ બંધ કરીને થડીવારમાં એવું ચિત્ર તૈયાર કર્યું કે જાણે સાક્ષાત્ બીજે ધનકુમાર જ ન હોય! ધનકુમાર પિતાનું ચિત્ર જોઈ ભૂલાવામાં પડી ગયું કે આ કયે ધનકુમાર છે? તેમણે ચિત્રકારની ચિત્રકળાની ખૂબ પ્રશંસા કરી. ચિત્રકાર કુમારની રજા લઈ સાથે ધનકુમારનું ચિત્ર લઈને અચલપુરથી રવાના થઈ દેશદેશ ફરતે એક દિવસ તે કુસુમપુરમાં આવ્યું. ત્યાં ગામ બહાર વસંત નામના બગીચામાં થાપાયે આરામ કરવા માટે એક વૃક્ષ નીચે સૂઈ ગયે.
“કુંવરીનું બગીચામાં આગમન”:- કુસુમપુરમાં સિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. વિમળા નામે તેમની રાણી હતી. તેમને ધનવંતી નામની અપ્સરા જેવી સૌદર્યવાન એક પુત્રી હતી. તે ભણીગણીને તૈયાર થતાં યુવાન થઈ હતી. એનું રૂપ છે. દેવાંગનાથી પણ ચઢી જાય તેવું હતું. આ ધનવંતી કયારેક એની સખીઓ સાથે બગીચામાં ફરવા જતી. જ્યારે કુકરી ફરવા જાય ત્યારે તે બગીચામાં કોઈ પુરૂષે જવું નહિ એવી જાહેરાત થતી. આ ચિત્રકાર વસંત બગીચામાં સૂતે હતો. તેને ખબર નહિ કે ધનવંતી કુમારી તેની સખી અને દાસીઓ સાથે બગીચામાં આનંદ કરતા ફરે છે. ત્યાં અવાજ સાંભળીને ચિત્રકાર જાગી ગયે. આ ગામથી અને જાહેરાતથી તે અજાણ હતે. કુંવરીને જતાં એકદમ બેઠો થયો. તેણે જાગતાની સાથે જ ધનવંતીને જોઈ, તેનું રૂપ જોતાં તે આશ્ચર્ય પામી ગયે કે શું આ કઈ વનદેવી તે નથી ને? તેને ખાત્રી થઈ કે આ મનુષ્યાણી છે, એટલે તેણે પિતાની પાસે પડેલું ધનકુમારનું ચિત્ર જોઈને ધનવંતી તરફ જોવા લાગ્યો. એના મનમાં થયું કે ધનકુમાર અને આ રાજકુમારીની જોડી જામે તે સોનામાં સુગંધ ભળે તેમ શેભી ઉઠે. આવા વિચારથી ચિત્રકાર વારંવાર કુંવરી સામે જેવા લાગે. કુંવરીની દાસીને આ જાઈને ચિત્રકાર ઉપર ગુસ્સો આવે. એટલે તેણે કહ્યું, કે તું કેણુ છે ? અમારા કાયદાને ભંગ કરીને બગીચામાં આવ્યું છે ને પાછા કુંવરી સામે એકીટશે શા માટે જોયા કરે છે? ત્યારે ચિત્રકારે કહ્યું–બહેન! હું તે અજાણે પરદેશી મુસાફર છું. મને આ વાતની ખબર નહિ તેથી આરામ લેવા અહીં આવ્યો છું.
ધનકુમારનું ચિત્ર જોતાં કુંવરીને જાગેલો પ્રેમ” –આમ વાત કરતાં કરતાં ચિત્રકારની પાસે પડેલું ધનકુમારનું ચિત્ર દાસીએ જોયું. એટલે આશ્ચર્યથી બેલી