________________
શારદા સુવાસ
૮૭ બનશે. કારણ કે આ ગી–મહાત્માઓ પાસે ઘણું શક્તિ હોય છે. આ જાણશે કે રાજાએ મારા મૃગને મારી નાંખે છે તે એ મારા ઉપર કે પાયમાન થશે ને મને શ્રાપ આપશે તે? એટલે તે મુનિના ચરણમાં પડીને પિતાના અપરાધની માફી માંગવા લાગ્યા કે, હે મુનિરાજ ! મને માફ કરે. હું પાપી છું. મને ખબર નહિ કે આપને મૃગ છે. મારાથી તેને વધ થઈ ગયેલ છે. એમ ખૂબ કરગર્યા પણ મુનિ તે ધ્યાનમાં હતા એટલે કંઈ જવાબ ન આપ્યું. તેથી રાજાને ભય વધે ને કરગરીને કહે છે કે હે ભગવાન! હું સંયતિ નામને રાજા છું. આપ મને કંઈક કહે. કારણ કે આપ બોલતા નથી એટલે મને તે બહુ બીક લાગે છે કે એ “દુધે તે ગળHIT દત્ત રોહિશો ” કુપિત થયેલ અણગાર પોતાની શક્તિના પ્રભાવથી કરોડે મનુષ્યને બાળી નાંખે પણ રાજાને ખબર નથી કે જૈન મુનિએ આવા પશુઓને પાળે નહિ અને આવા ગીશ્વરેને તપશ્ચર્યા દ્વારા અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય પણ તેને તેઓ દુરૂપયેગ કરે નહિ, પણ રાજાને આવી જાણ નહિ હેવાથી તે ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા. | મુનિના વચનોથી જાગૃત બનેલા રાજા” –એ મુનિનું નામ ગઈ ભાળી મુનિ હતું. તેઓ જ્યારે ધ્યાનમાંથી મુક્ત થયા ત્યારે રાજાને ચરણમાં પડીને કરગરતા જોયા. બીજી તરફ મૃગને વીંધાયેલું છે. એટલે પરિસ્થિતિ સમજી ગયા ને બોલી ઉઠ્યા કે
अभओ पत्थिवा तुम्भं, अभयदाया भवाहिय ।
अणिच्चे जीव लोगम्मि, किं हिंसाए पसज्जसि ॥ ११ ॥ હે રાજન! તને અભય હે ! અને તું પણ હવે અભયદાનને દાતા બની જા. અનિત્ય એવા આ જીવલેકમાં હિંસાના કાર્યોમાં તું શા માટે આસક્ત થાય? ત્યાગી સાતે કેઈની શેહમાં તણાતા નથી. સત્ય વાત સમજાવી દે છે. એ તે પિતાના આ માની ખુમારીમાં મસ્ત રહે છે ને બીજાને પોતાના જેવા બનાવે છે. ગીએ રાજાને કહ્યું- જેમ, મારા ભયથી તું મુક્ત થયે તેમ તું પણ સર્વ ને તારા ભયથી મુક્ત કર. અભયદાન જેવું એકે ય ઉત્તમ દાન નથી. ક્ષણિક એવા મનુષ્ય જીવનમાં ઘોર પાપે શા માટે કરે છે? મુનિના આટલા જ શબ્દોએ સંયતિ રાજાને જાગૃત કર્યા. રાજાએ વિચાર કર્યો કે સંસારમાં તે પાપ, પાપ ને પાપ જ છે. ત્યાં હું બધા અને અભયદાન કેવી રીતે આપી શકું? સાધુ બની જાઉ તે જ બધા ને અભયદાન આપી શકાય. એટલે ત્યાં ને ત્યાં સંયતિ રાજા વૈરાગ્ય પામી ગયા, પછી ચારિત્ર અંગીકાર કરી મહાન મહાત્મા બન્યા. હવે વધુ ભાવ અવસરે.