________________
s
શારદા સુવાસ આવી રીતે હડ હડ થઈને છેડવાનો વખત આવે તેના કરતાં સ્વેચ્છાથી છેડી દેવું તેમાં જ શૂરવીરતા છે. સ્વેચ્છાથી છેડવામાં સમાધિ છે ને પરાણે છોડવામાં સંતાય છે. સંસારના સુખ તમને છેડીને ચાલ્યા જાય તેના કરતાં તમે તેને સ્વેચ્છાથી છોડી દેશે તે ચિત્તની સમાધિ પ્રાપ્ત થશે. તમે વૃદ્ધ થશે તે હડ હડ થશો પણ અમારા સાધુ વૃદ્ધ થશે તે કઈ હડ હડ નહિ, કરે પણ શિવે પ્રેમથી સેવા કરશે. માટે જે આ ઘરમાં સમજીને આવી જાઓ તો તેના જેવું રૂડું કંઈ નથી. (શ્રેતામાંથી અવાજ ? હાજી. હા-બધું સમજીએ છીએ.) હા... હા કરે છે તે શા માટે સંસારમાં પડયા રહ્યા છે? આવી જાઓ ને ! (હસાહસ)
બંધુઓ ! તમારા મહાન પુણ્યદય છે કે ભગવાનના દેવવંશી દૂતે તમને સામેથી જાગૃત કરવા આવે છે. દેશમાં તે કંઈક ગામ એવા છે કે જ્યાં સંતના પગલા થતા નથી. સુપાત્રે દાન દેવાતું નથી તે પછી ચેમાસા તે ક્યાંથી મળે? તમને તે બધે વેગ મળે છે. જેટલું થાય તેટલું તમે કરી શકે તેમ છે તે શા માટે પ્રમાદ કરે છે? શરીરમાં શક્તિ હોય તે તપશ્ચર્યા કરી લે. એ વિચાર ન કરશે કે મારે માસ ખમણ તે કરવું છે પણ અત્યારે નહિ, પછી કરીશ, પણ પછી આપણી હયાતી અહીં હશે કે નહિ તેની ખાત્રી છે? “ના.” તે હવે કાલનો વિશ્વાસ ન કરે. ધર્મના કાર્યો કાલે કરવાના છે તે આજે જે કરી લે ને આજે કરવાનું હોય તે હમણું કરી લે, પણ મળેલી તક ચૂકશે નહિ.
ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનમાં સંયતિ રાજાને અધિકાર છે. સંપતિ રાજાનું નામ તે ઘણું સારું છે. સં+પતિ. જે બધા ની સારી રીતે યત્ના કરે, રક્ષણ કરે તે સંયતિ કહેવાય, પણ આ સંયતિ ધર્મથી અજાણ હોવાથી શિકારના ઘણા શોખીન હતા. એક વખત સંયતિ રાજા ચતુરંગી સેના સાથે લઈને કાંપિલ્ય કેશર નામના ઉદ્યાનમાં શિકાર કરવા માટે આવ્યા. રાજાને મન શિકાર એક રમત હતી પણ ઉદ્યાનમાં મૃગાદિ નિર્દોષ બિચારા પશુઓ ત્રાસથી ભયભીત બનીને આમથી તેમ દેડવા લાગ્યા. કારણ કે મરવું કે ગમે? સૌને જીવવું ગમે છે, પણ રાજાના દિલમાં દયાદેવીને બદલે નિર્દયતાએ સ્થાન જમાવ્યું હતું. એટલે તેમને કેઈની દયા ન આવી.
શિકાર કરતાં મળેલી શિક્ષા :–અશ્વ ઉપર બેસીને રાજાએ ઘણાં મૃગલાઓને વીંધી નાંખ્યા. એક વખત એવું બન્યું કે એક મૃગને બાણ માર્યું. બાણ માર્યા પછી રાજા તે વીંધાયેલા મૃગની પાસે આવ્યા. મૃગ તે તરફડતું હતું. ત્યાં તેની પાસે તેણે પદ્માસને ધ્યાનાવસ્થામાં બેઠેલા એક મુનિરાજને જોયા. મુનિને જોઈને રાજા ચમક્યા. તેમના મનમાં થયું કે શું આ મુનિને મૃગ હશે ! જે એમને મૃગ હશે તે મારું આવી