________________
શારદા સુવાસ સાત દિવસમાં તને મટી જશે. પછી આની જરૂર જ નહિ પડે. ત્યારે ખસને દર્દી કહે, છે ભાઈ! તું બે એ બે, હવે બેલીશ નહિ. મારે તારી ત્રિફળા ફીફળ ખાવી. નથી. ખસની વ્યાધિ મટી જાય પછી મારી ખણવાની મઝા જ જતી રહે ને? (હસાહસ) પછી અને અનુપમ આનંદ ક્યાંથી લૂટી શકાય? ખસને આવા તીક્ષ્ણ તણખલાથી કે હાથના નખથી ખણતા જે મીઠાશને આનંદ લૂટી શકાય છે તે ઇલેકના સુખને પણ ભૂલાવી દે તે આનંદ છે. માટે મારે ત્રિફળને પ્રયોગ કરે નથી. મારે તે આ તણખલા જ જોઈએ છે.
ભવરૂપી ખસ મટાડવા શેઠેલા વૈદ:” સંસારી એની દશા ખસના દર્દી જેવી છે. સંસારી જીને ભવરૂપી ખસને રોગ લાગુ પડે છે. તેના કારણે વિષયવાસનાની મીડી ખણજ ઉપડે છે, અને સંસારી છે તેને વિષયભોગરૂપી તણખલાથી શાંત કરવા ઈચ્છે છે, પણ અંદરની ભોગતૃષ્ણા કદી વિષયભો થી શમતી નથી. એ તે જેમ અગ્નિમાં ઘી નાંખીએ તેમ અગ્નિ વધુ જાજવલ્યમાન બને છે, તેમ ભોગ ભોગવવાથી ભોગતૃષ્ણ વધવાની છે. જરા વિચાર કરે. દેવેલેકના દિવ્ય સુખે જીવે અનંતી વાર ભગવ્યા છે, છતાં ગંધાતી ગટર જેવા વિષયસુખ જીવને પ્રિય લાગે છે. જીવનું કેવું અજ્ઞાન છે! જ્ઞાનદશાથી વાસનાને જીતી શકાય છે. વિષયોના સેવનથી તે ભોગતૃષ્ણ વધે છે. જેમ પેલા ખસના દદીને વૈદે કહ્યું-ભાઈ! હું તને ત્રિફળાની ફાકી આપું છું. તું તેનું સેવન કર તે તારું દર્દ મૂળમાંથી મટી જશે, તેમ તમને પણ તમારા સદુર્ભાગ્યે સદ્દગુરૂ રૂપી વૈદને સમાગમ થયેલ છે. તે તમને કહે છે હે ભવ્ય ! વિષય સેવનથી તમારી ખણજ શાંત નહિ થાય. અમે તમને એક ઔષધિ આપીએ તેનું તમે સેવન કરે તે તમારે ભગ મૂળમાંથી નાબૂદ થઈ જાય. એ દવા ત્રિફળા કઈ છે તે તમે જાણે છે? તમને પેલી ત્રિફળા શેની બને તે ખબર છે પણ સદ્દગુરૂ પાસે કઈ ત્રિફળા છે તેની ખબર નથી.
સદ્દગુરૂ કહે છે તમે જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી ત્રિફળાનું સેવન કરે. અમારી પાસે તૈયાર છે. તમે માગે એટલી જ વાર છે, ત્યારે સંસારી જી કહે છે કે ગુરૂદેવ ! ભવરૂપી ખસને રેગ મટી જાય પછી જિંદગીને આનંદ જ કયાં રહે! ને આ વિષયસુખ ભોગવવાને કયાંથી મળે? આ છોકરા, પત્ની વગર ? ગમે? (હસાહસ) અમારે તમારી ત્રિફળા જોઈતી નથી. અરે મૂર્ખના સરદારે! આ ક્ષણિક સુખોમાં તમને આટલે બધે આનંદ કેમ આવે છે? એમાં શું હાંધ બની ગયા છો? આ આનંદ અને સુખ તે એક બિન્દરૂપ છે. જ્યારે મોક્ષમાં તે પરમાનંદ છે. તે સિલ્વરૂપ છે. આ વાત કઈ હળુકમ જીવને સમજાય છે. જેમ પેલે ખસને દર્દી ખણજ ખણવામાં આનંદ માને છે તેમ ભારે કમી છે દુઃખમાં સુખ માને છે. અત્યાર સુધી તે સમજ્યા નહિ પણ હવે તમને આ વાત સમજાતી હોય તે હજુ બાજી હાથમાં છે, ત્યાં સુધીમાં ચેતી જાઓ. હજુ તમે ધારે તે કરી શકે તેમ છે, બીજું ન કરી શકે તે ખેર, બ્રહ્મચર્યનું પાલન તે કરે.