________________
જિં
' શારદા સુવાસ ત્રીજું સુખ તે વીતરાગ ધ્યાન” જેણે ચારિત્ર લીધું તેનું મન વીતરાગ ધ્યાનમાં લીન રહે છે. ધ્યાનની ધૂણી ધખાવીને ઘાતી કમેને બાળીને ખાખ કરે છે એટલે તેને . કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી, “ચેથું સુખ તે કેવળજ્ઞાન.” જેને કેવળજ્ઞાન થાય છે તે અવશ્ય મેક્ષમાં જાય છે. ત્યાં અનંત, અવ્યાબાધ, શાશ્વત આત્મિક સુખને આનંદ માણે છે. આ સુખ તે સાચું સુખ છે. બાકી બધું જે સુખ છે તે વારતવિક સુખ નથી, પણ સુખાભાસ છે. હવે તમને અમારા ચાર બેલ પસંદ છે કે તમારા જવાબ આપે. (શ્રોતામાં મૌન) તમને અમારા બેલ નહિ ગમે. તેનું કારણ અનાદિ કાળથી જીવે સંસાર સુખમાં જ આનંદ માન્ય છે. પણ હવે દિશા બદલે.
સમુદ્રપાલનું આત્મમંથન” :-સમુદ્રપાલે પેલા ચેરનું દ્રશ્ય જોયું ને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. તે વિચારે ચઢયા કે આ માણસને આમ મારી નાંખશે ? શું દરેકને મરવાનું? એવું ચિંતન મનન કરતાં તે આત્માભિમુખ બન્ય. પત્ની સાથે સેગઠાબાજી રમતા હતા. તે સોગઠા એમ ને એમ પડયા રહ્યા ને હૃદય પલ્ટાઈ ગયું. હું કેણિ? જીવને સુખ-દુઃખનું કારણ શું? આવી શુભ વિચારધારામાં મગ્ન બનતા એમને જાતિ મરણ જ્ઞાન થયું. તેમાં જોયું કે અહે! હું આ સંસારમાં બહુ રખડ. આગળના ભવમાં પિતે સાધુ બન્યો હતે. ખૂબ તપશ્ચર્યા કરી હતી અને તે પહેલાના ભવમાં કેવા કેવા દુઃખે અનુભવ્યા હતા તે બધું તેમને યાદ આવ્યું. સમુદ્રપાલ પિતાનું સંસાર ચિત્રપટ જેવામાં તલ્લીન બની ગયા. તેમાં તેમણે ઘણુ ભવ જોઈ લીધા. એ એનામાં લીન છે. એની પત્ની તે થંભી ગઈ ને તેમના સામું જોઈ રહી કે આ શું? થેડીવાર પહેલાં તે કેટલો આનંદ વિને દ કરતા હતાં ને અત્યારે મારી સામું પણ જોતા નથી. પત્નીએ પૂછયું-નાથ તમે એકદમ ઉદાસ કેમ બની ગયા? ત્યારે સમુદ્રપાલે કહ્યું –દેવી! મને શું વિચાર આવે છે તે હું તમને અને મારા માતાપિતાને કહેવા ઈચ્છું છું. એમ કહીને એના માતાપિતાને તેમજ પત્નીને કહે છે.
દીક્ષા માટે માંગેલી આજ્ઞા” :- હે મારા સ્વજને ! આ માનવને જન્મ આપણને અપૂર્વ મળે છે. આ બધી લક્ષ્મી, વૈભવ, સુખ બધું કાયમ ટકવાનું નથી. છેડે સમય અથવા ઝાઝો સમય રહીને અહીંથી એક દિવસ અવશ્ય જવાનું છે. જેટલી આસક્તિ વધારે તેટલું દુઃખ વધારે છે. તે પિતાજી! સમય થડે છે ને કામ ઝાઝું કરવાનું છે. મને હવે એક ક્ષણ સંસારમાં ગમતું નથી. સંસાર એકાંત દુઃખથી ભરેલું છે, જ્યારે સંયમ માર્ગમાં સુખ છે. હવે આ પાપમય સંસારમાં હું રોકાવાને નથી. મારો કિંમતી સમય અવિરતિમાં જાય છે. માટે મને દીક્ષાની આજ્ઞા આપે.
તે સમુદ્રપાલની વૈરાગ્યભરી વાત એના માતાપિતાના હૃદયમાં ઉતરી ગઈ પણ પુત્ર પ્રત્યેના મેહના કારણે સમજાવીને સંસારમાં રોકવા ઘણું પ્રભનો આપ્યા અને ત્યાગની વિકતા સમજાવી, પણ સમુદ્રપાલે સૌને ગ્ય જવાબ આપીને નિરુત્તર કર્યા. છેવટે માતા
9